શોધખોળ કરો

26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ

અંકશાસ્ત્ર મુજબ 26 જૂન 2026ના રોજ બની રહેલા આ ખાસ કેન્દ્ર યોગથી કેટલાક લોકોનું નસીબ ચમકશે, તો કેટલાકે અગત્યના નિર્ણયો લેવામાં ખાસ સાવધાની રાખવી પડશે; જાણો તમારા મૂળાંક પર તેની શું અસર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 26 જૂન 2026ના 'કેન્દ્ર યોગ'ની અંકશાસ્ત્ર પર અસર.
  • મૂળાંક 1-8 માટે સફળતા, આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે.
  • મૂળાંક 4-5 ને મૂંઝવણ ટાળી, સાવધાનીથી નિર્ણય લેવો.
  • મોટા નિર્ણયો લેતી વખતે પ્રેક્ટિકલ વિચાર કરવો હિતાવહ.

Kendra Yog 2026 numerology: શું 26 જૂનનો દિવસ તમારા માટે કોઈ ખાસ મેસેજ લઈને આવી રહ્યો છે? અંકશાસ્ત્ર (Numerology) પ્રમાણે 26 જૂન 2026ના રોજ આકાશમાં એક ખૂબ જ દુર્લભ 'કેન્દ્ર યોગ' બની રહ્યો છે. જ્યારે સૂર્ય અને નેપ્ચ્યુન ગ્રહ એકબીજાથી બરાબર 90 ડિગ્રીના ખૂણા પર આવે છે, ત્યારે આ ખાસ યોગ બને છે. આ યોગની 1, 4, 5 અને 8 મૂળાંક ધરાવતા લોકોના જીવન, તેમના આત્મવિશ્વાસ અને નિર્ણયો પર સીધી અને ખૂબ જ ઊંડી અસર પડવાની છે. અમુક મૂળાંકવાળા લોકોને આ સમયે જબરદસ્ત સફળતા મળી શકે છે, તો કેટલાકે આ સમયગાળા દરમિયાન કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 4, 5 કે 8 તારીખે અથવા આ મૂળાંકના સરવાળા પર થયો છે, તો આ યોગ તમારા માટે કેવો રહેશે.

નંબર 1: આત્મવિશ્વાસ અને લીડરશિપમાં થશે જબરદસ્ત વધારો

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક 1 બને છે. આ મૂળાંકનો સ્વામી સૂર્ય છે અને આ કેન્દ્ર યોગમાં સૂર્યનો જ મુખ્ય રોલ છે.

આ દિવસે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. તમે લાંબા સમયથી અટકેલા કામો આસાનીથી પૂરા કરી શકશો.

ઓફિસ કે વેપારમાં તમારી લીડરશિપ ક્વોલિટી નીખરીને બહાર આવશે અને લોકો તમારી વાતો માનશે.

પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે સફળતાની સાથે-સાથે તમારામાં અહંકાર (ઈગો) ન આવી જાય. જો તમે ટીમ વર્કથી કામ કરશો તો મોટો ફાયદો થશે.

નંબર 4: મૂંઝવણ અને ટેન્શનથી બચવાની ખાસ જરૂર

જો તમારો મૂળાંક 4 છે, તો આ કેન્દ્ર યોગ તમારા માટે થોડા પડકારો લઈને આવી શકે છે. આ સમય દરમિયાન તમે નિર્ણયો લેવામાં થોડી મૂંઝવણ અનુભવી શકો છો.

તમને ક્યારેક એવું લાગશે કે તમે સાચા રસ્તે છો, પણ પરિસ્થિતિઓ તમને કન્ફ્યુઝ કરી શકે છે.

આવી સ્થિતિમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળજો. ખાસ કરીને કરિયર, પૈસાના રોકાણ કે અંગત જીવનને લગતા નિર્ણયો લેવામાં ધીરજ રાખવી બહુ જરૂરી છે.

માનસિક ટેન્શન વધવાની શક્યતા છે, તેથી પોઝિટિવ વિચારો અને તમારું રૂટીન સંતુલિત રાખો.

આ પણ વાંચોઃ બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

નંબર 5: ખૂબ જ સમજી-વિચારીને માંડજો ડગલાં

5 મૂળાંક ધરાવતા લોકોએ પણ આ સમયમાં ખૂબ જ સમજી-વિચારીને પગલાં લેવાની જરૂર છે. સાવધાની રાખવાનો આ સીધો સંકેત છે.

લાગણીઓમાં તણાઈને કે કોઈના પ્રભાવમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેતા, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે.

આ કેન્દ્ર યોગ તમારા મનમાં એવી મૂંઝવણ ઊભી કરી શકે છે કે સાચું શું અને ખોટું શું તે નક્કી કરવું તમને અઘરું લાગશે.

નિષ્ણાતોની સલાહ છે કે કોઈ પણ આર્થિક ડીલ કે વેપારનો નિર્ણય લેતા પહેલાં પરિવાર કે મિત્રો સાથે ચર્ચા જરૂર કરજો. તમારી ધીરજ અને સમજદારી જ તમને સફળ બનાવશે.

આ પણ વાંચોઃ 29 જૂનથી કર્ક રાશિમાં બુધ થશે વક્રી: આ રાશિના લોકોએ ખાસ રહેવું સાવધાન, વિચારીને ભરવા પગલાં

નંબર 8: તમારી સખત મહેનતનું ફળ મળવાનું થશે શરૂ

જો તમારો મૂળાંક 8 છે, તો ખુશ થઈ જાવ! આ કેન્દ્ર યોગ તમારા માટે સારા સમાચાર અને પોઝિટિવ એનર્જી લાવી શકે છે.

તમે અત્યાર સુધી જે પણ સખત મહેનત કરી છે, તેનું સારું રિઝલ્ટ મળવાની શરૂઆત હવે થશે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના નવા રસ્તા ખુલશે.

જોકે, પૈસાની બાબતમાં તમારે પણ સાવચેત રહેવાનું છે. રોકાણ કરતી વખતે ઉતાવળ ન કરવી.

વિચારીને અને શિસ્તથી કામ કરશો તો ભવિષ્યમાં જોરદાર પરિણામ જોવા મળશે.

કેન્દ્ર યોગમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

26 જૂનનો આ કેન્દ્ર યોગ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ પરિણામ લાવી શકે છે. અંકશાસ્ત્ર માત્ર એક સંકેત આપે છે, માટે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં પરિસ્થિતિને પ્રેક્ટિકલ રીતે સમજવી જરૂરી છે. આત્મવિશ્વાસ અને ધીરજથી કામ લેશો તો આ દિવસની એનર્જીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકશો.

અસ્વીકરણ (Disclaimer): અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય આંકડાઓ પર આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી.

Frequently Asked Questions

કેન્દ્ર યોગ શું છે અને તે ક્યારે બને છે?

કેન્દ્ર યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને નેપ્ચ્યુન ગ્રહ એકબીજાથી બરાબર 90 ડિગ્રીના ખૂણા પર આવે છે. 26 જૂન 2026ના રોજ આ દુર્લભ યોગ બની રહ્યો છે.

કેન્દ્ર યોગથી મુખ્યત્વે કયા મૂળાંક ધરાવતા લોકો પ્રભાવિત થશે?

આ યોગની 1, 4, 5 અને 8 મૂળાંક ધરાવતા લોકોના જીવન, આત્મવિશ્વાસ અને નિર્ણયો પર ઊંડી અસર પડશે. કેટલાકને સફળતા મળશે, જ્યારે કેટલાકે સાવધાની રાખવી પડશે.

મૂળાંક 1 ધરાવતા લોકો પર કેન્દ્ર યોગની શી અસર થશે?

મૂળાંક 1 વાળાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે અને અટકેલા કામ પૂરા થશે. લીડરશિપ ક્વોલિટી નીખરશે, પણ અહંકારથી બચવું જરૂરી છે.

મૂળાંક 4 ધરાવતા લોકોએ કેન્દ્ર યોગ દરમિયાન કઈ સાવધાની રાખવી જોઈએ?

તેમને નિર્ણય લેવામાં મૂંઝવણ અને ટેન્શન અનુભવાઈ શકે છે. કરિયર કે પૈસાના રોકાણ અંગે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું અને ધીરજ રાખવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget