શોધખોળ કરો

MG ની આ નવી ટેકનોલોજીથી વધશે Tata-Mahindra નું ટેન્શન, લોન્ચ થવા જઈ રહી છે નવી જનરેશનની કારો

MG Motor NEV Architecture: JSW એમજી મોટરે ભારતનું પહેલું મલ્ટી-એનર્જી વ્હીકલ પ્લેટફોર્મ MG ADAPT લોન્ચ કર્યું. હવે EV અને હાઇબ્રિડ કારોની નવી જનરેશનથી વધી શકે છે ટાટા અને મહિન્દ્રા કંપનીઓની ટેન્શન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એમજી મોટરે ADAPT, ભારતનું પહેલું NEV પ્લેટફોર્મ લોન્ચ કર્યું.
  • એક જ પ્લેટફોર્મ ચાર વિવિધ NEV વાહનો બનાવશે.
  • ઇન્ટેલિજન્ટ સિસ્ટમ ચાર ડ્રાઇવિંગ મોડ્સ પૂરા પાડે છે.
  • REEV ટેકનોલોજીમાં પેટ્રોલ એન્જિન બેટરી ચાર્જ કરશે.

MG Motor NEV Architecture: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે, લોકો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ગાડીઓને વધુ પસંદ કરી રહ્યા છે. જેના કારણે તમામ ઓટોમોબાઇલ કંપનીઓ પણ આ જ ગાડીઓને મહત્વ આપી રહી છે. જણાવી દઈએ કે, અત્યારે ટાટા મોટર્સ અને મહિન્દ્રા આ દિવસોમાં હાઇબ્રિડ ગાડીઓમાં દમ બતાવી રહી છે. પરંતુ હવે માર્કેટમાં તેમને જોરદાર ટક્કર મળવા જઈ રહી છે. કારણ કે, હવે જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ એક ખૂબ જ શાનદાર પગલું ભરી લીધું છે.

 

કારણ કે, એમજીએ ભારતનું પહેલું મલ્ટી ન્યૂ એનર્જી વ્હીકલ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. જેને એમજી એડાપ્ટ (MG ADAPT) નામ આપવામાં આવ્યું છે. આ એક એવી ટેકનોલોજી છે જે સામે આવતા જ કાર બજારનું આખું સમીકરણ બદલાઈ જશે. ચાલો સમજીએ કે આખરે આ પ્લેટફોર્મમાં એવું શું ખાસ છે જે ટાટા અને મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓની ઊંઘ હરામ કરવા માટે પૂરતું છે.

આ પણ વાંચો...125cc થી 350cc સુધી... કઈ બાઇક આપશે સૌથી વધુ વેલ્યુ? ખરીદતા પહેલાં જાણી લો આખું ગણિત

હવે બનશે 4 અલગ-અલગ પ્રકારની ગાડીઓ

તમને જણાવી દઈએ કે, કાર કંપનીઓએ ઇલેક્ટ્રિક ગાડી માટે અલગ પ્લેટફોર્મ અને હાઇબ્રિડ કે પેટ્રોલ કાર માટે અલગ ચેસિસ તૈયાર કરવી પડતી હતી. જેમાં કંપનીનો મોટો ખર્ચ અને સમય ખૂબ જ વધારે જતો હતો. પરંતુ એમજીનું આ એડાપ્ટ એક ખૂબ જ વર્સેટાઈલ અને મોડ્યુલર આર્કિટેક્ચર છે.

આનો અર્થ એ છે કે આ જ એક સિંગલ બેઝનો ઉપયોગ કરીને કંપની પ્યોર ઇલેક્ટ્રિક વ્હીકલ, સ્ટ્રોંગ હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ અને રેન્જ એક્સટેન્ડર ઇલેક્ટ્રિક વ્હીકલ જેવી ચાર અલગ-અલગ ટેકનોલોજી વાળી કારો બનાવી શકે છે. એમજી આવું કરનારી ભારતમાં પહેલી કંપની બનશે.

જાણો શું છે ફીચર્સ?

જ્યારે હવે હાઇબ્રિડ કારોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે આ પ્લેટફોર્મમાં ભારતની પહેલી 10-in-1 ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક ડ્રાઇવ યુનિટ અને દુનિયાનું પહેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેડિકેટેડ હાઇબ્રિડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આમાં એક ઇન્ટેલિજન્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ લાગેલી છે જે રોડના હિસાબે 4 ડ્રાઇવિંગ મોડ્સ પોતે જ પસંદ કરી લે છે.

તેમાં સિટી માટે પ્યોર ઇલેક્ટ્રિક, વીજળી બનાવવા માટે સિરીઝ હાઇબ્રિડ જ્યારે એક્સ્ટ્રા પાવર માટે પેરેલલ હાઇબ્રિડ અને હાઇવે માટે એન્જિન ડાયરેક્ટ ડ્રાઇવ સામેલ છે. આ સિવાય આમાં REEV ટેકનોલોજી પણ છે જેમાં વ્હીલ્સ હંમેશા મોટરથી જ ચાલશે અને પેટ્રોલ એન્જિન માત્ર બેટરી ચાર્જ કરવા માટે જનરેટરનું કામ કરશે.

Frequently Asked Questions

MG ADAPT શું છે?

MG ADAPT એ JSW MG મોટર ઇન્ડિયા દ્વારા રજૂ કરાયેલું ભારતનું પ્રથમ મલ્ટી ન્યૂ એનર્જી વ્હીકલ પ્લેટફોર્મ છે. આ ટેકનોલોજી કાર બજારનું સમીકરણ બદલી નાખશે.

MG ADAPT પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કયા પ્રકારની ગાડીઓ બનાવી શકાય છે?

આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્યોર ઇલેક્ટ્રિક, સ્ટ્રોંગ હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ અને રેન્જ એક્સટેન્ડર ઇલેક્ટ્રિક વ્હીકલ એમ ચાર અલગ-અલગ પ્રકારની ગાડીઓ બનાવી શકાય છે.

MG ADAPT ની મુખ્ય વિશેષતાઓ શું છે?

MG ADAPT માં ભારતની પહેલી 10-in-1 ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક ડ્રાઇવ યુનિટ અને વિશ્વનું પહેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક હાઇબ્રિડ ટ્રાન્સમિશન છે. તેમાં રોડ અનુસાર ડ્રાઇવિંગ મોડ્સ પસંદ કરતી ઇન્ટેલિજન્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ પણ શામેલ છે.

MG ADAPT માં ઇન્ટેલિજન્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

આ સિસ્ટમ રોડ અનુસાર 4 ડ્રાઇવિંગ મોડ્સ (પ્યોર ઇલેક્ટ્રિક, સિરીઝ હાઇબ્રિડ, પેરેલલ હાઇબ્રિડ, એન્જિન ડાયરેક્ટ ડ્રાઇવ) આપોઆપ પસંદ કરે છે. તે શહેરમાં પ્યોર ઇલેક્ટ્રિક અને હાઇવે પર એન્જિન ડાયરેક્ટ ડ્રાઇવ મોડનો ઉપયોગ કરે છે.

ટોપ સ્ટોરી

56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ 
56.2 KM માઈલેજ, કિંમત બજેટમાં,પરિવાર માટે Hero નું નવું સ્કૂટર લોન્ચ, જાણો ફીચર્સ 
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Embed widget