શોધખોળ કરો

Tyres Buying Guide: વરસાદમાં સ્લીપ નહિ થાય કાર, જાણો, ટાયર ખરીદીની આ સ્માર્ટ ટિપ્સ

Tyres Buying Guide: વરસાદની ઋતુમાં યોગ્ય ટાયર પસંદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટાયર ખરીદતા પહેલા, ભીના રસ્તાઓ પર તમારી કારની પકડ મજબૂત રહે તે માટે આ ત્રણ મહત્વપૂર્ણ બાબતો જાણી લો.

Tyres Buying Guide: વરસાદી મોસમ ગરમીથી રાહત આપે છે, પરંતુ ડ્રાઇવિંગને થોડું પડકારજનક પણ બનાવે છે. વરસાદ દરમિયાન રસ્તાઓ ભીના થઈ જાય છે અને આવી સ્થિતિમાં કારના ટાયર્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા લોકો એન્જિન, ફીચર્સ અને સર્વિસ પર તો ધ્યાન આપે છે, પરંતુ ટાયર્સની સ્થિતિને અવગણે છે. આ નાની ભૂલ વરસાદમાં મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે.

ભીના રસ્તા પર કારની પકડ સંપૂર્ણપણે ટાયર્સ પર નિર્ભર હોય છે. જો ટાયર્સ યોગ્ય સ્થિતિમાં ન હોય અથવા ખોટી પસંદગી કરવામાં આવી હોય, તો કાર સ્કિડ થવાની અને અકસ્માતનો ખતરો વધી શકે છે. નિષ્ણાતોના મતે, ચોમાસું શરૂ થાય તે પહેલાં ટાયર્સની તપાસ કરવી અને જરૂર પડે તો તેને બદલવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ નવા ટાયર્સ ખરીદવાનું વિચારી રહ્યા હો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી તમારી સુરક્ષા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટાયરના ટ્રેડ અને ગ્રિપ હંમેશા તપાસો

વરસાદ દરમિયાન ટાયરના ટ્રેડનું સૌથી વધુ મહત્વ હોય છે. ટ્રેડ એટલે ટાયરની સપાટી પર બનેલી ડિઝાઇન, જે પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. જો ટ્રેડ ઘસાઈ ગયો હોય, તો ટાયર રસ્તા પર યોગ્ય પકડ બનાવી શકતો નથી. આવી સ્થિતિમાં કાર લપસી જવાનો ખતરો વધી જાય છે.

નવા ટાયર્સ ખરીદતી વખતે હંમેશા ઊંડા અને સારી ડિઝાઇનવાળા ટ્રેડને પ્રાથમિકતા આપવી જોઈએ. ઉપરાંત, ટાયરની રબરની ગુણવત્તા પણ ખૂબ મહત્વની છે. સારી ગ્રિપ ધરાવતા ટાયર્સ ભીના રસ્તાઓ પર વધુ સારું નિયંત્રણ આપે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ચોમાસા પહેલાં ટાયરના ટ્રેડની ઊંડાઈ અને તેની સ્થિતિની ચોક્કસ તપાસ કરવી જોઈએ. આ નાનું પગલું તમારી મુસાફરીને વધુ સુરક્ષિત બનાવી શકે છે.

આ પણ વાંચો: વધતા પેટ્રોલના ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ભારે ઉછાળો; જાણો કઈ કંપનીએ વેંચી સૌથી વધુ ગાડીઓ

યોગ્ય સાઇઝ અને ઉત્પાદન તારીખને અવગણશો નહીં

ટાયર ખરીદતી વખતે માત્ર બ્રાન્ડ જોવું પૂરતું નથી. વાહન ઉત્પાદક દ્વારા સૂચવાયેલા યોગ્ય સાઇઝના ટાયર્સ જ ઉપયોગમાં લેવા જોઈએ. ખોટા સાઇઝના ટાયર્સ વાહનની સ્થિરતા અને બ્રેકિંગ કામગીરીને અસર કરી શકે છે.

આ ઉપરાંત, ટાયરની મેન્યુફેક્ચરિંગ ડેટ (ઉત્પાદન તારીખ) પણ ચોક્કસ તપાસવી જોઈએ. ઘણી વખત લાંબા સમયથી સ્ટોરમાં પડેલા જૂના ટાયર્સ નવા જેવા દેખાય છે, પરંતુ તેમની રબરની ગુણવત્તા ઘટી ગઈ હોઈ શકે છે.

નિષ્ણાતોના મતે, તાજેતરમાં બનાવાયેલા ટાયર્સ વધુ સારું પ્રર્ફોમન્સ  આપે છે. સાથે જ હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અને અધિકૃત ડીલર પાસેથી જ ટાયર્સ ખરીદવા જોઈએ. યોગ્ય ટાયરની પસંદગી માત્ર સારો ડ્રાઇવિંગ અનુભવ જ આપતી નથી, પરંતુ વરસાદી મોસમમાં તમારી સુરક્ષામાં પણ અનેકગણો વધારો કરે છે.આથી, આગામી વખત ટાયર ખરીદો ત્યારે આ ત્રણ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

ટોપ સ્ટોરી

જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget