શોધખોળ કરો

ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

MG Motor 7-Seater SUV: એમજીની ઈલેક્ટ્રિક 7-સીટર SUV ગ્લોબલ માર્કેટમાં વેચાતી Wuling Starlight 560 પર બેસ્ડ હશે, જેને ભારતીય બજારના હિસાબે તૈયાર કરવામાં આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એમજી મોટર 7-સીટર ઇલેક્ટ્રિક SUV ટૂંક સમયમાં લોન્ચ કરશે.
  • 69kWh બેટરી 600 કિલોમીટર લાંબી ડ્રાઇવિંગ રેન્જ આપશે.
  • ADAPT પ્લેટફોર્મ પર બનશે, 2+3+2 સીટિંગ લેઆઉટ સાથે.

MG Motor 7-Seater SUV: ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ સતત વધી રહી છે. હવે કાર કંપનીઓ ઘણી ઈલેક્ટ્રિક એસયુવી પણ લાવવાની તૈયારી કરી રહી છે. આ જ કડીમાં એમજી મોટર ઈન્ડિયા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની નવી 7-સીટર ઈલેક્ટ્રિક SUV લોન્ચ કરવા જઈ રહી છે. આ એસયુવી લાંબી ડ્રાઇવિંગ રેન્જ, મોર્ડન ટેકનોલોજી અને થ્રી રો વાળી સીટિંગ સાથે આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર તે ગ્રાહકોને પસંદ આવશે જેઓ એક એવી ફેમિલી SUV ઈચ્છે છે, જેમાં વધુ સ્પેસ હોવાની સાથે-સાથે ઈલેક્ટ્રિક ડ્રાઇવિંગનો ફાયદો પણ મળે.

 

નવી MG ઈલેક્ટ્રિક SUV કંપનીના નવા ADAPT પ્લેટફોર્મ પર બેસ્ડ હશે. આ પ્લેટફોર્મ ખાસ એટલા માટે છે કારણ કે તેના પર ઈલેક્ટ્રિક, સ્ટ્રોંગ હાઈબ્રિડ, પ્લગ-ઈન હાઈબ્રિડ અને રેન્જ-એક્સટેન્ડર જેવા અનેક પ્રકારના પાવરટ્રેન તૈયાર કરી શકાય છે. એટલે કે ભવિષ્યમાં આ જ પ્લેટફોર્મ પર કંપની અનેક નવા મોડલ પણ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ SUV ગ્લોબલ માર્કેટમાં વેચાતી Wuling Starlight 560 પર બેસ્ડ હશે, જેને ભારતીય બજારના હિસાબે તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો...દિવાળી પર SUV સેગમેન્ટમાં મોટો ધમાકો, લોન્ચ થશે 2 પાવરફુલ હાઇબ્રિડ SUV

કેવી છે ગાડીની પરફોર્મન્સ?

પરફોર્મન્સની વાત કરીએ તો આ SUVમાં લગભગ 69kWh કેપેસિટીનો મોટો બેટરી પેક મળવાની આશા છે. તેની સાથે સિંગલ ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવશે, જે આશરે 210 bhp નો પાવર જનરેટ કરશે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ થવા પર આ SUV લગભગ 600 કિલોમીટર સુધી ચાલી શકશે. આટલી લાંબી રેન્જ હોવાને કારણે આ કાર રોજબરોજની ડ્રાઇવિંગની સાથે-સાથે લાંબી મુસાફરી માટે પણ એક સારો ઓપ્શન બની શકે છે.

જો શેપની વાત કરીએ તો આ SUV ઘણી મોટી હશે. તેની લંબાઈ આશરે 4.75 મીટર હશે, જ્યારે વ્હીલબેઝ લગભગ 2.81 મીટર રહેવાની આશા છે. આના કારણે કેબિનમાં પૂરતી જગ્યા મળશે અને તેમાં 2+3+2 સીટિંગ લેઆઉટ આપવામાં આવશે, એટલે કે સાત લોકો આરામથી મુસાફરી કરી શકશે. મોટી ફેમિલી અથવા લાંબા રોડ ટ્રીપ પર જનારા લોકો માટે આ લેઆઉટ ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.

કિંમતની વાત કરીએ તો ગાડીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 20 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત લગભગ 25 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. આ કિંમતે આ SUV મહિન્દ્રા XEV 9S જેવી ઈલેક્ટ્રિક એસયુવીને સીધી ટક્કર આપી શકે છે. એવામાં આવનારા સમયમાં ભારતીય ઈલેક્ટ્રિક SUV બજારમાં મુકાબલો વધુ રસપ્રદ બનવાનો છે.

શું છે ખાસિયત?

MG માત્ર ઈલેક્ટ્રિક મોડલ સુધી જ સીમિત નહીં રહે. કંપની આ જ SUVનું પ્લગ-ઈન હાઈબ્રિડ (PHEV) વર્ઝન પણ ભારતીય બજારમાં લાવી શકે છે. ગ્લોબલ મોડલમાં 1.5-લીટર પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રિક મોટરનું કોમ્બિનેશન મળે છે. આ વર્ઝન માત્ર ઈલેક્ટ્રિક મોડમાં આશરે 125 કિલોમીટર સુધી ચાલી શકે છે, જ્યારે પેટ્રોલ અને બેટરી બંનેનો ઉપયોગ કરવા પર તેની કુલ ડ્રાઇવિંગ રેન્જ લગભગ 1,100 કિલોમીટર સુધી પહોંચી જાય છે. એવા ગ્રાહકો માટે આ એક ઉત્તમ ઓપ્શન હોઈ શકે છે જેઓ લાંબું અંતર કાપે છે પરંતુ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક કાર ખરીદવાને લઈને હજુ અસમંજસમાં છે.

Frequently Asked Questions

MG મોટરની નવી 7-સીટર ઇલેક્ટ્રિક SUVની મુખ્ય ખાસિયતો શું છે?

આ SUV લાંબી ડ્રાઇવિંગ રેન્જ, મોર્ડન ટેકનોલોજી અને થ્રી રો સીટિંગ સાથે આવશે. તે નવા ADAPT પ્લેટફોર્મ પર આધારિત હશે અને સાત લોકો માટે પૂરતી જગ્યા પ્રદાન કરશે.

આ નવી ઇલેક્ટ્રિક SUV એક જ ચાર્જમાં કેટલું અંતર કાપી શકશે?

કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ થવા પર આ SUV લગભગ 600 કિલોમીટર સુધી ચાલી શકશે. તેમાં 69kWh બેટરી પેક અને 210 bhp પાવરવાળી સિંગલ ઇલેક્ટ્રિક મોટર હશે.

MGની આ નવી ઇલેક્ટ્રિક SUVની અંદાજિત કિંમત કેટલી હોઈ શકે છે?

ગાડીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 20 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત લગભગ 25 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

આ 7-સીટર SUV કયા પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેનાથી શું ફાયદો થશે?

આ SUV કંપનીના નવા ADAPT પ્લેટફોર્મ પર બેસ્ડ હશે. આ પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક, સ્ટ્રોંગ હાઈબ્રિડ, પ્લગ-ઇન હાઈબ્રિડ જેવા અનેક પ્રકારના પાવરટ્રેન તૈયાર કરી શકાય છે.

ટોપ સ્ટોરી

Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Embed widget