Surya Grahan 2022: સૂર્યગ્રહણની આ 4 રાશિ પર થશે નકારાત્મક અસર, વધી શકે છે મુશ્કેલી
Surya Grahan 2022: સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે, એટલે કે તેના પર ગ્રહણ હોય તો તેને શુભ કહી શકાય નહીં. તે તમામ રાશિઓ પર અસર કરશે.
Surya Grahan 2022: સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે, એટલે કે તેના પર ગ્રહણ હોય તો તેને શુભ કહી શકાય નહીં. તે તમામ રાશિઓ પર અસર કરશે.
સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબર મંગળવારના રોજ થશે. 24 ઓક્ટોબર, સોમવારે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષના મતે દિવાળી પૂજા કે ગોવર્ધન પૂજા પર સૂર્યગ્રહણની કોઈ અસર નહીં થાય. જાણો સૂર્યગ્રહણ દરમિયાન કઈ રાશિના લોકોએ સાવચેતી રાખવી જોઈએ.
સૂર્યગ્રહણ 2022 સમય
25 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે 04.23 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે, જે સાંજે 06.25 સુધી ચાલશે. ગ્રહણનો મધ્ય સમય 05:28 કલાકે રહેશે અને મોક્ષ સાંજે 06.25 કલાકે થશે.
સૂર્યગ્રહણ વખતે આ રાશિએ રહેવું સાવધાન
વૃષભઃ- વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આ સમયમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. મન અશાંત રહી શકે છે. ધનહાનિ થવાની સંભાવના છે.
મિથુનઃ- મિથુન રાશિના લોકો માટે સૂર્યગ્રહણનો સમયગાળો મુશ્કેલ બની શકે છે. આ સમયે તમારે બિનજરૂરી ખર્ચાઓથી બચવું જોઈએ. કામમાં અડચણો આવી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.
કન્યાઃ- કન્યા રાશિના જાતકોને આર્થિક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કામકાજમાં સાવધાની રાખો. કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. ઈજા થવાનું જોખમ છે.
તુલાઃ- સૂર્યગ્રહણ તુલા રાશિના લોકોની પરેશાનીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કોઈ વાતથી મન પરેશાન થઈ શકે છે.
Swapna Shastra: સ્વપ્નમાં જોવા મળે હાથી તો સમજી લો ખુલી ગઈ તમારી કિસ્મત, મળે છે શુભ સંકેત
Swapna Shastra: મોટાભાગના લોકોને રાત્રે સૂતી વખતે સપના આવે છે. કેટલાક સપના સારા હોય છે અને કેટલાક ખૂબ ખરાબ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે. જો તમે સપનામાં હાથી જુઓ છો તો તેનો પણ વિશેષ અર્થ છે. હાથીને ઐશ્વર્ય અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. હાથીનું સ્વપ્ન જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સુખ-શાંતિનું સૂચક માનવામાં આવે છે. સ્વપ્નમાં હાથી જોવાનો અર્થ શું છે તે જાણો સ્વપ્ન શાસ્ત્રોમાંથી.
હાથી સુખ અને સમૃદ્ધિનો આપે છે સંકેત
સ્વપ્નમાં હાથી જોવાનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં માન અને સન્માન મળવાનું છે. જો તમે સ્વપ્નમાં તમારી જાતને હાથી પર સવારી કરતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ પ્રગતિ મળવાની છે. ખાસ કરીને જો સ્વપ્નમાં ઐરાવત હાથી દેખાય તો તે કોઈ મોટી સિદ્ધિનો સૂચક માનવામાં આવે છે. આ સિદ્ધિને કારણે સમાજમાં તમારો દરજ્જો વધશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. બીજી તરફ જો સપનામાં હાથી-હાથણીની જોડી જોવા મળે તો તેનો અર્થ છે કે દાંપત્ય જીવનમાં ખુશીઓ આવવાની છે.
ધન લાભનો સૂચક હાથી
જો કોઈ સગર્ભા સ્ત્રી તેના સ્વપ્નમાં હાથી જુએ છે, તો તે નસીબદાર બાળકના આગમનનો સંકેત આપે છે. ડોલતા હાથીનું સ્વપ્ન જોવાનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવશો. સ્વપ્નમાં હાથીઓનું ટોળું જોવું એ અચાનક નાણાકીય લાભ સૂચવે છે. તમારા સપનામાં હાથીને ઊભો જોવાનો અર્થ એ છે કે તમારા કામમાં અવરોધ આવી શકે છે અને મુશ્કેલીના સમયે તમે એકલા પડી શકો છો.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.