શોધખોળ કરો

72 કિમીની એવરેજ અને દમદાર ફીચર્સ સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે નવું Splendor

Super Splendor XTEC 2.0: આ બાઇક 124.7cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે. આ એન્જિન આશરે 10.7 bhp પાવર અને 10.6 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Super Splendor XTEC 2.0 ₹86,500 એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ થઈ.
  • બાઇક 72kmpl સુધીનો દાવો કરેલો માઇલેજ આપે છે.
  • તેમાં બ્લૂટૂથ, કોલ એલર્ટ, USB ચાર્જિંગ પોર્ટ છે.
  • 124.7cc એન્જિન, 10.7bhp પાવર, 5-સ્પીડ ગિયરબોક્સ.

Super Splendor XTEC 2.0:  જો તમે એવી બાઇકની શોધમાં હોવ જે શાનદાર માઈલેજ આપે અને મોર્ડન ફીચર્સ ઓફર કરે, તો Super Splendor XTEC 2.0 તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. કંપનીએ પોતાની આ 125cc બાઇકનું નવું અપડેટેડ મોડેલ ભારતીય બજારમાં લોન્ચ કરી દીધું છે. નવી બાઇકમાં પહેલા કરતા વધુ આધુનિક ફીચર્સ, નવી ડિઝાઇન અને શ્રેષ્ઠ માઈલેજ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 72 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ આપી શકે છે, જે આ સેગમેન્ટમાં ખૂબ જ શાનદાર માનવામાં આવે છે.

Hero MotoCorp એ આ નવી Super Splendor XTEC 2.0 ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 86,500 રૂપિયા રાખી છે. કંપનીનું કહેવું છે કે આ બાઇક ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ દરરોજ ઓફિસ, કોલેજ કે બિઝનેસના કામ માટે બાઇકનો ઉપયોગ કરે છે અને ઓછા ખર્ચમાં વધુ માઈલેજ ઈચ્છે છે.

આ પણ વાંચો...મધ્યમ વર્ગના પરિવારો માટે 2026 ની સૌથી બેસ્ટ કાર,  ઓછી ખર્ચમાં મળશે મોટો ફાયદો 

એન્જિન અને પાવર

નવી Super Splendor XTEC 2.0 માં 124.7cc નું સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન અંદાજે 10.7bhp નો પાવર અને 10.6Nm નો ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5-speed ગિયરબોક્સ મળે છે, જેનાથી શહેરમાં અને હાઈવે બંને જગ્યાએ સ્મૂધ રાઈડિંગનો અનુભવ મળે છે. કંપનીએ તેમાં Advanced Programmed Fuel Injection (APFI) અને i3S (Idle Stop-Start System) જેવી ટેકનોલોજી આપી છે, જેની મદદથી બાઇક વધુ સારી માઈલેજ આપી શકે છે.

બાઇક કેટલી માઈલેજ આપે છે?

આ બાઇકની સૌથી મોટી વિશેષતા તેનો 72kmpl સુધીનો દાવો કરાયેલ માઈલેજ છે. પેટ્રોલની વધતી કિંમતોના સમયમાં આ ફીચર મધ્યમ વર્ગ અને ડેઈલી કમ્યુટર રાઈડર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, રિયલ લાઈફ માઈલેજ રસ્તા, ટ્રાફિક અને રાઈડિંગ સ્ટાઈલ પર નિર્ભર કરે છે. Splendor XTEC ને ડેઈલી યુઝ માટે સારો ઓપ્શન ગણાવવામાં આવ્યો છે, ખાસ કરીને એવા લોકો માટે જે ઓછા ખર્ચમાં ભરોસાપાત્ર બાઇક ઈચ્છે છે.

કેવા છે બાઇકના ફીચર્સ?

ફીચર્સની બાબતમાં પણ આ બાઇક હવે ઘણી અપડેટેડ થઈ ગઈ છે. તેમાં ફુલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેમાં Bluetooth કનેક્ટિવિટી મળે છે. આની મદદથી રાઈડરને કોલ એલર્ટ, SMS નોટિફિકેશન, મિસ્ડ કોલ અને ફોન બેટરી જેવી જાણકારી સ્ક્રીન પર દેખાય છે. આ ઉપરાંત બાઇકમાં Real Time Mileage Indicator, Low Fuel Indicator અને USB Type-C ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેનાથી મુસાફરી દરમિયાન મોબાઈલ સરળતાથી ચાર્જ કરી શકાય છે.

Frequently Asked Questions

Super Splendor XTEC 2.0 ની કિંમત કેટલી છે?

Hero MotoCorp એ નવી Super Splendor XTEC 2.0 ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 86,500 રૂપિયા રાખી છે. આ બાઇક ખાસ કરીને ઓછા ખર્ચમાં વધુ માઈલેજ ઈચ્છતા લોકો માટે બનાવવામાં આવી છે.

Super Splendor XTEC 2.0 કેટલી માઈલેજ આપે છે?

કંપનીનો દાવો છે કે Super Splendor XTEC 2.0 72 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ આપી શકે છે. આ ફીચર પેટ્રોલની વધતી કિંમતોના સમયમાં ખૂબ ફાયદાકારક છે.

Super Splendor XTEC 2.0 માં કયા એન્જિનનો ઉપયોગ થયો છે?

આ બાઇકમાં 124.7cc નું સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે જે 10.7bhp પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં Advanced Programmed Fuel Injection (APFI) અને i3S ટેકનોલોજી પણ છે.

Super Splendor XTEC 2.0 માં કયા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે?

બાઇકમાં ફુલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે Bluetooth કનેક્ટિવિટી, કોલ એલર્ટ, SMS નોટિફિકેશન, Real Time Mileage Indicator, Low Fuel Indicator અને USB Type-C ચાર્જિંગ પોર્ટ જેવા આધુનિક ફીચર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
નવી Renault Kwid ખરીદવી છે? અહીં સમજો ડાઉન પેમેન્ટ અને EMI ની સંપૂર્ણ ગણતરીની વિગતો
નવી Renault Kwid ખરીદવી છે? અહીં સમજો ડાઉન પેમેન્ટ અને EMI ની સંપૂર્ણ ગણતરીની વિગતો
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget