શોધખોળ કરો
Advertisement
રાશિફળ 11 ફેબ્રુઆરીઃ આજે મૌની અમાસ, ગ્રહોની સ્થિતિ તમામ રાશિને કરી રહી છે પ્રભાવિત, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર આજે પોષ વદ અમાસની તિથિ છે. આ દિવસને મૌની અમાસ નામથી પણ ઓળખવામાં આ છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ અમાસની તિથિ છે. આ દિવસને મૌની અમાસ નામથી પણ ઓળખવામાં આ છે. આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનનો વિશેષ મહિમા છે. આજે ગ્રહોની સ્થિતિ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
મેષ (અ.લ.ઇ.) : આજન દિવસે સમસ્યાનું સમાધાન ન મળે તો ધીરજ રાખવામાં સમજદારી રહેશે. પોતાના સ્વભાવમાં વિનમ્રતા જાળવી રાખજો.પરિવારમાં સુખ શાંતિ માટે રાધા-કૃષ્ણની આરાધના કરો.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે ક્રોધ આવે તો પણ શાંત રહેવાનો પ્રયત્ન કરજો. નહીંતર નુકસાન થશે. કાર્યસ્થળ પર તણાવ ઘટશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે હસી મજાક મર્યાદામાં રહીને કરજો. નહીંતર બીજાને શરમમાં મુકાવું પડી શકે છે. પરિવારમાં તમામનો સહયોગ મળશે.
કર્ક (ડ.હ.) આજનો દિવસ પ્રસન્નતા સાથે વીતાવજો. તમામ કાર્યયોજનાઓ પૂરી થશે અને મનગમતું પરિણામ મળશે. ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા તમામનો ખ્યાલ રાખજો.
સિંહ (મ.ટ.) આજના દિવસે જાહેર જીવન કે રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ નેટવર્ક વધારવા પર ભાર આપવો પડશે. તમારા વિશ્વસનીય લોકો તમારાથી નારાજ ન થાય તે ધ્યાન રાખજો. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિલસે નાની નાની વાતોને લઈ મૂડ ઓફ રહી શકે છે. ધીરજ અને સંયમ સાથે કામ કરજો. પરિવારમાં માહોલ સુધરશે અને તમામનો સહકાર મળશે.
તુલા (ર.ત.) આજના દિવસે જીવનસાથી અને મિત્રો સાથે કોઈ પ્રકારનો વિવાદ ન થાય તે ધ્યાન રાખજો. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે નકારાત્મક પ્રભાવ ઘટવાથી મન શાંત થશે. પરિવાર સાથે ફરવા જવાનુ પ્લાનિંગ કરી શકો છો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજે જુના રોકાણથી લાભ થશે. નવી ડિલ માટે પ્લાનિંગ કરી શકો છો. પરિવારના નાના સભ્યોની સફળતાથી મન પ્રસન્ન થશે.
મકર (ખ.જ.) આજે બીજા સાથે તાલમેલ બનાવવાની જરૂર રહેશે. કાર્યસ્થળ પર કોઈ સાથે વિવાદ મુસીબતમાં મુકી શકે છે. પરિવાના વડીલો સાથે ચર્ચા બાદ મોટો નિર્ણય લેજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે પ્લાનિંગ કર્યા બાદ જ આગળ વધજો. પરિવાર સાથે યાત્રામાં સામેલ થવાનો મોકો મળશે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે કામકાજની સાથે ખુદને અપડેટ પણ રાખજો. બચત અને ખર્ચનો તાલમેલ જાળવજો, નહીતર ભવિષ્યમાં મુશ્કેલી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement