શોધખોળ કરો

1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી

Hyryder CNG on EMI: જો તમે એક એવી મિડ-સાઇઝ SUV ખરીદવા માંગો છો જેમાં ઉત્તમ માઇલેજ અને હાઇબ્રિડ ટેકનોલોજી મળે, તો Toyota Urban Cruiser Hyryder ખરીદી શકાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Toyota Hyryder SUV 1 લાખ ડાઉન પેમેન્ટ પર ખરીદી શકાય છે.
  • રૂ.1 લાખ ડાઉન પેમેન્ટ કરી, માસિક રૂ. 19,464 EMI ચૂકવવી.
  • ગાડીમાં 6 એરબેગ્સ, સનરૂફ, 27.97 kmpl માઇલેજ મળે છે.
  • EMI બેંક વ્યાજ દર, CIBIL સ્કોર, મુદત પર આધારિત.

Hyryder CNG on EMI: જો તમે એક એવી મિડ-સાઇઝ SUV ખરીદવા માંગો છો જેમાં ઉત્તમ માઇલેજ અને હાઇબ્રિડ ટેકનોલોજી મળે, તો Toyota Urban Cruiser Hyryder ખરીદી શકાય છે. આ SUV બજારમાં Maruti Grand Vitara, Hyundai Creta, Kia Seltos, Honda Elevate અને Skoda Kushaq જેવા મોડેલ્સને સખત ટક્કર આપે છે.

આ ગાડી ખરીદવા માટે રોકડા (ફુલ પેમેન્ટ) ચૂકવવાની જરૂર નથી, તેને કાર લોન પર પણ ખરીદી શકાય છે. જો તમે આ ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 1 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટ આપ્યા પછી દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે તે જાણવું જરૂરી છે. ચાલો તેની સમગ્ર ગણતરી સમજીએ.

આ પણ વાંચો...Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ

ગાડીની ઓન-રોડ કિંમત અને EMI ગણતરી

Toyota Urban Cruiser Hyryderના બેઝ મોડેલની એક્સ-શોરૂમ કિંમત આશરે 11.31 લાખ રૂપિયા અને ઓન-રોડ કિંમત 13.09 લાખ રૂપિયાની આસપાસ રહે છે (જોકે શહેર અને કરવેરાના હિસાબે ઓન-રોડ કિંમતમાં તફાવત હોઈ શકે છે).

જો તમે 1 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટ કરો છો, તો 13.09 લાખ રૂપિયામાંથી 1 લાખ બાદ કરતાં આશરે 12.09 લાખ રૂપિયાની લોન લેવી પડે. જો તમે 9.8% વાર્ષિક વ્યાજ દરે 7 વર્ષ માટે લોન લો છો, તો દર મહિને 19,464 રૂપિયાની EMI બનશે.

આ EMI ગણતરીને એક ઉદાહરણ તરીકે સમજવી જરૂરી છે. બેંકના વ્યાજ દર, તમારો ક્રેડિટ સ્કોર (CIBIL), લોનની મુદ્દત અને તે સમયની ઓન-રોડ કિંમતના આધારે વાસ્તવિક EMI થોડી ઉપર-નીચે થઈ શકે છે. જો તમે લોનનો સમયગાળો વધારે રાખો છો તો માસિક EMI ઘટી જાય છે, પરંતુ કુલ વ્યાજ વધારે ચૂકવવું પડે છે. બીજી તરફ, વધારે ડાઉન પેમેન્ટ આપવાથી લોનની રકમ ઘટશે અને વ્યાજનું ભારણ પણ ઓછું થશે. ધ્યાન રાખવું જરૂરી છે કે કારની એક્સ-શોરૂમ કિંમત જ અંતિમ કિંમત નથી હોતી. ઓન-રોડ કિંમતમાં આરટીઓ (RTO) ટેક્સ, ઈન્સ્યોરન્સ અને રજીસ્ટ્રેશન જેવા અન્ય ચાર્જીસ પણ ઉમેરાય છે.

કારના પ્રીમિયમ ફીચર્સ

Hyryderના બેઝ E વેરિઅન્ટમાં પણ તમામ જરૂરી ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, પુશ-બટન સ્ટાર્ટ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને કી-લેસ એન્ટ્રી જેવા ફીચર્સ મળે છે. જ્યારે ઉપરના S, G અને V વેરિઅન્ટમાં 7-ઈંચ અથવા 9-ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, Apple CarPlay/Android Auto, ક્રૂઝ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, 360-ડિગ્રી કેમેરા અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ જેવા હાઈ-એન્ડ ફીચર્સ ઉપલબ્ધ છે.

એન્જિન અને માઇલેજ

Hyryderની સૌથી મોટી ખાસિયત તેની વિવિધ પાવરટ્રેન સિસ્ટમ છે. તેમાં 1.5-લીટર માઈલ્ડ-હાઈબ્રિડ પેટ્રોલી એન્જિન 103 PS પાવર અને 137 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય 1.5-લીટર સ્ટ્રોંગ-હાઈબ્રિડ પાવરટ્રેનમાં 116 PS પાવર મળે છે. તેના 5-સ્પીડ મેન્યુઅલ વેરિઅન્ટમાં આશરે 26.6 kmpl ની માઇલેજ મળે છે. આ કાર CNG અને સ્ટ્રોંગ-હાઈબ્રિડ બંને ઓપ્શનમાં આવે છે, જેમાં સ્ટ્રોંગ-હાઈબ્રિડ વેરિઅન્ટમાં 27.97 kmpl સુધીની માઇલેજનો દાવો કરવામાં આવ્યો છે.

1 લાખની ડાઉન પેમેન્ટ કોના માટે યોગ્ય?

જે ખરીદદારો પાસે શરૂઆતમાં એકસાથે મોટી રકમ નથી અને ગાડી જલ્દી ખરીદવા માંગે છે, તેમના માટે 1 લાખની ડાઉન પેમેન્ટવાળો પ્લાન આકર્ષક બની શકે છે. પરંતુ ઓછી ડાઉન પેમેન્ટનો અર્થ એ છે કે લોનની રકમ મોટી બનશે અને વ્યાજ વધારે ચૂકવવું પડશે. તેથી માત્ર માસિક EMI જોઈને નહીં પરંતુ કુલ ખરીદી ખર્ચ અને વાર્ષિક રનિંગ (વપરાશ) જોઈને નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે.

Frequently Asked Questions

Toyota Urban Cruiser Hyryder ખરીદવા માટે ₹1 લાખ ડાઉન પેમેન્ટ કરવાથી કેટલી EMI ચૂકવવી પડશે?

જો તમે ₹1 લાખ ડાઉન પેમેન્ટ કરો અને 9.8% વ્યાજ દરે 7 વર્ષ માટે લોન લો, તો માસિક ₹19,464ની EMI ચૂકવવી પડશે. વાસ્તવિક EMI વ્યાજ દર અને લોનની મુદત પર આધાર રાખે છે.

Toyota Urban Cruiser Hyryder ના બેઝ મોડેલની ઓન-રોડ કિંમત કેટલી છે?

Hyryder ના બેઝ મોડેલની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹11.31 લાખ અને ઓન-રોડ કિંમત આશરે ₹13.09 લાખ રહે છે. શહેર અને કરવેરાના હિસાબે આ કિંમત અલગ હોઈ શકે છે.

Toyota Urban Cruiser Hyryder માં કેટલી માઇલેજ મળે છે?

5-સ્પીડ મેન્યુઅલ વેરિઅન્ટમાં આશરે 26.6 kmpl અને સ્ટ્રોંગ-હાઈબ્રિડ વેરિઅન્ટમાં 27.97 kmpl સુધીની માઇલેજનો દાવો કરવામાં આવ્યો છે. તે CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે.

Toyota Urban Cruiser Hyryder માં કયા મુખ્ય ફીચર્સ ઉપલબ્ધ છે?

બેઝ મોડેલમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને પુશ-બટન સ્ટાર્ટ જેવા ફીચર્સ મળે છે. ઉચ્ચ વેરિઅન્ટ્સમાં પેનોરેમિક સનરૂફ અને 360-ડિગ્રી કેમેરા જેવા પ્રીમિયમ ફીચર્સ પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget