શોધખોળ કરો

ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ

નવી ટાટા સફારી EV મહિન્દ્રા XEV 9S ને આપશે સીધી ટક્કર. આવનારી તહેવારોની સિઝનમાં લોન્ચ થવાની શક્યતા ધરાવતી આ કારમાં મળશે 3-સ્ક્રીન સેટઅપ સહિતના હાઈ-ટેક ફિચર્સ અને શાનદાર સ્પેસ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટા સફારી EV 7-સીટર ઇલેક્ટ્રિક SUV ટૂંક સમયમાં આવશે.
  • નવી ડિઝાઇન, પ્રીમિયમ ઇન્ટિરિયર, 3-સ્ક્રીન સેટઅપ મળશે.
  • 6-7 સીટર વિકલ્પો, ADAS અને પ્રીમિયમ સુવિધાઓ મળશે.
  • Acti.EV+ પ્લેટફોર્મ પર 600 કિમી રેન્જની બેટરી.

Tata Safari EV: ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ખાસ કરીને મોટી અને વધુ સ્પેસવાળી ફેમિલી કાર્સની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ગ્રાહકોની આ જ જરૂરિયાતને પહોંચી વળવા ટાટા મોટર્સ (Tata Motors) હવે એક મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. કંપની પોતાની આઇકોનિક અને લોકપ્રિય 7-સીટર SUV, સફારીને હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અવતારમાં લાવવા જઈ રહી છે. 'સફારી EV' નામથી આવનારી આ કાર ટાટાની પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક SUV હશે, જે આગામી તહેવારોની સિઝનમાં માર્કેટમાં એન્ટ્રી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ લૉન્ચ સાથે ટાટા મોટર્સના પોર્ટફોલિયોમાં વર્તમાન પેટ્રોલ અને ડીઝલ મોડેલની સાથે એક પ્રીમિયમ ઇલેક્ટ્રિક વિકલ્પ પણ જોડાઈ જશે. 3-રો (ત્રણ હરોળ) વાળી ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં આ કાર સીધી જ મહિન્દ્રાની આવનારી XEV 9S ને કાંટાની ટક્કર આપશે.

કેવો હશે સફારી EV નો લુક અને ડિઝાઇન?

જો તમને વર્તમાન સફારીનો રુઆબ ગમતો હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. નવી EV નું બેઝિક સ્ટ્રક્ચર અને રસ્તા પરનો તેનો દબદબો (Road presence) વર્તમાન મોડેલ જેવો જ પાવરફુલ રહેશે. કારની લંબાઈ, પહોળાઈ, રૂફ રેલ્સ અને શાર્ક ફિન એન્ટેનામાં કોઈ ફેરફાર નહીં થાય.

જોકે, તેને એક અલગ 'EV' તરીકે ઓળખ આપવા માટે કંપનીએ કેટલાક આકર્ષક ફેરફારો કર્યા છે:

પરંપરાગત એન્જિન ગ્રીલની જગ્યાએ એરોડાયનેમિક ક્લોઝ્ડ ગ્રીલ જોવા મળશે.

ફ્રન્ટ અને રિયર બમ્પરને એકદમ નવો લુક આપવામાં આવ્યો છે.

ટેલલાઈટ્સની ડિઝાઇનમાં પણ આધુનિક ફેરફાર જોવા મળશે.

હવાનું દબાણ ઘટાડીને કારની રેન્જ વધારવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા એલોય વ્હીલ્સ મળશે.

કારની ચારે તરફ આકર્ષક EV બેજિંગ લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી

અંદરથી મળશે હાઈ-ટેક અને પ્રીમિયમ અહેસાસ

કેબિનની વાત કરીએ તો સફારી EV તમને ભવિષ્યની કારમાં બેઠા હોવાનો અહેસાસ કરાવશે. ટાટા આ ઇન્ટીરિયરને રેગ્યુલર સફારી કરતાં ઘણું વધારે પ્રીમિયમ બનાવી રહી છે. આમાં એકદમ નવું '3-સ્ક્રીન સેટઅપ' જોવા મળી શકે છે. જેમાં ડ્રાઇવર માટે ડીજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેન્ટરમાં એક મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને આગળ બેસનાર પેસેન્જરના મનોરંજન માટે એક અલગ ડેડિકેટેડ સ્ક્રીન આપવામાં આવશે. આ સેટઅપ કારને એક અત્યાધુનિક લુક આપશે.

ફેમિલી માટે બેસ્ટ: 6 અને 7-સીટરના વિકલ્પો

મોટા પરિવારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંપની નવી સફારી EV ને 6-સીટર અને 7-સીટર એમ બંને કન્ફિગરેશનમાં લોન્ચ કરશે. 6-સીટર મોડેલમાં બીજી હરોળમાં આરામદાયક કેપ્ટન સીટ્સ (Captain Seats) મળશે, જ્યારે 7-સીટરમાં પરંપરાગત બેઠક વ્યવસ્થા હશે.

ટોપ ક્લાસ ફિચર્સ:

સાંકડી જગ્યાઓમાં કાર પાર્ક કરવા માટે 540-ડિગ્રી કેમેરા સિસ્ટમ.

વેન્ટિલેટેડ સીટ્સ અને મોટું પેનોરેમિક સનરૂફ.

શાનદાર ઑડિઓ એક્સપિરિયન્સ માટે Dolby Atmos સાઉન્ડ સિસ્ટમ.

સુરક્ષા માટે ટોપ વેરિઅન્ટ્સમાં લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) મળશે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે.

આ પણ વાંચોઃ ₹200000 લાખ આપી ઘરે લાવો Hyundai Creta EV: જાણો દર મહિને કેટલી આવશે EMI

બેટરી અને રેન્જ: સિંગલ ચાર્જમાં 600 KM ની સફર!

નવી સફારી EV ટાટાના લેટેસ્ટ Acti.EV+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. આ પ્લેટફોર્મ ખાસ કરીને ડ્રાઇવિંગ ડાયનેમિક્સ, રેન્જ અને સેફ્ટી વધારવા માટે ડિઝાઇન કરાયું છે.

રિપોર્ટ્સનું માનીએ તો, આ SUV માં ગ્રાહકોને 65kWh અને 75kWh ના બેટરી પેક વિકલ્પો મળી શકે છે. પરંતુ જે ગ્રાહકોને લોંગ ડ્રાઈવનો શોખ છે તેમના માટે કંપની 80kWh નું મસમોટું બેટરી પેક પણ ઓફર કરી શકે છે. જો આવું થશે, તો આ ટાટાની કોઈપણ કારમાં અત્યાર સુધી વપરાયેલું સૌથી મોટું બેટરી પેક હશે. આ દમદાર બેટરીને કારણે સફારી EV સિંગલ ચાર્જમાં 600 કિલોમીટર સુધીની અદભુત રેન્જ આપી શકે છે.

ભારતીય માર્કેટમાં 3-રો ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં સફારી EV ની સીધી ટક્કર Mahindra XEV 9S સાથે થશે. મહિન્દ્રાની આ કારને તેના ફિચર્સ અને આક્રમક કિંમતના કારણે અત્યારથી જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ટાટા પોતાની આ ફ્લેગશિપ EV ની કિંમત કેટલી આકર્ષક રાખે છે.

Frequently Asked Questions

ટાટા સફારી EV શું છે અને તે ક્યારે લૉન્ચ થશે?

ટાટા સફારી EV એ કંપનીની પ્રથમ 7-સીટર ઇલેક્ટ્રિક SUV છે. તે આગામી તહેવારોની સિઝનમાં બજારમાં આવવાની શક્યતા છે.

સફારી EV નો દેખાવ વર્તમાન મોડેલથી કેવી રીતે અલગ પડશે?

તેમાં એરોડાયનેમિક ક્લોઝ્ડ ગ્રીલ, નવા બમ્પર, આધુનિક ટેલલાઈટ્સ, ખાસ ડિઝાઇનવાળા એલોય વ્હીલ્સ અને EV બેજિંગ જોવા મળશે. જોકે, તેનો મૂળભૂત દેખાવ વર્તમાન મોડેલ જેવો જ રહેશે.

સફારી EV માં કેવા ઇન્ટિરિયર ફીચર્સ અપેક્ષિત છે?

તેમાં '3-સ્ક્રીન સેટઅપ', 540-ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ સીટ્સ, પેનોરેમિક સનરૂફ અને Dolby Atmos સાઉન્ડ સિસ્ટમ મળશે. ટોપ વેરિઅન્ટ્સમાં લેવલ-2 ADAS પણ ઉપલબ્ધ હશે.

સફારી EV ની બેટરી અને રેન્જ વિશે શું માહિતી છે?

તે Acti.EV+ પ્લેટફોર્મ પર બનશે અને 65kWh, 75kWh, તથા 80kWh બેટરી પેક વિકલ્પો આપી શકે છે. 80kWh બેટરી સાથે સિંગલ ચાર્જમાં 600 કિલોમીટર સુધીની રેન્જ મળવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget