શોધખોળ કરો
Advertisement
દિવાળી પર કાર ખરીદવા માંગો છો, 10 લાખ રૂપિયાની અંદર આ છે બેસ્ટ ઓપ્શન
દિવાળીના તહેવાર પર આપણે અનેક વસ્તુ ખરીદતા હોઈએ છીએ. પરંતુ જો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને બજેટ 10 લાખથી ઓછું હોય તો માર્કેટમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જેના પર તમે પસંદગી કરી શકો છો.
નવી દિલ્હીઃ દિવાળીના તહેવાર પર આપણે અનેક વસ્તુ ખરીદતા હોઈએ છીએ. પરંતુ જો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને બજેટ 10 લાખથી ઓછું હોય તો માર્કેટમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જેના પર તમે પસંદગી કરી શકો છો. બજારમાં એવી અનેક કાર છે જે ન માત્ર તમારા બજેટમાં છે પરંતુ ઘણી સ્ટાઇલિશ અને પરવડે તેવી પણ છે.
Maruti Suzuki Swift
મારુતિ સુઝુકીની સ્વિફ્ટ શાનદાર કારમાંથી એક છે. આ કારની કિંમત 5.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેનું ટોપ મોડલ 8.02 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો. માઇલેજના હિસાબે પણ આ કાર શ્રેષ્ઠ છે.
Renault Kwid
રેનો ક્વિડ દેશની સૌથી સસ્તી અને લોકપ્રિય કારમાં સામેલ છે. આ કારની કિંમત 2.94 લાખ રૂપિયાથી લઈ 5,07 લાખ રૂપિયા સુધી છે. જો તમારું બજેટ 5 લાખ રૂપિયા સુધી હોય તો આ કાર સારો વિકલ્પ છે.
Tata Altroz
આ કારની ડિઝાઇન અને લુક આકર્ષક છે. ટાટાની આ કારની કિંમત 5.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ હેચબેક કારના ટોપ મોડલની કિંમત 9.34 લાખ રૂપિયા છે.
Tata Nexon
10 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં આ એક સારો વિકલ્પ છે. ટાટાની આ કર્વી લુકવાળી કાર 4 મીટર એસયુવી છે. આ કારની કિંમત 6.99 લાખથી શરૂ થાય છે.
Ford Ecosports
થોડા સમય પહેલા કંપનીએ ઇકોસ્પોર્ટ્સનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યુ હતું. આ શાનદાર કારની પ્રારંભિક કિંમત 8.17 લાખ રૂપિયા છે. દસ લાખથી ઓછા બજેટમાં આ કાર સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
મોદી સરકાર પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ દરેક છોકરીને લગ્ન માટે આપે છે 40 હજાર રૂપિયાની મદદ ? જાણો શું છે હકીકત ?
US Elections: ભારતીય સમય પ્રમાણે અમેરિકામાં કેટલા વાગે શરૂ થશે વોટિંગ, ક્યારે આવશે પરિણામ, જાણો વિગત
વડોદરાઃ હવસખોર પ્રશાંતને છોકરીઓ પહોંચાડવામાં આ ગુજરાતી એક્ટ્રેસ કરતી હતી મદદ, પ્રશાંતે કઈ બે યુવતીને અપાવ્યા ફ્લેટ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement