(Source: ECI/ABP News/ABP Majha)
Pitru Paksha 2022: પિતૃપક્ષમાં પિતૃઓ આ સ્વરૂપે આવે છે ઘરે, તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો
પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહ્યો છે. જાણો પિતૃ પક્ષમાં પિતૃઓ તમારા ઘરમાં કયા રૂપમાં આવે છે. તેમને ક્યારેય ખાલી હાથે પરત ન ફરવા દેવા જોઇએ નહિ તો પૂર્વજો ગુસ્સે થઈ જાય છે.
Pitru Paksha 2022:પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહ્યો છે. જાણો પિતૃ પક્ષમાં પિતૃઓ તમારા ઘરમાં કયા રૂપમાં આવે છે. તેમને ક્યારેય ખાલી હાથે પરત ન ફરવા દેવા જોઇએ નહિ તો પૂર્વજો ગુસ્સે થઈ જાય છે.
પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરીને અનુષ્ઠાન, તર્પણ અને દાનનું વિશેષ મહત્વ છે. પિતૃ લોકને ચંદ્રના ઉર્ઘ્વના ભાગમાં માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે. શાસ્ત્રો અનુસાર પ્રકૃતિ સાથે જોડાયેલી ઘણી બાબતોમાં પૂર્વજોનું સ્થાન જણાવવામાં આવ્યું છે. પિતૃપક્ષમાં મનુષ્યથી લઈને પક્ષીઓ સુધીના પૂર્વજો અનેક રૂપમાં તમારા દ્વારે આવી શકે છે, આપણે તેને ઓળખતા નથી. ચાલો જાણીએ પિતૃ પક્ષમાં પિતૃઓ તમારા ઘરમાં કયા રૂપમાં આવે છે. એવું કહેવાય છે કે તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ નહીંતર પૂર્વજો નારાજ થાય છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પિતૃ પક્ષમાં ક્યાં કયાં સ્વરૂપે ઘરે આવે છે પિતૃ
કાગડો
પિતૃપક્ષમાં ઘરે આવેલા કાગડાને ક્યારેય ભગાડો નહીં. કાગડાને ભોજન આપો. જો આવું ન કરવા પર પિતૃ નારાજ થઇ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાદ્ધ પક્ષમાં 15 દિવસ સુધી પિતૃઓ કાગડા દ્વારા ભોજન લે છે. તેનાથી તેઓ માત્ર સંતુષ્ટ નથી થતા, પરંતુ તેઓ તેમના પરિવારને સુખી જીવનના આશીર્વાદ પણ આપે છે.
ગરીબ-જરૂરિયાતમંદ
પિતૃપક્ષના સમયે જો કોઈ અતિથિ, ગરીબ અને અસહાય વ્યક્તિ ઘરના દરવાજે આવે તો તેનો ક્યારેય અનાદર ન કરવો. એવું કહેવાય છે કે પૂર્વજો કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે, તેથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો. તેમને ક્યારેય ખાલી હાથે પરત ન જવા દો. પિતૃપક્ષમાં ભિક્ષુકને નિરાશ ન કરો. દાન અચૂક આપો.
શ્વાન-ગાય
શ્વાનને પણ યમના દૂત માનવામાં આવે છે. શ્વાન પક્ષમાં પંચબલી ભોગમાં કૂતરા અને ગાયના નામનો ભોગ પણ લેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં ગાય અને કૂતરાનું ઘરના દરવાજા પર આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તેઓ રસ્તામાં જોવા મળે તો પણ તેમને ક્યારેય મારીને ભગાડશો નહીં, તેમને ખાવા માટે ચોક્કસ આપો. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. બીજી તરફ પિતૃપક્ષમાં ગાયની સેવા કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે.
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.