શોધખોળ કરો

125cc થી 350cc સુધી... કઈ બાઇક આપશે સૌથી વધુ વેલ્યુ? ખરીદતા પહેલાં જાણી લો આખું ગણિત

Best Daily Commuter Bikes: નવી બાઇક ખરીદવામાં છો કન્ફ્યુઝ? જાણો 125cc થી લઈને 350cc સુધીની મોટરસાઇકલોની અસલી માઇલેજ, મેઇન્ટેનન્સ ખર્ચ અને તમારી જરૂરિયાત મુજબ સૌથી બેસ્ટ બાઇક.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૨૫cc બાઇક્સ શહેરી પ્રવાસ, વધુ માઇલેજ, ઓછો ખર્ચ.
  • ૧૫૦-૨૦૦cc બાઇક્સ સ્ટાઇલ, શક્તિ, માઇલેજનું ઉત્તમ સંતુલન.
  • ૨૫૦-૩૫૦cc બાઇક્સ સાહસ, મજબૂત ટોર્ક, હાઇવે માટે શ્રેષ્ઠ.

Best Daily Commuter Bikes: ભારતમાં બાઇકની ડિમાન્ડ પહેલેથી જ ખૂબ વધારે છે. જેના કારણે આજે માર્કેટમાં ઘણી બધી ટાઇપની બાઇક ઉપલબ્ધ છે. જો તમે પણ બાઇક ખરીદવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે કઈ બાઇક તમને વેલ્યુ ફોર મની આપશે. ભારતીય માર્કેટમાં 125cc થી લઈને 350cc સુધીની બાઇક સૌથી વધુ વેચાય છે. જેના કારણે આજે અમે તમને આ સમાચારમાં એ જણાવીશું કે 125cc થી લઈને 350cc સુધી કઈ બાઇક તમારા માટે બેસ્ટ રહેશે. તો ચાલો, સરળ ભાષામાં સમજીએ આ અલગ-અલગ કેપેસિટીવાળી મોટરસાઇકલોનું આખું ગણિત.

ડેઇલી કમ્યુટ અને માઇલેજ માટે બેસ્ટ છે આ બાઇક

તમને જણાવી દઈએ કે, જો તમારે શહેરના ભારે ટ્રાફિકમાંથી નીકળવું હોય અને મહિનાનો પેટ્રોલ ખર્ચ બચાવવો હોય તો 125cc ની બાઇક્સ તમારા માટે પરફેક્ટ છે. આ સેગમેન્ટમાં હીરો એક્સટ્રીમ 125R, ટીવીએસ રેડર અને હોન્ડા એસપી 125 જેવી શાનદાર ગાડીઓ આવે છે. આ બાઇક્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ખૂબ જ હળવી હોય છે.

આ પણ વાંચો... E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર

જેના લીધે તેને ટ્રાફિકમાં સંભાળવી ખૂબ જ સરળ બને છે અને તે 60 થી 70 kmpl સુધીની શાનદાર માઇલેજ પણ આપે છે. વળી, તેની સર્વિસિંગ અને સ્પેર પાર્ટ્સનો ખર્ચ પણ ઘણો ઓછો હોય છે. જો તમને શ્રેષ્ઠ માઇલેજ સાથે બજેટમાં બાઇક જોઈતી હોય તો 125cc સેગમેન્ટ વધુ સારું સાબિત થશે.

આ બાઇક્સ છે સ્ટાઇલ અને માઇલેજનું સાચું બેલેન્સ

હવે વાત કરીએ એવા યુવાનોની જેમને માઇલેજની સાથે-સાથે થોડો ટોર્ક, પિકઅપ અને સ્પોર્ટી લુક પણ જોઈતો હોય છે. તમને જણાવી દઈએ કે, જો તમે પણ આવી જ બાઇક શોધી રહ્યા છો તો 150cc થી 200cc નું સેગમેન્ટ એકદમ પરફેક્ટ બેસે છે. આ રેન્જમાં બજાજ પલ્સર N160, ટીવીએસ અપાચે અને યામાહા MT-15 જેવી પોપ્યુલર બાઇક્સ બેસ્ટ ચોઇસ છે.

આ સેગમેન્ટ તમને રોજિંદી સિટી રાઇડિંગની સાથે-સાથે વીકેન્ડ પર નાની-મોટી લોન્ગ ડ્રાઇવ પર જવાની પણ પૂરી આઝાદી આપે છે. આમાં તમને 40 થી 50 કિમી/લિટરની ઠીક-ઠાક માઇલેજ મળી જાય છે અને હાઇ-સ્પીડમાં ચલાવવા માટે સિંગલ કે ડ્યુઅલ-ચેનલ એબીએસ (ABS) જેવા શાનદાર સેફ્ટી ફીચર્સ પણ મળી જાય છે.

250cc થી 350cc સેગમેન્ટની બાઇક્સ

જો તમને બાઇકથી એડવેન્ચર પસંદ હોય તો તમારે 250cc થી 350cc સેગમેન્ટ તરફ જોવું જોઈએ. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350, હન્ટર 350 અને હોન્ડા CB350 જેવી બાઇક્સ આ કેટેગરીમાં સૌથી આગળ છે. આ ગાડીઓમાં અદ્ભુત ટોર્ક મળે છે, જેનાથી હાઇવે પર 100 કિમી/કલાકની ઝડપ પર પણ બાઇક કોઈપણ વાઇબ્રેશન વગર માખણની જેમ ચાલે છે. જોકે, તેનું વજન થોડું વધારે હોય છે જેના કારણે તેને ભારે ટ્રાફિકમાં ચલાવવી સરળ નહીં હોય અને તેની માઇલેજ પણ 30 થી 35 કિમી/લિટરની આસપાસ જ રહે છે.

Frequently Asked Questions

રોજિંદા પ્રવાસ અને માઇલેજ માટે કઈ બાઇક્સ શ્રેષ્ઠ છે?

125cc બાઇક્સ શહેરના ટ્રાફિક અને માઇલેજ માટે ઉત્તમ છે. તે હળવી હોવાથી સંભાળવામાં સરળ છે અને 60-70 kmpl સુધીની શાનદાર માઇલેજ આપે છે. તેનો સર્વિસિંગ ખર્ચ પણ ઓછો હોય છે.

સ્ટાઇલ અને માઇલેજનું સંતુલન કઈ બાઇક્સમાં જોવા મળે છે?

150cc થી 200cc સેગમેન્ટની બાઇક્સ સ્ટાઇલ, ટોર્ક અને પિકઅપ સાથે માઇલેજનું સંતુલન પૂરું પાડે છે. તે રોજિંદા સિટી રાઇડિંગ અને નાની લોન્ગ ડ્રાઇવ માટે યોગ્ય છે.

એડવેન્ચર અને હાઇવે રાઇડિંગ માટે કઈ બાઇક્સ સારી છે?

250cc થી 350cc સેગમેન્ટની બાઇક્સ એડવેન્ચર અને હાઇવે રાઇડિંગ માટે ઉત્તમ છે. તેમાં શાનદાર ટોર્ક મળે છે અને 100 કિમી/કલાકની ઝડપે પણ વાઇબ્રેશન વગર ચાલે છે. જોકે, ટ્રાફિકમાં ચલાવવી મુશ્કેલ છે અને માઇલેજ 30-35 kmpl રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget