શોધખોળ કરો

Vastu Tips: ઘરનું ઇન્ટિરિયર કરતા પહેલા વાસ્તુ નિયમ જાણી લો, સુખ સમૃદ્ધિનું મળશે વરદાન

વાસ્તુશાસ્ત્રમાં ઘરની સજાવટમાં કેટલીક બાબતો જણાવવામાં આવી છે જેનાથી ન માત્ર ઘર સુંદર દેખાય છે, પરંતુ તેનાથી સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં ઘરની સજાવટમાં કેટલીક બાબતો જણાવવામાં આવી છે જેનાથી ન માત્ર ઘર સુંદર દેખાય છે, પરંતુ તેનાથી સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

 વાસ્તુનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન છે. જો ઘર વાસ્તુ અનુસાર ન બને તો ઘરમાં દુઃખ અને ગરીબીનો વાસ રહે છે. કારણ કે વાસ્તુમાં ચાર દિશાઓ અને 4 ખૂણાઓનું વર્ણન છે. આ 4 ખૂણાઓ (ઈશાન, વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય)ના વિવિધ  દેવતાઓ છે. આજે  અમે આપને તે અનુસાર ઘરની અંદરની સજાવટની ટિપ્સ આપી રહ્યાં છે. 

 વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમમાં સોફાસેટ મૂકવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. ટેલિવિઝન પશ્ચિમમાં મૂકો. દિવાલોને હળવા રંગમાં રાખો અને પડદાના રંગને દિવાલ સાથે મેચ કરો. આ સાથે ડ્રોઈંગ રૂમમાં ઈશાન દિશામાં  કાળું ક્રિસ્ટલ રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે. જો તમે ભગવાન ગણેશની મૂર્તિને ડ્રોઈંગ રૂમમાં રાખવા માંગતા હોવ તો મૂર્તિને તેમની બેઠેલી  મુદ્રામાં રાખો.

 ઘરના મુખ્ય દ્વાર પર સૂર્ય ભગવાનની મૂર્તિ લગાવો

ઘરના મુખ્ય  દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવો. એવું માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર વાગે તેવી ઝાલર પણ  લગાવી શકાય છે. મુખ્ય દ્વાર પર પણ સૂર્ય યંત્ર સ્થાપિત કરી શકાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે.

 ઉત્તર દિશામાં મા લક્ષ્મીનું ચિત્ર લગાવો:

 વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિશામાં દેવી લક્ષ્મીનું એવું ચિત્ર લગાવો કે, જેમાં તે કમળ પર બિરાજમાન છે અને તે સોનાના સિક્કા છોડી રહી છે. માનવામાં આવે છે કે આ તસવીર લગાવવાથી સમૃદ્ધિ આવે છે.

 ઘરે મની પ્લાન્ટ લગાવો:

ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમારે લીલા રંગની ફૂલદાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ માટે ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવો.

 પિરામિડ અને શ્રીયંત્ર ઘરમાં રાખોઃ

વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદી, પિત્તળ અથવા તાંબાનો પિરામિડ રાખવાથી આશીર્વાદ મળે છે. પિરામિડને એવી જગ્યાએ મૂકો જ્યાં પરિવારના સભ્યો સૌથી વધુ સમય વિતાવતા હોય. ઘરના મંદિરમાં સ્ફટિક પણ લગાવો, આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: અંકુશ પંઘાલે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઇનલમાં દક્ષિણ કોરિયન ખેલાડીને હરાવ્યો
Asian Games 2026: અંકુશ પંઘાલે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઇનલમાં દક્ષિણ કોરિયન ખેલાડીને હરાવ્યો
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Embed widget