શોધખોળ કરો

Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?

Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી (રક્ષાસૂત્ર) બાંધે છે. ચાલો જાણીએ કે આપણે કેટલા દિવસ સુધી રાખડી આપણા કાંડા પર રાખી શકીએ છીએ.

Rakshabandhan 2025:રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે, જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ છે. રક્ષાબંધનના દિવસે, બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. ભાઈના કાંડા પર રાખડી બાંધીને, બહેન તેની પાસેથી આજીવન રક્ષણનું વચન માંગે છે. તે ભાઈના લાંબા આયુષ્ય અને સફળતાની પણ કામના કરે છે.

પવિત્ર સંબંધનું સૂત્ર છે રાખડી

રાખડી એ એક પવિત્ર સંબંધનું સૂત્ર છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવતી રાખડી ફક્ત કાચો દોરો નથી પણ એક પવિત્ર સંબંધનો દોરો છે, જે પ્રેમ, વિશ્વાસ અને આદરનું પ્રતીક પણ છે. લોકો રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ભાવથી રાખડી પણ બાંધે છે. પરંતુ જ્યારે કાંડામાંથી રાખડી કાઢવાની વાત આવે છે, ત્યારે તેઓ તેના પર વધુ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો રાખડી ખોલીને અહીં-ત્યાં ફેંકી પણ દે છે, જ્યારે આ ખૂબ જ ખોટી રીત છે. તેથી, જાણો કે કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી નાખવી જોઈએ અને રાખડી કાઢ્યા પછી શું કરવું જોઈએ.

કેટલાક દિવસે હાથ પરથી ઉતારી શકાય રાખડી

તમારા કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી શકો  છો તે તમારી શ્રદ્ધા, સુવિધા અને વ્યક્તિગત માન્યતા પર આધાર રાખે છે. પરંતુ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, કેટલીક માન્યતાઓ અને નિયમો કહેવામાં આવ્યા છે, જેનું પાલન કરવું આવશ્યક છે.

ધર્મ શું કહે છે- ધાર્મિક દ્રષ્ટિકોણથી, રાખડી કાઢવાનો કોઈ નિશ્ચિત સમય કે ખાસ દિવસ નથી. પરંતુ તમે શ્રાવણ પૂર્ણિમાથી ભાદ્રપદ અમાવસ્યા એટલે કે 15 દિવસ સુધી કાંડા પર રાખડી બાંધી રાખી શકો છો. કેટલીક માન્યતાઓ એવી છે કે રાખડી 3, 7 કે 11 દિવસ સુધી હાથમાં રાખવી જોઈએ અને પછી કાઢી નાખવી જોઈએ. ઘણા લોકો જન્માષ્ટમી કે ગણેશ ચતુર્થીના દિવસે પણ રાખડી કાઢે છે. પરંતુ રાખડી ઓછામાં ઓછા 24 કલાક સુધી હાથમાં બાંધેલી રહેવા દો. તે પહેલાં રાખડી ન કાઢો. ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષની શરૂઆત પહેલાં રાખડી કાઢી દેવી જોઈએ.

કાંડામાંથી કાઢી નાખેલી રાખડીનું શું કરવું?

રાખડી કે રક્ષાસૂત્ર એક પવિત્ર દોરો છે. તેથી, તેને અહીં-ત્યાં ફેંકવું જોઈએ નહીં. રાખડી કાઢ્યાં પછી, તમે તેને પાણીમાં પ્રવાહિત કરીને પ્રદૂષણ ફેલાવવું કરતા તેને   ઝાડ પર બાંધી શકો છો અથવા છોડની માટીમાં  દાટી શકો છો. પરંતુ કાંડામાંથી કાઢી નાખ્યા પછી રાખડીને અહીં-ત્યાં ફેંકવી યોગ્ય નથી, ઝાડ કે છોડની  માટીમાં તમે રાખડીને દાટી શકો છો.

વિજ્ઞાન શું કહે છે- વિજ્ઞાન અને ધાર્મિક માન્યતાઓના નિયમો ક્યાંકને ક્યાંક એકબીજાને ટેકો આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, રાખડીને ઘણા દિવસો સુધી હાથમાં રાખવી સારી માનવામાં આવતી નથી. વિજ્ઞાન અનુસાર, રાખડી કે રક્ષાસૂત્ર કપાસ કે રેશમના દોરાથી બનેલું હોય છે, જે પાણી કે ધૂળના સંપર્કમાં આવવાથી ગંદા થઈ જાય છે અને તેનાથી બેક્ટેરિયાનું જોખમ વધી શકે છે. તેથી, તમારે રાખડીને ફક્ત ત્યાં સુધી જ રાખવી જોઈએ જ્યાં સુધી તે સારી અને સ્વચ્છ સ્થિતિમાં હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Guru Nakshatra Gochar: 19 ઓગસ્ટથી ગુરુ બદલશે નક્ષત્ર, આ રાશિઓની કિસ્મત ચમકશે!
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Chandra Grahan 2026: રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ! શું રાખડી બાંધવાના મુહૂર્તમાં થશે ફેરફાર?
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget