શોધખોળ કરો

સેકન્ડ હેન્ડ EV ખરીદો અને પસંદ ન આવે તો પૈસા પાછા! જાણો આ કંપનીની નવી ધમાકેદાર સ્કીમ

Certified Used EV India: JSW MG મોટર અને સ્પિનીની આ ભાગીદારીથી યુઝ્ડ ઇલેક્ટ્રિક કાર ખરીદવી બની સરળ, 200-પોઇન્ટ ચેકિંગથી ગ્રાહકોને મળશે બેસ્ટ ક્વોલિટી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • JSW MG મોટર અને સ્પિનીની ભાગીદારીથી યુઝ્ડ EV ખરીદી સરળ.
  • પ્રમાણિત MG EV પર 5-દિવસની મની-બેક ગેરંટી ઉપલબ્ધ છે.
  • બેટરી હેલ્થ સાથે 200-પોઇન્ટ ચેકિંગ ગુણવત્તા સુનિશ્ચિત કરશે.
  • આ ભાગીદારી યુઝ્ડ EV બજાર પારદર્શક બનાવવામાં મદદ કરશે.

Certified Used EV India: ભારતમાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનો (EV) નો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઘણા લોકો નવી EV ખરીદવા માંગે છે, તો કેટલાક લોકો સારી સેકન્ડ હેન્ડ (યુઝ્ડ) ઇલેક્ટ્રિક કાર લેવાનું પણ વિચારી રહ્યા છે. પરંતુ, સેકન્ડ હેન્ડ EV લેતી વખતે લોકોના મનમાં સૌથી મોટો ડર બેટરીની કન્ડિશન અને કારની સર્વિસને લઈને હોય છે. ગ્રાહકોની આ જ ચિંતા દૂર કરવા માટે JSW MG મોટર ઇન્ડિયા અને સેકન્ડ હેન્ડ કાર વેચતા પ્લેટફોર્મ સ્પિની (Spinny) એ એક મોટી ભાગીદારી કરી છે.

5 દિવસની મની-બેક ગેરંટી સાથે ખરીદો કાર

આ નવી ડીલ મુજબ, હવે તમે સ્પિનીના પ્લેટફોર્મ પરથી MG ની સર્ટીફાઇડ સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રિક કાર ખૂબ જ આસાનીથી અને વિશ્વાસપૂર્વક ખરીદી અને વેચી શકશો. આમાં MG Comet EV, MG Windsor EV અને MG ZS EV જેવા પોપ્યુલર મોડલ્સનો સમાવેશ થાય છે. સૌથી મજેદાર વાત એ છે કે, કંપનીઓ ગ્રાહકોને 5-દિવસની મની-બેક ગેરંટી આપી રહી છે. એટલે કે, જો તમે કાર ખરીદો અને તમને તે પસંદ ન આવે, તો 5 દિવસની અંદર તમે તેને પાછી આપીને તમારા પૂરા પૈસા પાછા મેળવી શકો છો.

200-પોઇન્ટ ચેકિંગ અને બેટરી હેલ્થનું ખાસ ધ્યાન

ઇલેક્ટ્રિક કારમાં બેટરી એ જ કારનું "દિલ" છે અને તે સૌથી મોંઘો ભાગ પણ છે. તેથી આ ભાગીદારીમાં બેટરીના હેલ્થ ચેકઅપ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રાહકને કાર સોંપતા પહેલા સ્પિની દ્વારા વાહનનું 200-પોઇન્ટ ઇન્સ્પેક્શન (ઝીણવટભર્યું ચેકિંગ) કરવામાં આવશે. દરેક યુઝ્ડ MG EV ની બેટરીનું સ્ટાન્ડર્ડ મુજબ નિરીક્ષણ થશે, જેથી ગ્રાહકને ભવિષ્યમાં કોઈ ટેક્નિકલ ખામીનો સામનો ન કરવો પડે અને કાર એકદમ નવી જેવી જ કન્ડિશનમાં મળે.

આ પણ વાંચોઃ નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન

નવું બજેટ નથી? તો આ વિકલ્પ તમારા માટે બેસ્ટ છે

અત્યાર સુધી સચોટ માહિતી ન હોવાથી લોકો સેકન્ડ હેન્ડ EV લેતા ખચકાતા હતા. પરંતુ હવે સ્પિનીના ઓનલાઈન પ્લેટફોર્મ અને કાર હબ પરથી તમને પૂરી માહિતી, ફિક્સ કિંમત અને કંપની-પ્રમાણિત ગુણવત્તા મળશે. ઓટો એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ભાગીદારીથી સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રિક કાર માર્કેટ વધુ પારદર્શક બનશે. જે લોકોનું નવી EV ખરીદવાનું બજેટ નથી, તેઓ હવે બેધડક સારી કન્ડિશનની અને પોસાય તેવા ભાવની ઇલેક્ટ્રિક કાર ખરીદી શકશે. જેનાથી દેશમાં પણ ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને મોટો વેગ મળશે.

આ પણ વાંચોઃ Tata Sierra EV: નવી ટાટા સીએરા ખરીદવા કેટલો પગાર હોવો જોઈએ? જાણો EMI નું ગણિત

Frequently Asked Questions

JSW MG મોટર ઇન્ડિયા અને સ્પિની વચ્ચેની ભાગીદારી શેના માટે છે?

આ ભાગીદારી પ્રમાણિત સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રિક વાહનો (EVs) ખરીદવા અને વેચવા માટે છે. તે ગ્રાહકોની બેટરીની સ્થિતિ અને કારની સર્વિસ વિશેની ચિંતાઓને દૂર કરે છે.

સેકન્ડ હેન્ડ MG EV ખરીદવા પર ગ્રાહકોને કઈ ગેરંટી મળે છે?

ગ્રાહકોને 5-દિવસની મની-બેક ગેરંટી મળે છે. જો તમે કાર ખરીદો અને તે પસંદ ન આવે, તો 5 દિવસમાં તેને પરત કરીને પૂરા પૈસા પાછા મેળવી શકાય છે.

યુઝ્ડ MG EV ખરીદતા પહેલા કયા પ્રકારના ચેકઅપ કરવામાં આવે છે?

ગ્રાહકને કાર સોંપતા પહેલા વાહનનું 200-પોઇન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. દરેક યુઝ્ડ MG EV ની બેટરીનું સ્ટાન્ડર્ડ મુજબ નિરીક્ષણ પણ થાય છે.

આ ભાગીદારી ગ્રાહકો માટે કેવી રીતે ફાયદાકારક છે?

ગ્રાહકોને સ્પિનીના પ્લેટફોર્મ પરથી સંપૂર્ણ માહિતી, નિશ્ચિત કિંમત અને કંપની-પ્રમાણિત ગુણવત્તાવાળી EV મળશે. આનાથી સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું સરળ અને વિશ્વસનીય બનશે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Embed widget