શોધખોળ કરો
Advertisement
US Elections: ભારતીય સમય પ્રમાણે અમેરિકામાં કેટલા વાગે શરૂ થશે વોટિંગ, ક્યારે આવશે પરિણામ, જાણો વિગત
અમેરિકામાં મતદાન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી થશે. અમેરિકાના તમામ 50 રાજ્યોમાં એક સાથે વોટિંગ યોજાશે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે વોટિંગ યોજાશે. આ મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાદ તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. ભારતીય સમય મુજબ આજે સાંજે 4.30 કલાકથી અમેરિકામા વોટિંગ શરૂ થશે. નવી દિલ્હી અને અમરિકાની રાજધાની વોશિંગ્ટનમાં 10.30 કલાકનું અંતર છે.
અમેરિકામાં મતદાન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી થશે. અમેરિકાના તમામ 50 રાજ્યોમાં એક સાથે વોટિંગ યોજાશે. આશરે 23 કરોડ મતદાર આ વખતે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી દિવસના પૂર્વ સંધ્યા પર 9 કરોડથી વધારે લોકોએ મતદાન કરી દીધું છે. યુએસ ટુડેમાં છપાયેલા અહેવા મુજબ અમેરિકામાં 25.7 કરોડથી વધારે લોકો 18 કે તેથી વધુ ઉંમરના છે. આશરે 24 કરોડ લોકો હાલ વોટિંગ યોગ્ય છે.
આ વખતે વોટિંગના દિવસે જ એટલે કે 3નવેમ્બરની રાતે ચૂંટણી પરિણામો જાહેર થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે આ વખતે મેઇલ ઇન બેલેટ અને પોસ્ટલ બેલેટનો આંકડો વધ્યો હોવાથી પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે. પેન્સિલવેનિયા અને મિશિગનના ઓફિસરો કાઉંટિંગમાં ત્રણ દિવસ લાગી શકે છે તેમ કહી ચુક્યા છે. જો 48 રાજ્યોના પરિણામો સ્પષ્ટ આવશે તો પેન્સિલવેનિયા અને નોર્થ કેરોલિનાના મેલ ઇન બેલેટ્સની ગણના ઔપચારિકતા જ રહેશે. પરંતુ જો મુકાબલામાં કાંટાની ટક્કર જોવા મળે તો ત્રણ દિવસ પણ થઈ શકે છે.
વડોદરાઃ હવસખોર પ્રશાંતને છોકરીઓ પહોંચાડવામાં આ ગુજરાતી એક્ટ્રેસ કરતી હતી મદદ, પ્રશાંતે કઈ બે યુવતીને અપાવ્યા ફ્લેટ ?
ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાનું કોરોનાથી થયું અવસાન ? પ્રધાનમંત્રી મોદીએ શું કર્યું ટ્વિટ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion