Vastu Tips: શું આપ ગાઢ નિંદ્રા માણી શકતા નથી તો સાવધાન, વાસ્તુનો દોષ હોઇ શકે છે જવાબદાર
Vastu Shastra: તણાવપૂર્ણ જીવનમાં નિંદ્રા ન આવવાની સમસ્યા આજકાલ સામાન્ય છે. સારી ઊંઘ મન, મગજ અને શરીરને સ્વસ્થ રાખે છે. જો તમને ઊંઘ ન આવતી હોય, ઘરમાં બધું જ હોવા છતાં મનની શાંતિ ન હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ.

Vastu Shastra: ઘણા લોકોને ઉંઘ ન આવવા અને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ઊંઘની ઉણપ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ઘણા લોકો આ કારણે ઊંઘની ગોળીઓ પણ લે છે. શ્રી લક્ષ્મીનારાયણ એસ્ટ્રો સોલ્યુશન અજમેરના ડાયરેક્ટર, વાસ્તુ નિષ્ણાત, જ્યોતિષી અને ટેરો કાર્ડ રીડર નીતિકા શર્મા કહે છે કે કેટલીકવાર ઊંઘની ઉણપ માત્ર તણાવને કારણે જ નહીં પરંતુ વાસ્તુ ખામીને કારણે પણ થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવારના સભ્યો યોગ્ય રીતે સૂતા નથી. વાસ્તુશાસ્ત્રમાં સારી ઊંઘ માટે ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરીને ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે. દિવસભરની ધમાલ પછી વ્યક્તિ માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી બની જાય છે, પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો યોગ્ય ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. જો જોવામાં આવે તો તેની પાછળ વ્યસ્ત જીવનશૈલી અને માનસિક તણાવ મુખ્ય કારણ છે. આ સિવાય બેડરૂમ વાસ્તુ દોષ પણ કારણભૂત છે. તેથી, જો તમે અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છો, તો તમારે તમારા બેડરૂમની વાસ્તુ પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ.
બેડરૂમમાં અરીસો ન લગાવો
નિતિકા શર્મા કહે છે કે, બેડરૂમમાં બેજની સામે ક્યારે. અરીસો ન લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં અરીસો રાખવાથી ઊંઘમાં અડચણ આવે છે. જો બેડરૂમમાં અરીસો હોય તો રાત્રે સૂતા પહેલા તેને કપડાથી ઢાંકી દો. આ સિવાય બેડરૂમમાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ.
ઇલેક્ટ્રોનિક સામાન
ઘણા લોકો પોતાના બેડરૂમમાં ટીવી કે કોમ્પ્યુટર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખે છે. જ્યારે વાસ્તુમાં તેને યોગ્ય માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ભૂલથી પણ તમારા બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો, કારણ કે આમ કરવાથી અનિંદ્રાની સમસ્યા વધી જાય છે.
બેડરૂમ પથારીની સાચી દિશા
રૂમમાં બેડની કાળજી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ. આના કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે અને તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી.
પથારીમાં ખોરાક ન ખાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ પર બેસીને ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી ઊંઘમાં ખલેલ પડે છે અને સારી ઊંઘ આવતી નથી. ઘરના તમામ સભ્યોએ એકસાથે ભોજન કરવું જોઈએ. આમ કરવાથી મનમાં શાંતિ રહે છે, તમે પ્રસન્નતા અનુભવો છો, જેનાથી સારી ઊંઘ આવે છે.




















