શોધખોળ કરો

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Tata Sierra EV: AWD સિસ્ટમ સાથે મળશે 500 KM ની રેન્જ

tata sierra ev awd launch: કંપની 55 kWh અને 65 kWh એમ બે બેટરી પેક વિકલ્પો આપી શકે છે; આ શાનદાર SUV કાર નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની શક્યતા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટા સીએરા EV નાણાકીય વર્ષ 2026-27 માં લોન્ચ થશે.
  • નવી SUV માં 500 કિલોમીટરની રેન્જ અને AWD સિસ્ટમ મળશે.
  • આ કાર ડ્યુઅલ-મોટર સેટઅપ સાથે પહાડી વિસ્તારો માટે શ્રેષ્ઠ છે.
  • આધુનિક ડિઝાઇન અને પ્રીમિયમ ઇન્ટિરિયર સાથે માર્કેટમાં આવશે.

tata sierra ev awd launch: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે, ત્યારે ટાટા મોટર્સ પોતાની આઇકોનિક કાર 'સીએરા'ને EV અવતારમાં લાવવા જઈ રહી છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ, ફાઇનલી ટાટા સીએરા EV (Tata Sierra EV) લોન્ચ થવાની તૈયારીમાં છે. આ નવી SUV નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરમાં એટલે કે આવતા વર્ષે તહેવારોની સિઝન પહેલા માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કારમાં પાવરફુલ AWD સિસ્ટમ અને 500 કિલોમીટર સુધીની શાનદાર રેન્જ મળશે. માર્કેટમાં તેને ટાટા કર્વ EV અને હેરિયર EV ની વચ્ચે પ્લેસ કરવામાં આવશે.

પાવરફુલ AWD સિસ્ટમ અને ડ્યુઅલ મોટર

આ ઈલેક્ટ્રિક કારના ખાસ ફીચર્સની વાત કરીએ તો, ટાટા હેરિયર EV પછી સીએરા EV ટાટાની બીજી એવી ઇલેક્ટ્રિક SUV હશે જેમાં AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમનો ઓપ્શન મળશે. AWD મોડેલમાં ડ્યુઅલ-મોટર સેટઅપ આપવામાં આવશે, જે તેને ખાડાટેકરાવાળા રસ્તાઓ, પહાડી વિસ્તારો અને હળવા ઓફ-રોડિંગ માટે એકદમ બેસ્ટ બનાવશે. જોકે, ડ્યુઅલ મોટર હોવાને કારણે પાવર વધશે પણ કારની રેન્જમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

બેટરી પેક અને શાનદાર રેન્જ

ગ્રાહકો માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે રેન્જ કેટલી મળશે? કંપની નવી સીએરા EV ને બે બેટરી પેક વિકલ્પો સાથે મેદાનમાં ઉતારી શકે છે:

55 kWh બેટરી પેક: રેગ્યુલર વપરાશ માટે.

65 kWh બેટરી પેક: લાંબા અંતરની મુસાફરી માટે.

અહેવાલો મુજબ, 65 kWh ના મોટા બેટરી પેક સાથે સિંગલ-મોટરવાળું મોડેલ રસ્તા પર આશરે 500 કિલોમીટરની રિયલ-વર્લ્ડ રેન્જ આપશે તેવી આશા છે. જ્યારે AWD ડ્યુઅલ-મોટર વર્ઝનમાં પિક-અપ જબરદસ્ત હશે, પરંતુ તેની રેન્જ સિંગલ મોટર કરતા થોડી ઓછી રહી શકે છે.

આ પણ વાંચોઃ ફૂલ ટેન્ક પર 1,000 કિમી ચાલશે BYDની નવી હાઇબ્રિડ SUV! ફીચર્સ જાણીને હોશ ઉડી જશે!

ભવિષ્યવાદી ડિઝાઇન અને ફીચર્સ

ડિઝાઇનની વાત કરીએ તો, સીએરા EV નો લુક જૂના પેટ્રોલ-ડીઝલ મોડેલો કરતા એકદમ અલગ અને આધુનિક હશે. તેમાં કોન્સેપ્ટ મોડેલ જેવી જ ક્લોઝ્ડ ફ્રન્ટ ગ્રિલ ડિઝાઇન જોવા મળશે, જે તેને ફ્યુચરિસ્ટિક લુક આપશે. કારના ઇન્ટિરિયરમાં પણ ઘણા પ્રીમિયમ ફેરફારો થશે, જોકે એવું માનવામાં આવે છે કે EV વર્ઝનમાં કદાચ ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ ન પણ મળે. કિંમતના મામલે આ કાર પ્રીમિયમ સેગમેન્ટમાં આવશે, પરંતુ તે હેરિયર EV કરતા થોડી સસ્તી હશે.

માર્કેટમાં કોની સાથે થશે ટક્કર?

ભારતીય બજારમાં લોન્ચ થયા પછી, મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં ટાટા સીએરા EV ની સીધી ટક્કર નીચે મુજબની શાનદાર કારો સાથે થશે:

Hyundai Creta EV

Mahindra BE 6

MG ZS EV

Maruti Suzuki e-Vitara

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹3 મોંઘુ થાય તો શું? ટેન્શન છોડો, ₹5 લાખના બજેટમાં આ કાર્સ આપશે બેસ્ટ માઈલેજ

Frequently Asked Questions

ટાટા સીએરા EV ક્યારે લોન્ચ થશે?

ટાટા સીએરા EV નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરમાં, એટલે કે આવતા વર્ષે તહેવારોની સિઝન પહેલા લોન્ચ થઈ શકે છે.

ટાટા સીએરા EV માં કઈ બેટરી પેક વિકલ્પો ઉપલબ્ધ હશે?

ટાટા સીએરા EV 55 kWh અને 65 kWh બે બેટરી પેક વિકલ્પો સાથે આવી શકે છે, જે રેગ્યુલર વપરાશ અને લાંબા અંતરની મુસાફરી માટે યોગ્ય છે.

ટાટા સીએરા EV ની અંદાજિત રેન્જ કેટલી હશે?

65 kWh ના બેટરી પેક સાથે સિંગલ-મોટર મોડેલ લગભગ 500 કિલોમીટરની રેન્જ આપી શકે છે.

શું ટાટા સીએરા EV માં AWD સિસ્ટમ હશે?

હા, ટાટા સીએરા EV માં AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમનો વિકલ્પ મળશે, જેમાં ડ્યુઅલ-મોટર સેટઅપ હશે.

ટોપ સ્ટોરી

₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
Embed widget