શોધખોળ કરો

ખાસ વાહનો માટે સરકાર લાવી રહી છે સ્પેશિયલ ફ્રી FASTag, ટોલ આપ્યા વિના જ થશે પાસ

હવે દેશના હાઈવે પર AI આધારિત નવી ટોલ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. તેમાં VIP અને ઈમરજન્સી વાહનોને ખોટા દંડથી બચાવવા માટે ખાસ 'ઝીરો બેલેન્સ 0 Balance FASTag' અપાશે, જે ઓનલાઈન પોર્ટલ પરથી જ મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવી AI ટોલ સિસ્ટમમાં VIP વાહનો માટે ફ્રી FASTag આવશે.
  • આ ફાસ્ટેગથી ખાસ વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થશે.
  • સરકાર ડેટાબેઝ અને સ્પેશિયલ FASTag વિકલ્પો પર કામ કરી રહી છે.
  • ફક્ત સત્તાવાર ફરજ પરના વાહનોને જ આ સુવિધા મળશે.

Special FASTag online application: ભારતના હાઈવે પર મુસાફરી હવે વધુ ફાસ્ટ અને સ્માર્ટ બનવા જઈ રહી છે. સરકાર જૂના ટોલ પ્લાઝા હટાવીને કેમેરા અને સેન્સરવાળી નવી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સિસ્ટમ લાવી રહી છે. જોકે, આ સિસ્ટમમાં રાષ્ટ્રપતિ, પીએમ, આર્મી કે એમ્બ્યુલન્સ જેવા ટોલ-ફ્રી વાહનોને મશીનની ભૂલથી દંડ ન ફટકારાય તે માટે સરકાર એક ખાસ 'ફ્રી FASTag' લાવવાની તૈયારી કરી રહી છે. આ ફાસ્ટેગથી આવા ખાસ વાહનો 1 પણ રૂપિયો ચૂકવ્યા વગર સરળતાથી ટોલ પાર કરી શકશે અને તેમને કોઈ ખોટો મેમો પણ નહીં આવે.

શું છે આ નવી AI ટોલ સિસ્ટમ?

હવે હાઈવે પર તમારે ટોલ ભરવા માટે ગાડી લાંબી લાઈનમાં ઊભી રાખવી નહીં પડે. સરકાર Multi-Lane Free Flow (MLFF) નામની નવી સિસ્ટમ લાવી રહી છે.

આ સિસ્ટમમાં Automatic Number Plate Recognition (ANPR) ટેકનોલોજીવાળા હાઇ-ટેક કેમેરા લાગેલા હશે.

જેવી તમારી ગાડી ટોલ પાસેથી પસાર થશે, કેમેરા તમારી નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને સીધો જ તમારા એકાઉન્ટમાંથી ટોલ કપાઈ જશે.

ખાસ FASTag લાવવાની જરૂર કેમ પડી?

આપણા દેશના નિયમો મુજબ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલો, સુપ્રીમ અને હાઈકોર્ટના જજો, આર્મીના વાહનો અને કેટલીક ઈમરજન્સી સેવાઓને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળેલી છે.
હવે નવી AI સિસ્ટમ તો એક મશીન છે, એટલે તે ક્યારેક આ VIP વાહનોને સામાન્ય વાહન સમજીને ભૂલથી દંડ અથવા ઈ-નોટિસ મોકલી શકે છે. આ મોટી સમસ્યાને ઉકેલવા માટે જ સરકાર આ ખાસ FASTag લાવવાનો વિચાર કરી રહી છે. આ ફાસ્ટેગ દેખાવમાં સામાન્ય ફાસ્ટેગ જેવું જ કામ કરશે, પણ ગાડી પસાર થશે ત્યારે તેમાંથી કોઈ પૈસા કપાશે નહીં.

સરકાર કયા 2 વિકલ્પો પર કરી રહી છે કામ?

આ મુશ્કેલીના કાયમી ઉકેલ માટે સરકાર 2 પ્લાન પર કામ કરી રહી છે:

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય પાસે રહેલા તમામ ટોલ-ફ્રી વાહનોનો એક મોટો સેન્ટ્રલ ડેટાબેઝ બનાવવો અને તેને સીધો AI ટોલ સિસ્ટમ સાથે કનેક્ટ કરી દેવો.

આવા ખાસ વિભાગો અને એજન્સીઓને અનલિમિટેડ ફ્રી મુવમેન્ટ વાળા સ્પેશિયલ FASTag આપવા.

આ પણ વાંચોઃ માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Tata Sierra EV: AWD સિસ્ટમ સાથે મળશે 500 KM ની રેન્જ

આર્મીના વાહનો માટે ખાસ ડેટા સુરક્ષા

લશ્કર અને ડિફેન્સના વાહનોની સુરક્ષા માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. આર્મીના વાહનોની નંબર પ્લેટ સાવ અલગ હોય છે. નવી AI સિસ્ટમ તેને તરત ઓળખી લેશે અને ગાડી પસાર થતાં જ સુરક્ષાના કારણોસર તેનો ડેટા તરત જ ડિલીટ કરી નાખશે. આનાથી તેમની સંવેદનશીલ માહિતી લીક થવાનો કોઈ ખતરો રહેશે નહીં.

શું દરેક સરકારી કર્મચારીને આ મફત ફાસ્ટેગ મળશે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા દરેક સરકારી બાબુ કે નેતાઓ માટે નથી. સાંસદો (MP), ધારાસભ્યો (MLA) કે અન્ય મોટા અધિકારીઓના અંગત વાહનોને આ લાભ નહીં મળે.

શરત: જ્યારે તેઓ કડક રીતે કોઈ સત્તાવાર સરકારી ફરજ પર હશે, ત્યારે જ તેમને ટોલ મુક્તિ મળશે. સામાન્ય પર્સનલ કામ માટે તેઓ આ ફ્રી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પણ વાંચોઃ ફૂલ ટેન્ક પર 1,000 કિમી ચાલશે BYDની નવી હાઇબ્રિડ SUV! ફીચર્સ જાણીને હોશ ઉડી જશે!

આ ખાસ FASTag ક્યાંથી અને કેવી રીતે મળશે?

આ સ્પેશિયલ FASTag મેળવવાની પ્રક્રિયા પણ નોર્મલ ફાસ્ટેગ કરતા સાવ અલગ છે.

તમે તેને કોઈ બેંક, પેટીએમ કે દુકાન પરથી ખરીદી શકશો નહીં.

આ માટે વાહન માલિકે ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) ના ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે.

ત્યાં ગાડીની RC બુક, પોતાના વિભાગનો ઓથોરિટી લેટર અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આ તમામ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પૂરું થયા પછી જ વાહન માટે આ "ઝીરો બેલેન્સ (0 Balance) સ્પેશિયલ FASTag" આપવામાં આવશે.

Frequently Asked Questions

નવી AI ટોલ સિસ્ટમ શું છે?

આ એક Multi-Lane Free Flow (MLFF) સિસ્ટમ છે જેમાં હાઇ-ટેક કેમેરા તમારી નંબર પ્લેટ સ્કેન કરીને ઓટોમેટિક ટોલ વસૂલ કરશે.

ખાસ FASTag શા માટે લાવવામાં આવી રહ્યું છે?

VIP વાહનોને AI સિસ્ટમ દ્વારા ભૂલથી દંડ ન લાગે તે માટે આ ખાસ FASTag લાવવામાં આવી રહ્યું છે. આનાથી ટોલ-ફ્રી વાહનો વિનામૂલ્યે ટોલ પાર કરી શકશે.

શું આર્મીના વાહનો માટે કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા છે?

હા, આર્મીના વાહનોની નંબર પ્લેટ અલગ હોવાથી AI સિસ્ટમ તેમને ઓળખી લેશે અને સુરક્ષાના કારણોસર ડેટા તરત જ ડિલીટ કરી દેશે.

શું દરેક સરકારી કર્મચારીને મફત FASTag મળશે?

ના, આ સુવિધા ફક્ત સત્તાવાર સરકારી ફરજ પર હોય તેવા વાહનો માટે જ છે. સાંસદો, ધારાસભ્યો કે અન્ય અધિકારીઓના અંગત વાહનોને આ લાભ નહીં મળે.

આ ખાસ FASTag કેવી રીતે મેળવી શકાશે?

આ FASTag IHMCL ના ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને મેળવી શકાશે. વાહનની RC બુક અને વિભાગનો ઓથોરિટી લેટર અપલોડ કરવો પડશે.

ટોપ સ્ટોરી

Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Compact SUV Growth: SUV ખરીદવાનો વધ્યો ક્રેઝ, CNG અને EVની પણ વધી ડિમાન્ડ
Nissan free CNG kit offer: પેટ્રોલના ખર્ચામાંથી મુક્તિ, નવી કાર પર મફત મળશે સરકારી માન્ય CNG કીટ!
Nissan free CNG kit offer: પેટ્રોલના ખર્ચામાંથી મુક્તિ, નવી કાર પર મફત મળશે સરકારી માન્ય CNG કીટ!
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget