શોધખોળ કરો

મોંઘા પેટ્રોલથી કંટાળ્યા લોકો! મે મહિનામાં રેકોર્ડબ્રેક 1.50 લાખ ઈ-સ્કૂટર વેચાયા,જાણો કઈ કંપનીએ મારી બાજી

EV Sales Boom: ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારે મે 2026 માં એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વાહન ડેટા અને ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સ અનુસાર, આ મહિને દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને મોટરસાઇકલોનું કુલ વેચાણ 1.50 લાખ યુનિટ્સના જાદુઈ આંકડાને પાર કરી ગયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મે ૨૦૨૬ માં ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું વેચાણ ૧.૫ લાખને પાર.
  • પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા.
  • TVS અને બજાજ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાણમાં ટોચ પર.
  • કાચા માલની કિંમત વધતાં ઈલેક્ટ્રિક વાહનો મોંઘા થવાની શક્યતા.

EV Sales Boom: ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારે મે 2026 માં એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વાહન ડેટા અને ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સ અનુસાર, આ મહિને દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને મોટરસાઇકલોનું કુલ વેચાણ 1.50 લાખ યુનિટ્સના જાદુઈ આંકડાને પાર કરી ગયું છે.

પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોની અસર હવે સ્પષ્ટપણે ઓટોમોબાઈલ બજારમાં જોવા મળી રહી છે. મોંઘા ઇંધણથી પરેશાન લોકો ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. આ જ કારણ છે કે મે 2026 માં દેશમાં ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો (ઈ-સ્કૂટર અને ઈ-બાઈક) ના વેચાણે ફરીથી ઝડપ પકડી લીધી છે. સરકારી વાહન પોર્ટલના આંકડા મુજબ, મે મહિનામાં 1.5 લાખથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું રજીસ્ટ્રેશન થયું હતું, જે એપ્રિલ મહિનાની સરખામણીએ ઘણું સારું પ્રદર્શન માનવામાં આવે છે.

આ પણ વાંચો... Maruti Price Hike: કાલથી મારુતિની કાર ખરીદવી પડશે મોંઘી, બ્રેઝાથી લઈને ડિઝાયરના ભાવમાં થશે તોતિંગ વધારો

માર્ચ 2026 માં રેકોર્ડબ્રેક વેચાણ થયા પછી, એપ્રિલમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ મે મહિનામાં બજારે ફરીથી મજબૂતી દર્શાવી છે. મે મહિના દરમિયાન આશરે 1,50,796 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે ઇંધણની વધતી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનોના ઓછા રનિંગ કોસ્ટે  ગ્રાહકોને આકર્ષિત કર્યા છે.

TVS અને બજાજે મારી બાજી

મે મહિનામાં ટીવીએસ મોટર કંપની (TVS Motor Company) સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની રહી છે. કંપનીએ 41 હજારથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ પછી બજાજ ઓટો (Bajaj Auto) બીજા સ્થાને રહી હતી, જેણે 38 હજારથી વધુ ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા હતા. બીજી તરફ એથર એનર્જી, હીરો મોટોકોર્પ અને ઓલા ઇલેક્ટ્રિકે પણ વેચાણમાં વધારો નોંધાવ્યો છે. ખાસ વાત એ રહી કે ઓલા ઇલેક્ટ્રિકે (Ola Electric) છેલ્લા કેટલાક મહિનામાં માર્કેટ શેર ગુમાવ્યા બાદ ફરીથી વાપસી કરવાના સંકેત આપ્યા છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનો મળ્યો ફાયદો

મે મહિનામાં સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹2.50 પ્રતિ લીટરથી વધુનો વધારો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સપ્લાયને લઈને ઉભી થયેલી ચિંતાઓને કારણે ઇંધણ મોંઘું થયું હતું. આનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વાહન કંપનીઓને મળ્યો, કારણ કે દરરોજ લાંબુ અંતર કાપનારા લોકો માટે EV એક વધુ કરકસરયુક્ત અને ફાયદાકારક વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે.

વધતો ખર્ચ બન્યો નવો પડકાર

જોકે ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે, પરંતુ કંપનીઓની સામે નવા પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. લિથિયમ-આયન બેટરી, સેમિકન્ડક્ટર, રેર અર્થ મેગ્નેટ અને અન્ય કાચા માલની કિંમતો વધવાને કારણે ઉત્પાદન ખર્ચ (પ્રોડક્શન કોસ્ટ) પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણે કેટલીક કંપનીઓએ આગામી મહિનાઓમાં કિંમતો વધારવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

Frequently Asked Questions

મે 2026 માં ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારે કયો નવો રેકોર્ડ બનાવ્યો?

મે 2026 માં ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારે 1.50 લાખ યુનિટ્સના વેચાણનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો.

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ શા માટે વધ્યું છે?

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ઇલેક્ટ્રિક વાહનોના ઓછા રનિંગ કોસ્ટને કારણે ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે.

મે 2026 માં કઈ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓએ સૌથી વધુ વેચાણ કર્યું?

મે મહિનામાં TVS મોટર કંપનીએ સૌથી વધુ વેચાણ કર્યું, ત્યારબાદ Bajaj Auto બીજા સ્થાને રહી.

ઇલેક્ટ્રિક વાહન કંપનીઓ સામે કયો નવો પડકાર ઊભો થયો છે?

લિથિયમ-આયન બેટરી અને અન્ય કાચા માલની કિંમતો વધવાને કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.

ટોપ સ્ટોરી

Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Embed widget