શોધખોળ કરો

Horoscope Today 10 June 2023: આ ત્રણ રાશિ માટે ગ્રહ આજે આર્થિક નુકસાનના આપી રહ્યાં છે સંકેત, જાણો 12 રાશિનું રાશિફળ

Horoscope Today 10 June: 10 જૂન, 2023, શનિવાર એ મેષ, કર્ક, મકર સહિત તમામ 12 રાશિઓ માટે ખાસ દિવસ છે. 12 રાશિનું રાશિફળ જાણીએ..

Horoscope Today 10 June: 10 જૂન, 2023, શનિવાર એ મેષ, કર્ક, મકર સહિત તમામ 12 રાશિઓ માટે ખાસ દિવસ છે. 12 રાશિનું રાશિફળ જાણીએ..

જ્યોતિષ મુજબ, આજનો દિવસ  એટલે કે 10 જૂન 2023, શનિવાર એક મહત્વપૂર્ણ દિવસ છે. ગ્રહોની ચાલ અનુસાર મિથુન રાશિના લોકોનો ઉદાર સ્વભાવ આજ તમારા માટે ઘણી ખુશીની ક્ષણો લઈને આવશે. કુંભ રાશિના લોકો તેમના અટકેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે તમારા કોઈ જાણકારની મદદથી પૂર્ણ થશે. મેષથી મીન રાશિ માટે કેવો રહેશે શનિવાર, શું કહે છે તમારા લકી સિતારા? જાણી આજનું રાશિફળ

મેષ

મેષ રાશિના લોકોની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો, જેના કારણે તમે તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો. બીજાની મદદ માટે પણ આગળ આવશો,  તમને વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ મળશે. તમે તમારા વિચારો તમારી માતા સાથે શેર કરશો. બહેનના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

વૃષભ

જો આપણે વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો શનિવાર તમારા માટે ચોક્કસપણે ફળદાયી છે. જે લોકો ઘરથી દૂર કામ કરી રહ્યા છે, તેમને તેમના પરિવારની યાદ અપાશે. તમે તમારો થોડો સમય બાળકો સાથે વિતાવશો, જેના કારણે તમે ખૂબ જ તાજગી અનુભવશો. એકાંતમાં સમય પસાર કરવો સારું છે, પરંતુ જો તમારા મગજમાં કંઈક ચાલી રહ્યું હોય, તો લોકોથી દૂર રહેવું તમને વધુ પરેશાન કરી શકે છે.

મિથુન

જો આપણે મિથુન રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે જીવનને સંપૂર્ણ રીતે જીવશો.પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. ગ્રહજીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. દરેક વ્યક્તિ સાથે મળીને કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવશો.

કર્ક

જો કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. વેપાર કરતા લોકો ધંધામાં અટકેલી યોજનાઓ ફરી શરૂ કરી શકશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે, તેમના તરફથી સુખદ સમાચાર પણ પ્રાપ્ત થશે.

સિંહ

જો સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે મહેનત વધી જશે,  શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. બેરોજગાર લોકોને સારી નોકરી મળવાના સંકેત છે. આજ તમારા મનની કોઈપણ ઈચ્છા પૂરી થશે. રોકાયેલું ધન પ્રાપ્ત થશે. આવતીકાલે તમે તમારા વિચારો તમારી માતા સાથે શેર કરશો.

કન્યા

જો આપણે કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો આજ તમારા માટે ખુશીઓથી ભરેલી રહેશે. તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલી પ્રગતિથી તમે ખૂબ જ ખુશ દેખાશો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે બાળકોને શોપિંગ મોલ્સ અને પિકનિક પર પણ લઈ જશો, જ્યાં તેઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે.

તુલા

તુલા રાશિના લોકો ની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારા વ્યવસાયને આગળ વધારવા માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો તે સફળ થશે. તમને તમારા અટકેલા પૈસા મળશે. જો તમે અગાઉ કોઈ રોકાણ કર્યું છે, તો તમને તેનો પણ પૂરો લાભ મળશે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.

વૃશ્ચિક

જો વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારો શ્રેષ્ઠ રહેવાનો છે. આજે  તમારા મનની કોઈપણ ઈચ્છા પૂરી થશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ  મળશે. આજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરશો.

ધન

જો આપણે ધન રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો. ભાઈના લગ્નમાં આવનારી સમસ્યાઓ કોઈ પરિચિતની મદદથી સમાપ્ત થશે. ઘરે ઘરે માંગલિક કાર્યક્રમોનું આયોજન થશે.

મકર

જો મકર રાશિના લોકો વિશે વાત કરીએ તો આજ  તમારા માટે ચોક્કસ ફળદાયી છે. નોકરીયાત લોકોને નોકરીમાં પ્રગતિની તકો મળશે. આજ તમને નવી નોકરીની ઓફર પણ મળશે, જે વધુ આવક લાવશે. જે લોકો વેપાર કરી રહ્યા છે, તેઓ વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકશે.

કુંભ

જો કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. ભાઈના લગ્ન પ્રસ્તાવ પર મહોર લાગશે. ઘરે ઘરે માંગલિક કાર્યક્રમો યોજાશે, બધા સાથે કામ કરતા જોવા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે સમય સારો છે. તમને તમારા મનપસંદ વિષયનો અભ્યાસ કરવાની તક મળશે.

મીન

મીન રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા સુધરશે. જો તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરશો તો તમને વધુ સુધારો જોવા મળશે. તમારા જીવનસાથી સાથે પારિવારિક સમસ્યાઓ શેર કરો. લવ લાઈફ જીવતા લોકો પોતાના પ્રેમી સાથે ખુશીની ક્ષણો વિતાવશો. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget