શોધખોળ કરો

દિવાળી ક્યારે છે? 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર, જ્યોતિષાચાર્યે બતાવી સાચી તારીખ અને શુભ મુહૂર્ત

BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે, ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે. જાણો કયા દિવસે મનાવવામાં આવશે દિવાળી

Diwali 2024:આ વખતે પ્રકાશપર્વ  દિવાળીને લઈને મૂંઝવણ છે. આ મૂંઝવણ વચ્ચે કાશીના વિદ્વાનોએ દિવાળીની ચોક્કસ તારીખ જણાવી છે. બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન ફેકલ્ટીમાં વિદ્વાનોની બેઠક બાદ દિવાળીની તારીખને લઈને તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ છે.

કાશીના વિદ્વાનોના મતે આ વખતે દિવાળી 31 ઓક્ટોબરે જ મનાવવામાં આવશે. BHUના જ્યોતિષ વિભાગના પ્રોફેસર ડૉ. સુભાષ પાંડેએ જણાવ્યું કે ચતુર્દશી તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.31 વાગ્યા સુધી છે. ત્યાર બાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 1લી ઓક્ટોબરે સાંજે 5.24 વાગ્યા સુધી ચાલશે

ત્યારપછી એકમ  તિથિ શરૂ થશે.એકમ તિથિ પર દિવાળીની પૂજા કરવામાં આવતી નથી. પ્રદોષવ્યાપીની અને રાત્રીવ્યાપીની અમાવસ્યા 31મી ઓક્ટોબરે છે, તેથી સમગ્ર દેશમાં દિવાળી 31મીએ જ ઉજવવામાં આવશે..

 દિવાળીની પૂજાને લઈને કેટલાક અખબારો અને વોટ્સએપમાં ભ્રમ પેદા કરવાનો દૂષિત પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભારત અને મધ્યપ્રદેશના તમામ પ્રતિષ્ઠિત પંચાંગોએ એકરૂપતા લાવીને 31 ઓક્ટોબર 2024ના રોજ દિવાળી મહાલક્ષ્મી પૂજા દર્શાવી છે.

  હૃષીકેશ પંચાંગ, પુષ્પાંજલિ પંચાંગ, પં. અયોધ્યા પ્રસાદ ગૌતમ પંચાંગ, પં. બાબુલાલ ચતુર્વેદી પંચાંગ અને ભુવન વિજય પંચાંગ વગેરેએ 31મી ઓક્ટોબરના રોજ લક્ષ્મી કુબેરની પૂજા કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં, જ્યોતિષ મઠ અનુસાર, દિવાળીની પૂજાની પદ્ધતિ વિશે દીપમલ્લીકા ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રદોષ કાળ અને મહાનિષા કાળ દરમિયાન અમાવસ્યા તિથિ હોય ત્યારે મહાલક્ષ્મી, કુબેર વગેરેની પૂજા કરવી જોઈએ.

પ્રદોષવ્યાપીની અમાવસ્યામાં દિવાળીનો તહેવાર

દિવાળી હંમેશા પ્રદોષવ્યાપીની અમાવસ્યા પર ઉજવવામાં આવે છે.  જેથી 31 ઓક્ટોબરે  જ રહેશે,  ઉદિયા તિથિ સાથે  કોઈ લેવાદેવા નથી. તેથી, દિવાળીની તારીખને લઈને કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.             

પશ્ચિમી પંચાંગ મૂંઝવણ ફેલાવી રહ્યા છે

કેટલાક પશ્ચિમી પંચાંગોમાં દિવાળીની તારીખ 1 નવેમ્બર દર્શાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટી છે. ધર્મ અને શાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે છે. દેશના તમામ મુખ્ય પંચાંગોમાં આ તારીખનો ઉલ્લેખ છે.  આ વર્ષે અમાવસ્યાની તિથિ 31મી ઓક્ટોબરે બપોરે 3.40 વાગ્યાથી શરૂ થઈને 1લી નવેમ્બરે સાંજે 4.40 વાગ્યા સુધી છે. તેથી 31મીએ દીપોત્સવ ઉજવવાની સલાહ છે. 

- જ્યોતિષાચાર્ય, આચાર્ય તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
Embed widget