શોધખોળ કરો

ફુલ ટાંકી પર ચાલે છે 1700 KM, ચીનની આ હાઈબ્રીડ SUV માર્કેટમાં આવતા જ મચી ગયો હંગામો

G7 Hybrid SUV: આ વાહનમાં એક નાનું પેટ્રોલ એન્જિન પણ છે, જે કારને પાવર આપવાને બદલે બેટરી ચાર્જ કરે છે. કંપનીએ આ ગાડીને સસ્તા ભાવે લોન્ચ કરી છે.

G7 Hybrid SUV:  ચીની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) દિગ્ગજ Xpeng Motors એ તેની G7 SUV નું નવું હાઇબ્રિડ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ SUV દુનિયામાં સૌથી લાંબી રેન્જ આપે છે.

ચીની કંપની Xpeng Motors એ તાજેતરમાં જ તેની નવી G7 SUV નું હાઇબ્રિડ વર્ઝન રજૂ કર્યું છે. આ ગાડી એક વાર ફુલ ચાર્જ કર્યા પછી 1,704 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. આ અંતર દિલ્હીથી મુંબઈ સુધી આરામથી મુસાફરી કરવા માટે પૂરતું છે. આ રીતે, લોકોને લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ચાલો વાહનની વિગતો પર એક નજર કરીએ.

આ કારની કિંમત કેટલી છે?

ચીની કંપનીનો દાવો છે કે G7 વિશ્વની સૌથી લાંબી રેન્જની SUV બની ગઈ છે. આ વાહનમાં 55.8 kWh બેટરી અને 60-લિટર ફ્યુઅલ ટાંકી છે. તેમાં એક નાનું પેટ્રોલ એન્જિન પણ છે જે કારને પાવર આપવાને બદલે બેટરી ચાર્જ કરે છે. કંપનીએ આ ગાડીને સસ્તા ભાવે લોન્ચ કરી છે. શરૂઆતની કિંમત આશરે $28,000 (આશરે 23.5 લાખ રૂપિયા) છે.

ટેકનોલોજી

આ મોડલ બેટરીને એક નાના પેટ્રોલ એન્જિન સાથે જોડે છે જે બેટરીને રિચાર્જ કરવા માટે જનરેટર તરીકે કામ કરે છે. આનાથી "રેન્જ એન્ઝાયટી" (પાવર ખતમ થઈ જવાની ચિંતા) દૂર થાય છે અને લાંબી મુસાફરી શક્ય બને છે.

કેટલી રેન્જ આપશે કાર?

આ SUV સાથે, કંપનીએ તેની P7+ સેડાન પણ રજૂ કરી છે. કારની રેન્જ 1,550 કિલોમીટર હોવાનો અંદાજ છે. તેની કિંમત $27,000 (આશરે રૂ. 22.6 લાખ) થી શરૂ થાય છે. ગયા વર્ષે Xpeng એ 429,000 થી વધુ યુનિટ વેચ્યા હતા, જે પાછલા વર્ષના વેચાણ કરતા બમણાથી વધુ છે.

Xpeng ફ્યૂચરિસ્ટિંગ  ટેકનોલોજી પર પણ કામ કરી રહ્યું છે. કંપનીએ એક હ્યુમનોઇડ રોબોટ વિકસાવ્યો છે જે માણસની જેમ ફરે છે. આમાં અદ્યતન કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, 2028 થી 2038 ની વચ્ચે રોજિંદા જીવનમાં રોબોટ્સનો વ્યાપકપણે ઉપયોગ થશે. તમને જણાવી દઈએ કે, Xpeng નું વાર્ષિક શિપમેન્ટ 2025 માં બમણાથી વધુ વધીને 429,000 યુનિટ્સ પર પહોંચ્યું છે, જેનાથી તેણે તેના હરીફો નિયો (Nio) અને લિ ઓટો (Li Auto) ને પાછળ છોડી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈથેનોલ ફ્યુઅલથી ગાડીના કયા પાર્ટ્સ સૌથી પહેલા થઈ શકે છે ખરાબ? એક ક્લિકમાં જુઓ આખું લિસ્ટ
ઈથેનોલ ફ્યુઅલથી ગાડીના કયા પાર્ટ્સ સૌથી પહેલા થઈ શકે છે ખરાબ? એક ક્લિકમાં જુઓ આખું લિસ્ટ
Nissan Tekton એ માર્કેટમાં મચાવ્યો તહેલકો,કિંમત અને ફીચર્સ જાણી દંગ રહી જશો, આ કાર સાથે કરશે સ્પર્ધા 
Nissan Tekton એ માર્કેટમાં મચાવ્યો તહેલકો,કિંમત અને ફીચર્સ જાણી દંગ રહી જશો, આ કાર સાથે કરશે સ્પર્ધા 
Top Car Features India: એન્જિન નહીં હવે કાર ખરીદતા પહેલા આ 5 ફીચર્સ સૌથી વધુ જુએ છે ભારતીયો
Top Car Features India: એન્જિન નહીં હવે કાર ખરીદતા પહેલા આ 5 ફીચર્સ સૌથી વધુ જુએ છે ભારતીયો
પેટ્રોલ કેટલું એથનોલ મિશ્રિત છે? આ સરળ રીતોથી જાતે જ કરો તપાસ, નહીં તો એન્જિનને થઈ શકે નુકસાન
પેટ્રોલ કેટલું એથનોલ મિશ્રિત છે? આ સરળ રીતોથી જાતે જ કરો તપાસ, નહીં તો એન્જિનને થઈ શકે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Embed widget