શોધખોળ કરો

ઉનાળામાં તમારી કાર આગનો ગોળો બની શકે છે! આજે જ કારમાંથી આ 3 વસ્તુઓ તાત્કાલિક કાઢી નાખો

summer car fire safety tips: તડકામાં પાર્ક કરેલી કારનું તાપમાન 70°C સુધી પહોંચી શકે છે, જાણો કઈ 3 વસ્તુઓ કારમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગરમીમાં કારમાં પાવર બેંક, ઇલેક્ટ્રોનિક્સ ફાટી શકે છે.
  • પરફ્યુમ, ડિઓડોરન્ટ સ્પ્રે ગરમીથી બ્લાસ્ટ થઈ શકે છે.
  • પાણીની બોટલ, લાઈટર પણ આગનું કારણ બની શકે છે.
  • કાર છાંયડામાં પાર્ક કરો, સનશેડનો ઉપયોગ કરો.

summer car fire safety tips: ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. આકરી ગરમીમાં જો તમે તમારી કાર ખુલ્લા તડકામાં પાર્ક કરો છો, તો તે ઓવન કે આગના ગોળા સમાન બની શકે છે. બહાર ભલે 40 ડિગ્રી તાપમાન હોય, પણ બંધ કારની અંદર ગણતરીની મિનિટોમાં તાપમાન 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં લોકો અજાણતાં જ કારમાં એવી કેટલીક રોજબરોજની વસ્તુઓ ભૂલી જાય છે, જે આટલી ગરમીમાં બ્લાસ્ટ થઈ શકે છે અથવા તો આગ પકડી શકે છે. જો તમે પણ દરરોજ કારનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાવ. કારમાં રાખેલી આ 3 સામાન્ય વસ્તુઓ કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે, તેથી તેને તાત્કાલિક બહાર કાઢી લો.

1. પાવર બેંક અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ:

આજકાલ મોટાભાગના લોકોને કારમાં પાવર બેંક, મોબાઈલ કે લેપટોપ મૂકી રાખવાની આદત હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ઉપકરણોમાં લિથિયમ-આયન બેટરી હોય છે, જે ભારે ગરમીમાં ઓવરહીટ થઈને ફાટી શકે છે. તડકામાં પાર્ક કરેલી કારમાં પાવર બેંક ફાટવાથી આગ લાગી હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. તેથી, કાર પાર્ક કરીને જાવ ત્યારે આવા ગેજેટ્સ હંમેશા તમારી સાથે લેતા જાવ.

2. પરફ્યુમ અને ડિઓડોરન્ટ સ્પ્રે:

કારને સુગંધિત રાખવા માટે લોકો અંદર પરફ્યુમ કે ડિઓડોરન્ટની બોટલ રાખતા હોય છે. આ જોવામાં ભલે સામાન્ય લાગે, પણ તેમાં જ્વલનશીલ ગેસ અને કેમિકલ ભરેલા હોય છે. જ્યારે કારમાં ગરમી વધે છે, ત્યારે આ બોટલની અંદર પ્રેશર વધે છે અને તે બોમ્બની જેમ બ્લાસ્ટ થઈ શકે છે. સીધા તડકામાં પડેલા સ્પ્રેથી આગ લાગવાનું જોખમ બમણું થઈ જાય છે. તેથી, ઉનાળામાં કારમાં કોઈપણ પ્રકારના એરોસોલ સ્પ્રે રાખવાનું બિલકુલ ટાળો.

3. પાણીની બોટલ અને લાઈટર:

તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ પારદર્શક પ્લાસ્ટિકની પાણીની બોટલ પણ કારમાં આગ લગાડી શકે છે. તડકામાં પડેલી પાણીની બોટલ એક 'મેગ્નિફાઈંગ ગ્લાસ' (બિલોરી કાચ) જેવું કામ કરે છે. તેમાંથી પસાર થતાં સૂર્યનાં કિરણો સીટના કવર પર કેન્દ્રિત થવાથી આગ લાગવાનું જોખમ રહે છે. આ ઉપરાંત, જો કોઈને કારમાં લાઈટર રાખવાની ટેવ હોય તો તે પણ તરત કાઢી નાખો, કારણ કે ગરમીમાં લાઈટર ફાટવાની શક્યતા સૌથી વધારે હોય છે.

તમારી પેટ્રોલ કારમાં CNG કિટ નંખાવતા પહેલા આ સરકારી નિયમો જાણી લો, નહીં તો પસ્તાશો

કારની સલામતી માટે આટલું ચોક્કસ કરો:

ઉનાળામાં બને ત્યાં સુધી કારને છાંયડામાં જ પાર્ક કરવાનો આગ્રહ રાખો.

સનશેડનો ઉપયોગ કરો જેથી સૂર્યનો સીધો તડકો અંદર ન આવે.

કારમાં કોઈપણ જ્વલનશીલ વસ્તુઓનો સંગ્રહ ન કરો.

જો કાર લાંબા સમયથી તડકામાં પડી હોય, તો અંદર બેસતા પહેલા થોડીવાર તેના દરવાજા ખુલ્લા રાખો જેથી ગરમ હવા બહાર નીકળી જાય.

સુરક્ષા માટે કારમાં એક નાનું ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક ઉપકરણ) ચોક્કસથી રાખો.

યાદ રાખો, ઉનાળામાં કારનું તાપમાન જીવલેણ બની શકે છે. તમારી એક નાનકડી બેદરકારી મોટા નુકસાનનું કારણ બની શકે છે, તેથી થોડી સાવચેતી રાખીને તમારી કાર અને તમારા જીવ બંનેને સુરક્ષિત રાખો.

મોટા પરિવારો માટે બેસ્ટ છે આ 7-સીટર કાર, વેચાણમાં Ertiga નંબર-1 અને Bolero પણ છે સામેલ

Frequently Asked Questions

ઉનાળામાં બંધ કારની અંદર તાપમાન કેટલું વધી શકે છે?

બહાર 40 ડિગ્રી તાપમાન હોય ત્યારે પણ, બંધ કારની અંદર ગણતરીની મિનિટોમાં તાપમાન 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

કારમાં કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આગનું જોખમ ઊભું કરી શકે છે?

પાવર બેંક, મોબાઈલ અને લેપટોપ જેવી લિથિયમ-આયન બેટરી ધરાવતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ગરમીમાં ઓવરહીટ થઈને ફાટી શકે છે અને આગ લગાડી શકે છે.

ઉનાળામાં કારમાં પરફ્યુમ કે ડિઓડોરન્ટ સ્પ્રે રાખવા કેટલા જોખમી છે?

પરફ્યુમ અને ડિઓડોરન્ટ સ્પ્રેમાં જ્વલનશીલ ગેસ અને કેમિકલ હોય છે. ગરમીમાં પ્રેશર વધીને તે બોમ્બની જેમ બ્લાસ્ટ થઈ શકે છે અથવા આગ લગાડી શકે છે.

શું પાણીની બોટલ પણ કારમાં આગ લગાડી શકે છે?

હા, પારદર્શક પ્લાસ્ટિકની પાણીની બોટલ તડકામાં મેગ્નિફાઈંગ ગ્લાસની જેમ કામ કરી શકે છે. તે કિરણોને કેન્દ્રિત કરીને સીટ જેવી વસ્તુઓમાં આગ લગાડી શકે છે.

ટોપ સ્ટોરી

Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
Tata Tiago: Tataની આ નાની ગાડીએ મચાવ્યો તહેલકો, બની સૌથી વધુ વેચાતી કાર
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget