શોધખોળ કરો

Mangal Dosh:જો આપને શરીરમાં આ તકલીફો અનુભવાય છે? તો મંગળ દોષ છે કારણભૂત, જાણો ઉપાય

 આ કારણે મંગળ ખરાબ હોય કે સારો તેનો પ્રભાવ સ્વાસ્થ્યની દષ્ટીએ પણ આપના શરીરમાં જોવા મળે છે. જો તમને હાઇ બ્લડ પ્રેશર હોય તો તમારો મંગળ ખરાબ છે.

Mangal Dosh:મંગળ. નામ પરથી જ ગુણ ખબર પડે છે. મંગળ ગ્રહથી લોકો બહુ ડરે છે, અધુરી જાણકારીના પ્રતાપે. લોકોના મનમાં મંગળની જે છાપ છે, તેના કરતા બિલકુલ વિપરીત તેની કામગીરી છે. મંગળ અનિષ્ટકારક નથી, માંગલ્ય કારક છે. મંગળ એટલે મૂળભૂત રીતે શું છે? મંગળ એટલે આપણા શરીરમાં દોડતું લોહી, મંગળ એટલે ઉત્સાહ, મંગળ એટલે ઊર્જા.

નાનું બાળક  ઉછળ કૂદ કરતા હોય તો વડીલો કહેશે કે લોહી ચટકા ભરે છે. લોહી ચટકા ભરે છે-નો  જ્યોતિષીય અર્થ એ થયો કે મંગળ સારો છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને સેનાપતિની ઉપાધિ આપવામાં આવી છે. મંગળને ભૂમિપુત્ર પણ કહેવામાં આવે છે. મતલબ તે જમીન-મકાન, દુકાન જેવી સ્થાવર મિલકતોનો પણ કારક છે. તે શૌર્ય, ક્રોધ, શત્રુ, યુદ્ધ, સેના, પોલીસ, પ્રશાસન, વીજળી, આગ, ઘાવ, દુર્ઘટના, અસ્ત્ર-શસ્ત્ર, શારીરિક અને માનસિક શક્તિ, નિરંકુશતા, પરાક્રમ, નાનો ભાઈ, ચોરી, માંસાહાર, મૂત્રરોગ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે.

 આ કારણે મંગળ ખરાબ હોય કે સારો તેનો પ્રભાવ સ્વાસ્થ્યની દષ્ટીએ પણ આપના શરીરમાં જોવા મળે છે. જો તમને હાઇ બ્લડ પ્રેશર હોય તો તમારો મંગળ ખરાબ છે. તમને ચામડીમાં ખંજવાળ આવતી હોય તો તમારો મંગળ ખરાબ છે. તમે બોલવામાં તોછડા છો તો તમારો મંગળ ખરાબ છે. તમે ક્રોધી છો તો તમારો મંગળ ખરાબ છે. તમારો નાનો ભાઈ દુઃખી છે તેનો અર્થ એ થયો કે તમારો મંગળ ખરાબ છે. તમને કોઈ વાતનો ઉત્સાહ નથી તો તમારો મંગળ ખરાબ છે. જો તમને આળસ આવતી હોય તો તમારો મંગળ ખરાબ છે. તમારાથી શ્રમ નથી થતો તો તમારો મંગળ ખરાબ છે. શત્રુઓ તમારા પર ભારે પડે છે તો તમારો મંગળ ખરાબ છે.

તમે પ્રોપર્ટી લાઇનમાં સક્સેસફૂલ છો તો તમારો મંગળ સારો છે, તમે પોલીસ કે સેનામાં છો તો તમારો મંગળ સારો છે. તમે શિસ્તબદ્ધ છો તો તમારો મંગળ સારો છે. તમે સારા ઇવેન્ટ મેનેજર છો તો તમારો મંગળ સારો છે. તમારું શરીર મસ્ક્યુલર છે તો તમારો મંગળ સારો છે. તમે ખાણીપીણીની લાઇનમાં સફળ છો તો પણ તમારો મંગળ સારો છે. નાના ભાઈ તરફથી તમને ખૂબ સુખ મળે છે તો તમારો મંગળ સારો છે. તમે એક સફળ એન્જિનિયર છો તો પણ તમારો મંગળ સારો છે. તમે સ્પોર્ટ્સમાં આગળ છો તો તમારો મંગળ ખૂબ સારો છે. તમારી પાસે અનેક મિલકત છે તો તમારો મંગળ સારો છે. તમે વર્ષોથી ભાડાંના મકાનમાં રહો છો તો તમારો મંગળ પીડિત છે.

આજ કાલ મંગળ સંબંધિત એક સમસ્યા ખૂબ જોવા મળે છે. તે છે દેવું. આજે મોટી સંખ્યામાં લોકો કરજામાં ડૂબેલા જોવા મળે છે. તેનું કારણ મંગળ જ છે. મંગળ દેવાનો પણ કારક છે. જે જાતકની કુંડળીમાં મંગળ ખરાબ હોય તેમને કર્જાની સમસ્યા રહે છે. આટલું વાંચ્યા પછી તમે સમજી શકશો કે મંગળ જીવનની કેટ-કેટલી બાબતો સાથે જોડાયેલો છે. કેટલાક ઉપાય કરીને મંગળને ઠીક કરી શકાય છે.

મંગળદોષને દૂર કરવાના ઉપાય

  •  નાના ભાઈને મદદરૂપ થાવ. તેને જમાડો. તેની ઇચ્છા પૂરી કરો.
  •  નિયમિતપણે બ્લડ ડોનેટ કરો. (વર્ષમાં ત્રણથી ચાર વખત)
  • દર મંગળવારે મંદિરમાં મસૂરની દાળનું દાન કરો.
  •  મંગળવારના એકટાણા કરો.
  • લાલ કપડાં પહેરવાનું ટાળો.
  •  કડવા સ્વાદનું સેવન કરો.
  • કડવાણી મંગળની પીડા દૂર કરે છે.
  • શરીરમાં હિમોગ્લોબીનની વૃદ્ધિ કરે એવો આહાર લો.
  • બીટ, તુવેર દાળ, ગોળ, મસૂરની દાળને ડાયટમાં કરો સામેલ.
  • વીરોને માન આપો અને કમજોરોની રક્ષા કરો.
  • માંસાહાર ન કરો
  • શક્તિનો દુરુપયોગ ન કરો.

-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget