શોધખોળ કરો

પેટ્રોલ વગર પણ ચાલી શકે છે Audi ની આ કાર; દમદાર લુક્સ સાથે જાણો કેવું છે પર્ફોમન્સ?

Audi A6 Allroad Plug-in Hybrid: આ કારમાં મોટી બેટરી છે જેને ઇલેક્ટ્રિક મોડમાં ઉપયોગ માટે ચાર્જ કરી શકાય છે. જરૂર પડ્યે પેટ્રોલ એન્જિન આપમેળે શરૂ થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓડી A6 Allroad Plug-in Hybrid ઇલેક્ટ્રિક-પેટ્રોલ પાવર આપે છે.
  • પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી ઇંધણ વપરાશ ઘટાડી પ્રદૂષણ રોકે છે.
  • આધુનિક ડિઝાઇન, ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, AWD લાંબી સફર માટે.
  • લક્ઝરી ઇન્ટિરિયર, ADAS, ડિજિટલ ફીચર્સ ડ્રાઇવિંગ અનુભવ વધારે છે.

Audi A6 Allroad Plug-in Hybrid: જર્મન કાર નિર્માતા કંપની Audi એ પોતાની નવી A6 Allroad Plug-in Hybrid કાર રજૂ કરી છે. આ કાર એવા લોકો માટે ખાસ હોઈ શકે છે જેઓ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બંનેનો ફાયદો એકસાથે મેળવવા માંગે છે. કંપનીએ આમાં શાનદાર પરફોર્મન્સની સાથે બહેતર ફ્યુઅલ એફિશિયન્સી  આપવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણે આ કાર લાંબા અંતરની સફર અને રોજના વપરાશ માટે બેસ્ટ માનવામાં આવી રહી છે.

 

નવી Audi A6 Allroad PHEV માં પેટ્રોલ એન્જિનની સાથે ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. આ બંને મળીને કારને શાનદાર પાવર આપે છે. પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજીના કારણે કારને અમુક અંતર સુધી માત્ર વીજળી પર પણ ચલાવી શકાય છે. આનાથી ઇંધણનો વપરાશ ઓછો થાય છે અને પ્રદૂષણ પણ ઘટે છે. જે લોકોનું રોજનું ડ્રાઇવિંગ ઓછું હોય છે, તેઓ ઘણીવાર પેટ્રોલનો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના પોતાની મુસાફરી પૂરી કરી શકે છે.

આ પણ વાંચો...10 લાખ ઓછી કિંમતમાં Mahindra લોન્ચ કરી શકે છે 'બેબી સ્કોર્પિયો', જાણો તેના ફીચર્સ

ઇલેક્ટ્રિક મોડમાં કરી શકાય છે ઉપયોગ

Audi ની આ કારમાં મોટી બેટરી આપવામાં આવી છે, જેને ચાર્જ કરીને ઇલેક્ટ્રિક મોડમાં ઉપયોગમાં લઈ શકાય છે. જરૂર પડવા પર પેટ્રોલ એન્જિન આપમેળે  કામ કરવાનું શરૂ કરી દે છે. આનાથી લાંબા અંતરની સફરમાં રેન્જની ચિંતા રહેતી નથી, જે સામાન્ય રીતે સંપૂર્ણ ઇલેક્ટ્રિક કારોમાં જોવા મળતી હોય છે.

Audi A6 Allroad ની ડિઝાઇન પણ ખૂબ જ મોર્ડન છે. તેમાં મોટી ફ્રન્ટ ગ્રીલ, શાર્પ LED હેડલાઇટ્સ અને મજબૂત બોડી ડિઝાઇન જોવા મળે છે. ગાડીનો લુક પ્રીમિયમ હોવાની સાથે-સાથે સ્પોર્ટી પણ લાગે છે. હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આ ગાડીને ખરાબ રસ્તાઓ અને લાંબી સફર માટે વધુ બહેતર બનાવે છે.

કેવા છે ગાડીના ફીચર્સ?

આ ઓડી કારના ઇન્ટિરિયરમાં લક્ઝરીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં મોટી ડિજિટલ સ્ક્રીન, પ્રીમિયમ સીટો, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઘણા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), કનેક્ટેડ કાર ટેકનોલોજી અને અનેક સેફ્ટી ફીચર્સ પણ સામેલ કરાયા છે, જે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને ખૂબ જ શાનદાર બનાવે છે.

પરફોર્મન્સની વાત કરીએ તો, આ કાર ખૂબ જ ઝડપથી સ્પીડ પકડી શકે છે. કંપનીએ આમાં દમદાર એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરનું એવું કોમ્બિનેશન આપ્યું છે, જેનાથી ફાસ્ટ એક્સિલરેશન અને સ્મૂધ ડ્રાઇવિંગનો અહેસાસ મળે છે.

Frequently Asked Questions

Audi A6 Allroad Plug-in Hybrid કયા પ્રકારની કાર છે?

તે એક પ્લગ-ઇન હાઇબ્રિડ કાર છે, જેમાં ઇલેક્ટ્રિક અને પેટ્રોલ એન્જિન બંનેનો સમન્વય છે. આ કાર લાંબા અંતરની સફર અને રોજના વપરાશ માટે બેસ્ટ માનવામાં આવે છે.

આ કારની પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજીના મુખ્ય ફાયદા શું છે?

આ ટેકનોલોજીને કારણે કારને અમુક અંતર સુધી માત્ર વીજળી પર ચલાવી શકાય છે, જેનાથી ઇંધણનો વપરાશ ઓછો થાય છે અને પ્રદૂષણ પણ ઘટે છે. જરૂર પડ્યે પેટ્રોલ એન્જિન આપમેળે શરૂ થાય છે, જેથી રેન્જની ચિંતા રહેતી નથી.

Audi A6 Allroad ની ડિઝાઇન અને રોડ ક્ષમતાઓ કેવી છે?

તેમાં મોટી ફ્રન્ટ ગ્રીલ, શાર્પ LED હેડલાઇટ્સ અને મજબૂત બોડી ડિઝાઇન જોવા મળે છે, જે તેને પ્રીમિયમ અને સ્પોર્ટી લુક આપે છે. હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ તેને ખરાબ રસ્તાઓ માટે વધુ બહેતર બનાવે છે.

આ Audi કારના ઇન્ટિરિયરમાં કયા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે?

ઇન્ટિરિયરમાં મોટી ડિજિટલ સ્ક્રીન, પ્રીમિયમ સીટો અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા લક્ઝરી ફીચર્સ છે. આ ઉપરાંત, ADAS, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને અનેક સેફ્ટી ફીચર્સ પણ સામેલ કરાયા છે.

ટોપ સ્ટોરી

Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Car Battery Dying Tips: કારની બેટરી વારંવાર થઇ જાય છે ડાઉન ? આ ટિપ્સ આવશે કામ
Car Battery Dying Tips: કારની બેટરી વારંવાર થઇ જાય છે ડાઉન ? આ ટિપ્સ આવશે કામ
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
Royal Enfield Himalayan 750: રૉયલ એનફિલ્ડ વધારશે એડવેન્ચરનો રોમાંચ, આ દિવસે લૉન્ચ થશે Himalayan 750
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન
AI Boom Automotive Chip Shortage: AIના કારણે મોંઘી થશે કારો, ચિપની કમીએ વધાર્યું ટેન્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
ત્રીજી ટેસ્ટમાં ઈન્ડિયા-એનો દબદબો, જયસ્વાલની સદી બાદ સુંદર-તિલકનું શાનદાર પ્રદર્શન
ત્રીજી ટેસ્ટમાં ઈન્ડિયા-એનો દબદબો, જયસ્વાલની સદી બાદ સુંદર-તિલકનું શાનદાર પ્રદર્શન
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Embed widget