Raksha Bandhan 2025: આવતી કાલે રક્ષા બંધનનુ પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન
Raksha Bandhan 2025: રક્ષા બંધનનો તહેવાર આવતી કાલે 9 ઓગસ્ટ શ્રાવણી પૂનમે ઉજવાશે. જાણીએ શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન

Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂનમે ઉજવવામાં આવે છે. આ દિવસને ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના બંધનનું પ્રતીક માનવામાં આવે છે. રક્ષા બંધનની વાર્તા રાજા બાલી અને માતા લક્ષ્મી સાથે સંબંધિત છે. જાણીએ શુભ મુહૂર્ત અને વિધિ વિધાન
રક્ષાબંધન 2025 તારીખ અને સમય
શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ - 08 ઓગસ્ટ બપોરે 02:12 વાગ્યે
શ્રાવણ પૂર્ણિમા તિથિનો અંત - 09 ઓગસ્ટ સવારે 01:24 વાગ્યે
આવી સ્થિતિમાં, રક્ષાબંધનનો તહેવાર 09 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
9 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાનો યોગ્ય સમય સવારે ૦5:21 થી બપોરે ૦1:24 વાગ્યા સુધીનો છે.
8 ઓગસ્ટના રોજ, ભદ્રા ૦2:12 વાગ્યે શરૂ થશે. તે ૦9 ઓગસ્ટના રોજ રાત્રે 1:52 મિનિટે સમાપ્ત થશે. તેથી, રક્ષા બંધન બીજા દિવસે એટલે કે ૦9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
પંચાંગ
સૂર્યોદય: સવારે ૦5:47
સૂર્યાસ્ત: સાંજે ૦7:૦6
ચંદ્રઉદય: સાંજે ૦7:21
ચંદ્રઅસ્ત: ચંદ્રાસ્ત નહીં
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:22 થી 05:04 સુધી
વિજયા મુહૂર્ત: બપોરે 02:40 થી 03:33 સુધી
ગોધુલી મુહૂર્ત: સાંજે 07:06 થી 07:27 સુધી
નિશિતા મુહૂર્ત: સવારે 12:05 થી 12:48 સુધી
રક્ષા બંધનના ઉપાય
શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. દીવો પ્રગટાવીને આરતી કરો. આ પછી ગરીબોને અથવા મંદિરમાં દૂધ, દહીં, ચોખા અને ખાંડ જેવી વસ્તુઓનું દાન કરો. ધાર્મિક માન્યતા અનુસાર, આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્ર અને શુક્ર બળવાન બને છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે શુભ ફળ પ્રાપ્ત થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો




















