શોધખોળ કરો

માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ

જો તમે રોજિંદા ઓફિસ કે કોલેજ જવા માટે નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ₹1 લાખથી ઓછી કિંમતના આ બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર્સ તમારા માટે શાનદાર વિકલ્પ બની શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં ₹1 લાખથી ઓછી કિંમતના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ઉપલબ્ધ છે.
  • ઝેલીઓ લિજેન્ડર 150 કિમી, ઓડિસી ઇ2ગો 100 કિમી રેન્જ આપે છે.
  • ઓકિનાવા R30, કાઈનેટિક ઝિંગ, કોમાકી X વન સસ્તા વિકલ્પો છે.
  • ખરીદતા પહેલા સર્વિસ, વોરંટી, ચાર્જિંગ સુવિધા તપાસવી હિતાવહ.

best electric scooters under 1 lakh: ભારતીય બજારમાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જો તમે પણ રોજિંદા કામકાજ, ઓફિસ કે કોલેજ જવા માટે પેટ્રોલના ખર્ચમાંથી બચવા નવું સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક સ્કૂટર એક સ્માર્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, માર્કેટમાં એવા ઘણા મોડલ્સ ઉપલબ્ધ છે જેની કિંમત ₹1 લાખથી પણ ઓછી છે અને તે ડેઈલી યુઝ માટે જરૂરી તમામ શાનદાર ફીચર્સ સાથે આવે છે. તો ચાલો જાણીએ બજેટમાં આવતા આવા જ કેટલાક ધાંસુ ઈલેક્ટ્રિક સ્કૂટર્સ વિશે.

1. ઝેલીઓ લિજેન્ડર પ્લસ પ્રીમિયમ (Zelio Legender+ Premium)

જો તમારું બજેટ મર્યાદિત છે પણ તમારે પ્રીમિયમ લુકવાળું સ્કૂટર જોઈએ છે, તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત માત્ર ₹65,059 થી શરૂ થાય છે. મોડલ અને વેરિઅન્ટના આધારે આ સ્કૂટરમાં સિંગલ ચાર્જ પર 150 કિમી સુધીની શાનદાર રેન્જ મળે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે. ફીચર્સની વાત કરીએ તો આમાં સ્ટાઇલિશ ડિઝાઇન, એલોય વ્હીલ્સ, રિવર્સ ગિયર અને USB ચાર્જિંગ પોર્ટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

2. ઓકિનાવા આર30 (Okinawa R30)

શહેરની અંદર ટૂંકી મુસાફરી કરવા માટે આ સ્કૂટરને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹61,998 રાખવામાં આવી છે. આ મોડલમાં 250W BLDC મોટર અને 1.25 kWh ની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી માત્ર 4 થી 5 કલાકમાં જ ફુલ ચાર્જ થઈ જાય છે. ફુલ ચાર્જ થયા પછી તે 60 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની ટોપ સ્પીડ 25 કિમી/કલાકની છે.

3. ઓડિસી ઇ2ગો (Odysse E2Go)

જો તમને ક્લાસિક અને અલગ ડિઝાઇનવાળા સ્કૂટર ગમતા હોય, તો ઓડિસી ઇ2ગો પર નજર કરી શકો છો. આશરે ₹71,100 ની એક્સ-શોરૂમ કિંમતમાં આવતું આ સ્કૂટર તેની રેટ્રો ડિઝાઇન, રાઉન્ડ LED હેડલાઇટ અને ક્રોમ ફિનિશિંગને કારણે રસ્તા પર એકદમ અલગ જ તરી આવે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ પણ 25 કિમી/કલાક છે અને તે એકવાર ફુલ ચાર્જ થયા બાદ 100 કિલોમીટર સુધીની લાંબી મુસાફરી કરાવી શકે છે.

આ પણ વાંચોઃ 15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો

4. કાઇનેટિક ગ્રીન ઝિંગ (Kinetic Green Zing)

બજેટ ફ્રેન્ડલી સ્કૂટર્સના લિસ્ટમાં કાઇનેટિકનું આ સ્કૂટર પણ સામેલ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹67,990 થી શરૂ થાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 70 કિલોમીટર સુધીની રેન્જ આપે છે અને તેની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે. કંપનીએ આમાં મજબૂત ટાયર, બેસ્ટ બ્રેકિંગ સિસ્ટમ અને ખૂબ જ આરામદાયક સસ્પેન્શન આપ્યું છે, જેથી રસ્તા પર સ્મૂધ રાઈડનો અનુભવ મળે.

5. કોમાકી એક્સ વન (Komaki X One)

શહેરી રસ્તાઓ પર રોજના ઉપયોગ માટે કોમાકી એક્સ વન પણ એક સસ્તો અને ટકાઉ વિકલ્પ છે. ₹61,499 ની એક્સ-શોરૂમ કિંમતમાં આવતું આ સ્કૂટર 25 કિમી/કલાકની ટોપ સ્પીડ ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે સિંગલ ચાર્જ પર 75 કિલોમીટરની રેન્જ આપે છે. આ સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રિવર્સ આસિસ્ટ, પાર્કિંગ આસિસ્ટ અને સીટ નીચે મોટી સ્ટોરેજ સ્પેસ જેવી શાનદાર સુવિધાઓ જોવા મળે છે.

જો તમારે લાંબી રેન્જ જોઈતી હોય, તો 150 કિલોમીટર સુધીની રેન્જ આપતું ઝેલીઓ લિજેન્ડર પ્લસ પ્રીમિયમ તમારી પહેલી પસંદ બની શકે છે. પરંતુ જો તમારે માત્ર ઘરથી ઓફિસ કે માર્કેટ સુધીના ટૂંકા અંતર માટે જ સ્કૂટર જોઈતું હોય, તો ઓછી કિંમતમાં મળતા ઓકિનાવા R30 અને કોમાકી એક્સ વન પણ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

આજે ₹1 લાખથી ઓછા બજેટમાં પણ ગ્રાહકો પાસે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની વિશાળ રેન્જ છે. જોકે, નવું સ્કૂટર ખરીદતા પહેલા માત્ર કિંમત કે રેન્જ જ ન જુઓ, પરંતુ તમારા વિસ્તારમાં તે કંપનીનું સર્વિસ સેન્ટર છે કે નહીં, બેટરી પર કેટલી વોરંટી મળે છે અને ચાર્જિંગની સુવિધા કેવી છે, તે તમામ બાબતોની પણ ખાસ ચકાસણી કરી લેવી હિતાવહ છે.

આ પણ વાંચોઃ ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ

Frequently Asked Questions

ઇલેક્ટ્રિક સ્કૂટર શા માટે ખરીદવા જોઈએ?

પેટ્રોલના ખર્ચમાંથી બચવા અને રોજિંદા કામકાજ, ઓફિસ કે કોલેજ જવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર એક સ્માર્ટ વિકલ્પ છે. તે પર્યાવરણને અનુકૂળ પણ છે.

₹1 લાખથી ઓછી કિંમતમાં કયા ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે?

ઝેલીઓ લિજેન્ડર પ્લસ પ્રીમિયમ, ઓકિનાવા આર30, ઓડિસી ઇ2ગો, કાઇનેટિક ગ્રીન ઝિંગ અને કોમાકી એક્સ વન જેવા મોડેલો ₹1 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.

સૌથી લાંબી રેન્જ કયા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મળે છે?

ઝેલીઓ લિજેન્ડર પ્લસ પ્રીમિયમ સ્કૂટર સિંગલ ચાર્જ પર 150 કિમી સુધીની શાનદાર રેન્જ આપે છે, જે આ લિસ્ટમાં સૌથી વધુ છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?

સ્કૂટર ખરીદતા પહેલા સર્વિસ સેન્ટર, બેટરી વોરંટી, અને ચાર્જિંગની સુવિધાઓ જેવી બાબતોની ખાસ ચકાસણી કરી લેવી હિતાવહ છે.

ટૂંકા અંતરની મુસાફરી માટે કયા ઇલેક્ટ્રિક સ્કૂટર સારા છે?

શહેરની અંદર ટૂંકી મુસાફરી માટે ઓકિનાવા R30 અને કોમાકી એક્સ વન જેવા મોડેલ્સ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેમની કિંમત પણ ઓછી છે.

Advertisement

ટોપ સ્ટોરી

5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
Advertisement

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget