શોધખોળ કરો

Maruti Price Hike: કાલથી મારુતિની કાર ખરીદવી પડશે મોંઘી, બ્રેઝાથી લઈને ડિઝાયરના ભાવમાં થશે તોતિંગ વધારો

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 1 જૂન પહેલા બુકિંગ કરાવી લેજો. કાચા માલના વધતા ભાવને કારણે કંપનીએ પોતાની પોપ્યુલર કારના ભાવ 30,000 રૂપિયા સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧ જૂન, ૨૦૨૪ થી મારુતિ સુઝુકીની કારો મોંઘી થશે.
  • ઉત્પાદન ખર્ચ અને કાચા માલના ભાવ વધારાને કારણે ભાવ વધારો.
  • અલ્ટો K10, વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝાના ભાવમાં વધારો.
  • ગ્રાહકોને જૂન પહેલાં કાર બુક કરાવવાની સલાહ અપાઈ.

Maruti Suzuki Price Hike: જો તમે નજીકના ભવિષ્યમાં નવી કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારે થોડી ઉતાવળ કરવી પડશે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ 1 જૂન 2026 થી તેની ઘણી પોપ્યુલર કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે કાર બનાવવાનો ખર્ચ અને કાચા માલના ભાવ વધવાથી આ નિર્ણય લેવાયો છે. એટલે જો તમે મે મહિનાના અંત સુધીમાં કાર બુક નહીં કરાવો, તો જૂન મહિનાથી તમારે એ જ કાર માટે વધારે પૈસા ચૂકવવા પડશે અને તમારું બજેટ ખોરવાઈ શકે છે.

આ પોપ્યુલર કાર થશે મોંઘી

મારુતિની અમુક એવી કારો છે જે મિડલ ક્લાસમાં બહુ ફેમસ છે, અને તેના પર જ આ ભાવ વધારાની સૌથી વધુ અસર થવાની છે. આ લિસ્ટમાં મારુતિ સુઝુકી અલ્ટો K10, વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર અને બ્રેઝા જેવી કાર સામેલ છે. કઈ કાર પર કેટલો ભાવ વધશે, તે મોડેલ અને તેના વેરિઅન્ટ પર આધાર રાખે છે. અમુક કારના ભાવમાં થોડા હજાર રૂપિયાનો વધારો થશે, તો અમુક મોડેલ સીધા 30,000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

ગ્રાહકોના ખિસ્સા પર કેવી પડશે અસર?

બજેટ કાર ખરીદનારા ગ્રાહકોને આ વધારો સીધી રીતે અસર કરશે. અલ્ટો K10 અને વેગનઆર જેવી ફેમિલી કાર ખરીદવી હવે પહેલી વાર કાર લેનારાઓ માટે થોડી મોંઘી પડશે. જોકે કંપનીએ દિલાસો આપતા કહ્યું છે કે, ખર્ચનો પૂરેપૂરો બોજ ગ્રાહકો પર નથી નાખવામાં આવ્યો, અમુક હિસ્સો કંપની પોતે પણ ઉઠાવી રહી છે. આ ઉપરાંત, સ્ટાઇલિશ ડિઝાઇન, શાનદાર ફીચર્સ અને સારા માઇલેજ માટે લોકોની ફેવરિટ બનેલી બ્રેઝા SUV તેમજ લાંબા સમયથી માર્કેટમાં ધૂમ મચાવી રહેલી સ્વિફ્ટ અને ડિઝાયરના ભાવ પણ હવે વધી જશે.

આ પણ વાંચોઃ શું કારમાં ફૂલ AC ચલાવવાથી માઈલેજ ઘટે છે? જાણો ઇંધણ બચાવવાની સ્માર્ટ અને સરળ રીતો

કંપનીએ ભાવ વધારા પાછળ શું કારણ આપ્યું?

ઓટોમોબાઇલ સેક્ટરમાં ભાવ વધવા એ કોઈ નવી વાત નથી. જ્યારે સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ અને અન્ય કાચા માલના ભાવ વધે છે, ત્યારે કંપનીઓ પાસે કારનું પ્રોડક્શન કોસ્ટ સરભર કરવા કિંમત વધારવા સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી. મારુતિ સુઝુકીનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી આ પગલું ભરવું પડ્યું છે.

આથી જ, જો કોઈ ગ્રાહક જૂન પછી કાર ખરીદવા જશે તો તેને પહેલા કરતા વધારે કિંમત ચૂકવવી પડશે. આ જ કારણ છે કે સમજદાર ગ્રાહકો ભાવ વધારો લાગુ થાય તે પહેલાં જ પોતાની મનપસંદ કાર બુક કરાવવાની ઉતાવળ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ નવી કાર ખરીદવી છે? જાણી લો CNG, હાઇબ્રિડ કે પેટ્રોલ-ડીઝલમાંથી કઈ કાર સૌથી સસ્તી પડશે?

Frequently Asked Questions

મારુતિ સુઝુકીની કઈ કારો મોંઘી થશે?

મારુતિ સુઝુકી અલ્ટો K10, વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર અને બ્રેઝા જેવી પોપ્યુલર કારોના ભાવ વધશે. કેટલો વધારો થશે તે કારના મોડેલ અને વેરિઅન્ટ પર આધાર રાખે છે.

મારુતિ સુઝુકી કારના ભાવમાં ક્યારથી વધારો કરશે?

મારુતિ સુઝુકી 1 જૂન 2026 થી તેની ઘણી પોપ્યુલર કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

મારુતિ સુઝુકીએ કારના ભાવ વધારવાનું કારણ શું આપ્યું છે?

કાર બનાવવાનો ખર્ચ અને કાચા માલના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે કંપનીએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

કારના ભાવ વધારાની ગ્રાહકો પર શું અસર પડશે?

બજેટ કાર ખરીદનારા ગ્રાહકોને સીધી અસર થશે, જેઓ પહેલીવાર કાર ખરીદી રહ્યા છે તેમના માટે અમુક ફેમિલી કાર થોડી મોંઘી પડશે.

ટોપ સ્ટોરી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget