શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત

Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.

Ahmedabad News:  અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના સરખેજ વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે ફોનમાં સ્ટેટ્સ મુકવા બાબતે બબાલ થઈ હતી જેમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર ઇજાના કારણે એક યુવકનું મોત 

સરખેજમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાતે એક એક્ટિવા પર કેટલાક લોકો આવ્યા હતા, જેમણે ત્યાંના લોકો સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ એક જ પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરાયો હતો. આ હુમલામાં કુલ ચાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.

આશિષ ઠાકોર અને મહેશ ભાભર વચ્ચે ઝઘડો થયો હતો. મહેશ ભાભર ઉર્ફે રાજુના માણસોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. આશિષ ઠાકોરને બચાવવા વચ્ચે પડેલા ગણેશ નામના યુવકનું મોત થયું છે. બે જૂથની અથડામણમાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. દોઢ મહિના પહેલા પણ આશિષ ઠાકોર હુમલો થયો હતો. 

આરોપીઓ ફરાર થઈ ગયા

ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓને પકડવા તપાસ કરી રહી છે, બીજી તરફ મૃતકના પરિવારે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરી છે.

મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે  જ્યારે અમે બધા ઘરની બહાર વાત કરવા નીકળ્યા ત્યારે તેમણે અચાનક જ અમારા પર હુમલો કરી દીધો. તેઓ બીજા લોકોને પણ પાછળથી બોલાવીને લાવ્યા હતા અને અચાનક અમને મારીને ભાગી ગયા. અમારા છોકરાના મોત માટે અમને ન્યાય જોઈએ. આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. આ લોકો હવે અમારા ગામમાં રહેવા જ ન જોઈએ, તેમના મકાનો તોડી પાડવા જોઈએ.

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget