Hanuman Janmostav 2023 Live: હનુમાન જંયતીના અવસરે, સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું વિધિવત પૂજન અર્ચન
Hanuman Janmostav 2023 :પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે , આજે હનુમાન જયંતિ છે. ચાલો જાણીએ આજનું પંચાંગ અને શુભ મૂહૂર્ત
LIVE
Background

પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક કાર્યની દૃષ્ટિએ વિશેષ છે. આજે પૂર્ણિમા તિથિ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સવારે 10:06 સુધી રહેશે. આ દિવસે ગ્રહોની ગતિ અને નક્ષત્રોની સ્થિતિ મહત્વપૂર્ણ છે. ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હનુમાન જયંતી પણ છે.
આજની તિથિ
આજના પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવારે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. આ પછી વૈશાખ માસની એકમની તિથિ શરૂ થશે.
હનુમાન જયંતીનું શુભ મૂહૂર્ત
આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 05 એપ્રિલે સવારે 09.19 કલાકે શરૂ થશે અને 06 એપ્રિલે સવારે 10.04 કલાકે પૂર્ણ થશે. હનુમાન જયંતી 06 એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવશે.સવારે 06:06 થી 07:40 સુધી, ત્યારબાદ સવારે 10:49 થી 12:23 થી બપોરે 1:58 સુધી. આ દિવસે સાંજના સમયે પણ શુભ સમય રહેશે.
મોરબી: ખોખરાધામ હનુમાન મંદિરમાં અબજ રામ નામ લેખન હનુમંતના ચરણે કરવામાં આવ્યાં અર્પણ
મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાન જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને પણ અર્પણ કરાવામાં આવ્યા હતા.
મોરબી પંથક અને ગુજરાતભરના આસ્થાના કેન્દ્ર એવા ભરતનગર અને બેલા વચ્ચે આવેલ ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જયંતિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હોમ હવન, મહાપ્રસાદ, ધૂન ભજન, રામ નામના જાપ અને સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું.અને રામ ચરિત માનસનું આયોજન થયું છે.
ઉલ્લેખનિય છે કે, ખોખરાધામ હનુમાન ખાતે હનુમાન જયંતી નિમિતે સંતવાણી સહિતના કાર્યક્રમો તા.9 સુધી યોજાશે. આજે હનુમાન જયંતીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યાં હતા..હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી.
દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે જન્મોત્સવની અનોખી ઉજવણી
યાત્રાધામ બેટ દ્વારકા અને પ્રખ્યાત હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જંયતીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી. અહી હનુમાન જયંતી પ્રસંગે ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં પદયાત્રીઓ મંદિર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શિશ ઝુકાવી આશિષ મેળવ્યાં હતા.અનેક સ્થળો પર પદયાત્રીઓ અને ભાવિકો માટે સેવા કૅમ્પો પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતી પ્રસંગે દાંડી હનુમાન મંદિરે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો