56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ
નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે ખુશખબર છે. Hero MotoCorpએ પોતાની Destini 110 લાઇન-અપમાં નવું સ્પેશિયલ એડિશન ઉમેર્યું છે.

- Hero Destini 110 Classique Edition ₹76,400 માં લોન્ચ થયું.
- બે ડ્યુઅલ-ટોન કલર, નવા ગ્રાફિક્સ સાથે પ્રીમિયમ લુક.
- 110.9cc એન્જિન, 56.2 kmpl માઇલેજ, i3S ટેક્નોલોજી.
- પ્રોજેક્ટર LED હેડલાઇટ, USB ચાર્જિંગ જેવા ફીચર્સ શામેલ.
Hero Destini 110 Classique Edition Launched: નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે ખુશખબર છે. Hero MotoCorpએ પોતાની Destini 110 લાઇન-અપમાં નવું સ્પેશિયલ એડિશન ઉમેર્યું છે. કંપનીએ તેને Classique Edition નામ આપ્યું છે. Hero Destini 110 Classique Editionને 76,400 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા વર્ઝનમાં બે ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમ, નવા ગ્રાફિક્સ અને કેટલાક કોસ્મેટિક ફેરફાર આપવામાં આવ્યા છે જે તેને સ્ટાન્ડર્ડ સ્કૂટરથી અલગ અને ખાસ બનાવે છે.
નવો લુક અને કલર ઓપ્શન
Hero Destini 110 Classique Edition બે આકર્ષક કલર કોમ્બિનેશનમાં ઉપલબ્ધ છે. તેમાં પહેલો Matt Goldfish Silver/Light Industrial Grey કલર ઓપ્શન છે, જેમાં બ્રાઉન ઇનર પેનલ્સ આપવામાં આવી છે. જ્યારે બીજો Matt Aries Brown કલર છે, જેમાં બ્લેક ઇનર પેનલ્સ મળે છે. બંને મોડલના ફ્રન્ટ અને સાઇડ પેનલ્સ પર નવી સ્ટ્રાઇપ ડિઝાઇન આપવામાં આવી છે. આ ઉપરાંત સાઇડ મિરર્સ અને સીટ કવરનો કલર પણ બોડી કલર સાથે મેળ ખાય છે. સ્કૂટરને વધુ પ્રીમિયમ લુક આપવા માટે તેમાં 3D Classique Edition બેજ અને રિમ ટેપ પણ ઉમેરવામાં આવી છે.
એન્જિન અને માઇલેજ
Hero Destini 110 Classique Editionમાં અગાઉની જેમ 110.9ccનું એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7,250rpm પર 8bhpનો પાવર અને 5,750rpm પર 8.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. રોજિંદા ઉપયોગ દરમિયાન પેટ્રોલની બચત માટે તેમાં Heroની i3S (Idle Stop-Start System) ટેક્નોલોજી પણ યથાવત્ રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 56.2 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. જોકે, આ સ્પેશિયલ એડિશનના એન્જિન કે ગિયરબોક્સમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ફીચર્સ અને ડાયમેન્શન
આ સ્કૂટરમાં પ્રોજેક્ટર LED હેડલાઇટ, LED ટેલ-લેમ્પ અને ડિજિટલ-એનાલોગ સ્પીડોમીટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આગળના ભાગમાં ગ્લવબોક્સ મળે છે, જેમાં મોબાઇલ ચાર્જ કરવા માટે ઇન-બિલ્ટ USB ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે.
સ્કૂટરનું વ્હીલબેઝ 1,302mm, સીટની ઊંચાઈ 770mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 162mm છે. સસ્પેન્શનની વાત કરીએ તો આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં સિંગલ-સાઇડેડ શોક એબ્સોર્બર આપવામાં આવ્યું છે. આ સ્કૂટર 12 ઇંચનાં વ્હીલ્સ અને ટ્યૂબલેસ ટાયર સાથે આવે છે. આગળના ટાયરનું કદ 90/90 અને પાછળના ટાયરનું કદ 100/80 છે. સ્કૂટરનું કુલ વજન 114 કિલોગ્રામ છે અને તેમાં 5.3 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે. Destini 110 લાઇન-અપમાં સામેલ થયેલું આ નવું સ્પેશિયલ એડિશન ખરીદદારોને કલર અને સ્ટાઇલની દૃષ્ટિએ વધુ પ્રીમિયમ વિકલ્પ પૂરો પાડે છે.





















