Shukra Gochar: 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં કરશે પ્રવેશ, આ ત્રણ રાશિના જીવન પર શું થશે અસર જાણો
વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ અને વૈભવપૂર્ણ જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન 13 જુલાઈ 2022 ના રોજ થવા જઈ રહ્યું છે. જેથી આ ત્રણ રાશિ પર વિશષ અસર થશે.
![Shukra Gochar: 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં કરશે પ્રવેશ, આ ત્રણ રાશિના જીવન પર શું થશે અસર જાણો Venus will enter Gemini on July 13, these zodiac sign will have an effect Shukra Gochar: 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં કરશે પ્રવેશ, આ ત્રણ રાશિના જીવન પર શું થશે અસર જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/12/c70aa220ba82af23e8b1d25b120ad71d1657600416_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shukra Gochar: વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ અને વૈભવપૂર્ણ જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન 13 જુલાઈ 2022 ના રોજ થવા જઈ રહ્યું છે. 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું રાશિ પરિવર્તનનો સમયગાળો 23 દિવસનો છે. તે 23 દિવસ સુધી મિથુન રાશિમાં રહેશે. તે પછી 7 ઓગસ્ટે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે શુક્ર ગ્રહ 23 દિવસ પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 13 જુલાઈએ મિથુન રાશિમાં શુક્રનું ગોચર આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે. આ સમય દરમિયાન તેમને ખૂબ પૈસા મળશે.
મિથુન રાશિ
શુક્રનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. જે લોકો તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે. આ સમય તેમને ઘણી તકો આપશે. જે લોકો નવું કામ શરૂ કરવા ઈચ્છે છે. તેઓ શરૂ કરી શકે છે. તેમને સફળતા મળશે. ભાગીદારીના કામમાં પણ સફળતા મળવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના લોકો માટે પણ આ સમય શુભ રહેશે. વેપારીઓના નફામાં વધારો થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કરિયરમાં ઘણી તકો મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. શત્રુઓનો પરાજય થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
તુલા રાશિ
નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો છે. તમને ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. વેપાર સારો રહેશે. નવી નોકરી માટે ઓફર આવી શકે છે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સપનું પૂરું થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)