Navratri 2022 : ચૈત્ર નવરાત્રિનું પર્વ ક્યારે છે? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને પ્રથમ દિવસની પૂજા
Navratri 2022 : નવરાત્રિનું પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મા દુર્ગાના આગમને આવકારવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તો જાણીએ ઘટસ્થાપનું મૂહૂર્ત શું છે.
Navratri 2022 :નવરાત્રિનું પર્વ હિંદુ ઘર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. નવરાત્રિમાં મા નવદુર્ગાના નવેય સ્વરૂપની નવ દિવસ પૂજા થાય છે. શાસ્ત્રમાં મા દુર્ગાને શક્તિનું પ્રતીક મનાય છે. માન્યતા છે કે, જો વિધિવત અને ભાવથી મા દુર્ગાનું નવ દિવસ પૂજન અર્ચન કરવામાં આવે તો જીવનના દરેક કષ્ટો દૂર થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે તેમ જ સમસ્ત મનોકામનાની પણ પૂર્તિ થાય છે. તો આ વર્ષે 2022માં ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થાય છે.
ચૈત્ર નવરાત્રિ ક્યારે છે?
ચૈત્ર માસમાં આવતી નવરાત્રિની ચૈત્ર નવરાત્રિ કહે છે. હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસની નવરાત્રિ 2 એપ્રિલ 2022થી 11 એપ્રિલ સુધી મનાવવામાં આવશે. વિશેષ વાત એ પણ છે કે, આ વર્ષે નવરાત્રિમાં કોઇપણ તિથિનો ક્ષય થતો નથી.
ઘટસ્થાપનાનું શુભ મૂહૂર્ત શું છે?
નવરાત્રિમાં ઘટસ્થાપનનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રિમાં ઘટસ્થાપન 02 એપ્રિલે કરાશે. હિંદુ કેલેન્ડર મુજબ, પ્રતિપદા તિથિ 01 એપ્રિલ 2022 ના રોજ સવારે 11:53 વાગ્યે શરૂ થશે અને 02 એપ્રિલના રોજ સવારે 11:58 વાગ્યે સમાપ્ત થશે.
ઘટસ્થાપનાનું શુભ મૂહૂર્ત
2 એપ્રિલના રોજ સવારે 6.10 થી 8.31 સુધી.
ઘટસ્થાપન અભિજીત મુહૂર્ત
2 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી 12.50 મિનિટ સુધી રહેશે.
રાહુકાળ
આ દિવસે રાહુકાલ સવારે 9.17 થી 10.51 સુધી રહેશે. રાહુકાલમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
નવરાત્રિનો પ્રથમ દિવસ
શૈલપુત્રીની પૂજા
નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવે છે.શૈલ પુત્રીને સૌભાગ્ય અને શાંતિની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારના સુખ અને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.