શોધખોળ કરો

રાશિફળ 10 માર્ચ: જોબ અને કરિયરને લઈ આ 5 રાશિના જાતકોએ આપવું પડશે ધ્યાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

Today Horoscope: કેટલીક રાશિના જાતકોએ ધન, સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈ વિશેષ સાવધાની રાખવી પડશે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ બારસની તિથિ છે. આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે શ્રવણ નક્ષત્ર છે. કેટલીક રાશિના જાતકોએ ધન, સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈ વિશેષ સાવધાની રાખવી પડશે.

Today Horoscope

મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે કોઈ વ્યર્થ મુદ્દે ભ્રમિત ન થતાં. કારોબારીઓને નવા આઈડિયા સાથે આગળ વધવામાં સફળતા મળશે. જમીન કે મકાનને લઈ કોઈ નિર્ણય થઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજે મજબૂત માનસિકતા સાથે કામ કરીને મુશ્કેલ વિષયોને ઉકેલવામાં સફળ રહેશો. સમયનો સદઉપગોય કરજો અને વિલંબમાં પડેલા કામ પૂરા કરજો. સંબંધ બગડે કે પહેલા ખુદ પહેલ કરીને મામલો ઉકેલી લેજો.

મિથુન  (ક.છ.ઘ.)  આજે પ્લાનિંગ કરેલા કામ સફળતાપૂર્વક પૂરા થઈ શકે છે. મનને વ્યર્થ ચિંતામાં ન ફસાવતા. નોકરીયાત વર્ગે કાર્યસ્થળ પર ષડયંત્રથી બચીને રહેવું પડશે. કારોબારીઓ માટે પ્લાનિંગ માટે સારો દિવસ છે.

કર્ક  (ડ.હ.) આજના દિવસે પસંદગીનું કાર્ય કરો.નવો પ્રયોગ કરવો કારગર સાબિત થશે. નોકરીના કારણે પ્રવાસ કે પ્રમોશન પણ થઈ શકે છે. રિટલે કારોબારીઓ માટે શુભ દિવસ છે. પરિવારમાં લાંબા સમયથી ચાલ્યા આવતા મતભેદને દૂર કરીને સંબંધ મજબૂત કરવાનો સમય છે.

સિંહ  (મ.ટ.)  આજે ભજન કીર્તનમાં સામેલ થવાથી મન હળાશ અનુભવશે. તમારા સાથી કર્મચારી કામ બગાડી શકે છે. પરિશ્રમથી બિલકુલ ગભરાતા નહીં. સ્વાસ્થ્યને લઈ યોગને દિનચર્યમાં સામેલ કરજો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજે વિચારેલા કાર્યો પૂરા કરવા માટે નજીકના લોકોનો સહયોગ લેવો પડશે. કાર્યસ્થળ પર મીટિંગનું નેતૃત્વ કરવું પડી શકે છે. પરિવારમાં જો કોઇ બીમાર હોય તો તેની હાલચાલ પૂછજો.

તુલા   (ર.ત.)  આજનો દિવસ યાદગાર બની શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન મળશે.  ઘરમાં નાના લોકોનું માર્ગદર્શન કરવું પડી શકે છે.

વૃશ્ચિક (ન.ય.)  આજે ભાગ્યના ભરોસે બેસી રહેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ કે કારોબારને લઈ નાની નાની વાતોથી મૂડ સ્વિંગ થશે. તેથી ધીરજ રાખજો. ઓફિસમાં મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. પિતાને આર્થિક લાભ મળવાની પૂર્ણ સંભાવના છે. ઘરમાં નવા પ્રોજેક્ટને લઈ વાતચીત થઈ શકે છે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે નાની નાની વાતોને હવા ન આપતા. દરેક વિવાદનું સમાધાન થાય તેવો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર તમને તમામનો સહયોગ મળશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે.

 મકર  (ખ.જ.)  આજના દિવસે કામનો બોજ અન્ય દિવસો કરતા વધારે હશે. તેથી માનસિક અને શારિરીક રીતે સક્રિય રહેવાની જરૂર છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે તમારી બુદ્ધિનો પ્રયોગ કોઇના અહિતમાં ન કરતાં નહીંતર અપમાનજનક સ્થિતિમાં મુકાઈ શકો છો. બજેટના હિસાબે જ સામાન ખરીદજો નહીંતર ભવિષ્યમાં આર્થિક સંકટમાં મુકાઇ શકો છો.

મીન (દ.ચ.ઝ.થ) તમારી વાણી પર સંયમ રાખજો. નહીંતર કાર્યસ્થળ પર વિવાદ થવાની શક્યતા છે. ઓફિસમાં બોસ નવી જવાદારી સોંપી શકે છે. ભાઈ-બહેનોની મદદ માટે માનસિક રીતે તૈયાર રહેજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Embed widget