શોધખોળ કરો

Paush Purnima 2023: પોષી પૂનમ ક્યારે છે અને દિવસનો શું છે ઇતિહાસ, મા અંબાનો આ કારણે કહેવાય છે પ્રાગટ્ય દિન

6 જાન્યુઆરીએ એટલે કે આવતી કાલે પોષી પૂનમ છે. આ દિવસ માં અંબા નો પ્રાગટ્ય પણ છે. જાણીએ શું આ દિવસનું માહાત્મ્ય

Paush Purnima 2023:6 જાન્યુઆરીએ એટલે કે આવતી કાલે પોષી પૂનમ છે. આ દિવસ માં અંબા નો પ્રાગટ્ય પણ છે. જાણીએ શું આ દિવસનું માહાત્મ્ય

6 જાન્યુઆરી એટલે કે આવતી કાલે શુક્રવારે પોષી પૂનમ છે. પોષ મહિનામાં આવતી પૂનમને પોષી પૂનમ કહે છે.  આજ દિવસે  માં અંબાનો પ્રાગટ્ય  દિવસ હોવાથી આ પૂનમનું અનેરૂં માહાત્મ્ય છે. આ દિવસે માની આરાધના વ્રતની સાથે આ દિવસ ભાઇ બહેનના હેતની અભિવૃદ્ધિ કરતો ઉત્સવ પણ છે.

હિન્દુ ધર્મમાં પૂનમનું અનેરુ મહત્વ છે. પૂનમના દિવસે મા જગદંબાની આરાધના ઉપવાસ કરીને કરવાનું મહત્વ છે. પૂનમના દિવસે માંય મંદિરમાં માના દર્શનનો પણ મહિમા રહેલો છે. આ અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે મા અંબાના દ્રારે અંબાજીએ પણ માંય ભક્તોનો જમાવડો જામે છે. વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લખ છે. કહેવાય છે કે, પોષી પૂનમના દિવસે જ  માના  હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે.

પોષી પૂનમનો અવસર ભાઇ બહેનના હેતને પણ સમર્પિત છે. આજના દિવસ બહેન ઉપવાસ કરીને પૂનમનુ વ્રત રાખે છે અને સાંજે ચંદ્રમાની પૂજા કરીને ભાઇ દિર્ઘાયુ અને સુખી સમૃદ્ધ જીવનની કામના કરે છે અને  ભાઇનું મુખ જોઇને વ્રત પૂર્ણ કરે છે.

Thursday: ગુરૂવારના દિવસે બહેનો ભૂલથી પણ ન કરે આ કામ, ધન સંકટની સાથે પતિ અને બાળકો પર થશે વિપરિત અસર

Thursday:હિંદુ ધર્મમાં, સપ્તાહનો  દરેક દિવસ એક અથવા બીજા ભગવાનને સમર્પિત છે. ગુરુવાર ગુરુનો દિવસ છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન બૃહસ્પતિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને એવું માનવામાં આવે છે કે ગુરુવારે પૂજા અને ઉપવાસ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક બ અસર પડે છે. અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.

કોઈપણ કુંડળીમાં બીજું અને અગિયારમું  સ્થાન ધનનું છે. આ બંને સ્થાનોનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ગ્રહને નબળો પાડનાર કામ કરવાથી ધનની વૃદ્ધિ અટકી જાય છે. નાણાકીય લાભ માટે ગમે તેવી સ્થિતિ સર્જાઈહોય પરંતુ ગુરૂવારે આ કામ કરવાથી  વિક્ષેપ આવવા લાગે છે. માથું ધોવા, ભારે કપડા ધોવા, વાળ કાપવા અને મુંડન કરાવવું, શરીરના વાળ સાફ કરવા, ફેશિયલ કરાવવું, નખ કાપવા, ઘરમાંથી જાળા સાફ કરવા, ઘરના જે ખૂણે-ખૂણા રોજ સાફ ન થઈ શકતા હોય તેને ગુરૂવારે  સાફ ન કરવા.આ બઘા જ કામ કરવાથી પૈસાની ખોટના સંકેત. પ્રગતિમાં ઘટાડો થવાનો સંકેત છે.ગુરુવાર ધર્મનો દિવસ છે અને બ્રહ્માંડમાં સ્થિત નવ ગ્રહોમાં ગુરુ વજનમાં સૌથી ભારે ગ્રહ છે.

આ જ કારણ છે કે આ દિવસે દરેક કામ જે શરીર કે ઘરમાં હળવાશ લાવે છે. આવા કાર્યો કરવા માટે પ્રતિબંધ છે કારણ કે આમ કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. એટલે કે ગુરુના પ્રભાવમાં આવતા કારક તત્વોની અસર હળવી બને છે. ગુરુ એ ધર્મ અને શિક્ષણનો કારક છે. ગુરુ ગ્રહ નબળો પડવાથી શિક્ષણમાં નિષ્ફળતા મળે છે. સાથે જ ધાર્મિક કાર્યો તરફનો ઝોક ઓછો થતો જાય છે. શાસ્ત્રોમાં મહિલાઓને ગુરુવારે વાળ ધોવાની મનાઈ છે. કારણ કે સ્ત્રીઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. આ સાથે ગુરૂ સંતાનનો કારક છે. આ રીતે, ગુરૂ ગ્રહ એકલા બાળકો અને પતિ બંનેના જીવનને ખૂબ અસર કરે છે.

ગુરુવારે માથું ધોવાથી ગુરુ નબળો પડે છે, જેનાથી ગુરુની શુભ અસર ઓછી થાય છે. આ કારણથી આ દિવસે વાળ ન કાપવા જોઈએ કે ન ધોવા જોઇએ., આવું કરવાથી  બાળકો અને પતિના જીવન પર અસર પડે છે. તેમની પ્રગતિમાં અવરોધ આવે છે.જે રીતે ગુરુની અસર શરીર પર રહે છે. એ જ રીતે ઘર પર ગુરુની અસર વધુ ઊંડી અસર  હોય છે.

વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાનો સ્વામી ગુરુ છે. ઈશાન એંગલ પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે. આ સાથે જ ઘરના પુત્ર અને બાળકનો સંબંધ પણ આ એંગલથી છે. ઈશાન એ ધર્મ અને શિક્ષણની દિશા છે. ઘરમાં વધુ વજનવાળા કપડાં ધોવા, ઘરની જૂનો કચરો બહાર કાઢવો, ઘર ધોવા વગેરે કામ  ઘરના ઈશાન કોણને નબળો પાડે છે. તેનાથી પરિવારના સભ્યોના સંતાનો, પુત્રો, શિક્ષણ, ધર્મ વગેરે પરની શુભ અસર ઓછી થાય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget