ગુજરાત અને પશ્ચિમ ભારતમાં શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ પૂનમ સાથે સમાપ્ત થશે.
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026: વર્ષ 2026માં ગુજરાતમાં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે અને કેટલા સોમવાર આવશે. ચાલો જાણીએ શ્રાવણ 2026 ની તારીખો, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશેની સંપૂર્ણ માહિતી.

- ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026 થી શરૂ થશે.
- રક્ષાબંધન સહિત ઘણાં પર્વો આ શ્રાવણ માસમાં આવશે.
- ભક્તો શિવપૂજા, ઉપવાસ, જળાભિષેક અને મંત્રજાપ કરશે.
- શિવલિંગ પર પંચામૃત, બિલીપત્ર અર્પણ કરી આરતી કરો.
Shrawan 2026: ગુજરાત અને પશ્ચિમ ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુરુવાર, 13 ઓગસ્ટ 2026થી શરૂ થશે અને શ્રાવણ પૂનમ શનિવાર, 11 સપ્ટેમ્બર 2026ના રોજ સમાપ્ત થશે. આ મહિના દરમિયાન ભોલેનાથના ભક્તો ઉપવાસ અને શિવ મંદિરોમાં જળાભિષેક કરી વિશેષ આરાધના કરે છે. શ્રાવણ અને અષાઢ માસમાં અનેક પર્વ અન્ય પણ આવે છે તો ગુરુ પૂર્ણિમાથી માંડીને નંદ ઉત્સવ સુધીના પર્વની યાદી જોઇએ
જાણો કઇ તારીખે ક્યાં પર્વ આવે છે.
28 ઓગસ્ટ રક્ષાબંધન
2 સપ્ટેમ્બર - રાંધણછઠ્ઠ
3 સપ્ટેમ્બર - સાતમ
4 સપ્ટેમ્બર - આઠમ
5 સપ્ટેમ્બર- નંદ ઉત્સવ
શ્રાવણમાં કેટલા સોમવાર આવશે
17 ઓગસ્ટ સોમવાર
24 ઓગસ્ટ સોમવાર
31 ઓગસ્ટ સોમવાર
7 સપ્ટેમ્બર સોમવાર
શ્રાવણ માસમાં શું કરવું
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર મહિનામાં દરરોજ શિવજીની પૂજા કરવી જોઈએ. ભક્તોએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું અને ગરીબોને ભોજન કરાવવું પુણ્યશાળી માનવામાં આવે છે. શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાથી તેમજ શિવ મંત્રોનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય
પૂજા અને ઉપાસનાની મુખ્ય વિધિ:જળાભિષેક:
શિવલિંગ પર શુદ્ધ જળ અથવા દૂધનો અભિષેક કરવો.
મંત્ર જાપ: પૂજા દરમિયાન "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો.
બ્રહ્મચર્ય: આ પવિત્ર માસ દરમિયાન મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખવી.
દાન-પુણ્ય: જરૂરિયાતમંદો અને ગરીબોને ભોજન કરાવવું.
આ પણ વાંચો: સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
પૂજા વિધિ અને અભિષેક શ્રાવણ માસના પ્રથમ દિવસે અથવા સોમવારે પૂજા કરવા માટે નીચે મુજબની વિધિ અનુસરો:
સૌ પ્રથમ હાથમાં જળ અને પુષ્પ લઈ વ્રત કે પૂજાનો સંકલ્પ કરો.
શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો.
ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી બનેલા 'પંચામૃત' વડે શિવલિંગનો અભિષેક કરો.
આ દરમિયાન 'ૐ નમઃ શિવાય' મંત્રનો સતત જાપ કરતા રહો.
પંચામૃત સ્નાન બાદ ફરીથી શુદ્ધ જળથી અભિષેક કરો.
શિવલિંગ પર ચંદન, રોલી અને અક્ષત (ચોખા) અર્પણ કરો.
ભગવાન શિવને અત્યંત પ્રિય એવા બિલીપત્ર, ધતુરો,
આંકડો અને કનેરના પુષ્પો અર્પણ કરો. નૈવેદ્ય તરીકે ખીર, સફેદ મીઠાઈ, ફળ અને ઠંડાઈ ધરાવો.
અંતમાં ધૂપ-દીવો કરી શિવજી અને માતા પાર્વતીની આરતી ઉતારો
અને જાણતા-અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા યાચના કરવી
Frequently Asked Questions
શ્રાવણ 2026 ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે?
શ્રાવણ માસમાં કેટલા સોમવાર આવશે?
શ્રાવણ માસમાં કુલ ચાર સોમવાર આવશે. આ સોમવાર 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ છે.
શ્રાવણ માસમાં મુખ્ય કઈ વિધિઓ કરવી જોઈએ?
શ્રાવણ માસમાં જળાભિષેક,
ભગવાન શિવને પૂજા દરમિયાન કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ?
શિવલિંગ પર ચંદન, રોલી, અક્ષત, બિલીપત્ર, ધતુરો, આંકડો અને કનેરના પુષ્પો અર્પણ કરવા જોઈએ. નૈવેદ્ય તરીકે ખીર, સફેદ મીઠાઈ, ફળ અને ઠંડાઈ ધરાવી શકાય છે.
શ્રાવણ માસ દરમિયાન કયા મુખ્ય પર્વો આવે છે?
શ્રાવણ અને અષાઢ માસમાં રક્ષાબંધન, રાંધણછઠ્ઠ, સાતમ, આઠમ અને નંદ ઉત્સવ જેવા અનેક પર્વો આવે છે.



















