Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓના ઘરે ED ના દરોડા પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર કલેકટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ ED ના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બેનામી સંપત્તિઓ અંગે ખુલાસા થાય તેવી શક્યતા
ED દ્વારા તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓ અંગે ખુલાસા થાય તેવી શક્યતા છે. વઢવાણ શહેરમાં બે જગ્યા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ED દ્વારા કલેક્ટરના બંગલા પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ED ના દરોડામાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા માનવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલે 2 કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતુ. અન્ય 4 જગ્યાઓ પર પણ ED દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મામલતદાર, નાયબ મામલતદાર, કોન્ટ્રાકટર, વકીલ સહિતના ઘરે ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અલગ-અલગ સાતથી આઠ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં ED દ્વારા તપાસ શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે. ડૉ. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના IAS અધિકારી છે. તેમજ તેઓ હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ક્લાસ-1 અધિકારીને ત્યાં અચાનક ED દ્વારા દરોડા પાડવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સરકારી અધિકારીઓમાં ફફડાટ
સુરેન્દ્રનગરમાં ED દ્વારા તપાસને લઈ સરકારી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 10 કલાકથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના બંગલામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બિનહિસાબી વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. કલેક્ટરના નિવાસ સ્થાન બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે.
10 થી વધુ ટીમો કામગીરીમાં સામેલ
જમીનના મુદ્દે EDની ટીમોએ દરોડા પાડ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. 10 થી વધુ ટીમો કામગીરીમાં સામેલ છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફમાં પણ ED દ્વારા તપાસને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે.




















