શોધખોળ કરો

એક ચાર્જમાં 600 KM ની રેન્જ! આ દિવસે લોન્ચ થશે ટાટા સીએરા EV, જાણો ફીચર્સ અને કિંમત

Tata Sierra EV launch date: 25 લાખની કિંમતમાં આવનારી આ શાનદાર ઈલેક્ટ્રિક SUV હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ ઈ-વિટારા અને મહિન્દ્રાની નવી EV ને આપશે કાંટાની ટક્કર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટા સીએરા EV 30 જૂને ભારતમાં લોન્ચ થશે.
  • આ SUV એક ચાર્જમાં 600 કિલોમીટરની રેન્જ આપશે.
  • નવી ડિઝાઇન, QWD, ADAS અને મલ્ટીપલ એરબેગ્સ સુરક્ષા.
  • 25 લાખ કિંમતે અન્ય EV ને બજારમાં ટક્કર આપશે.

Tata Sierra EV launch date: ભારતમાં ઈલેક્ટ્રિક કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ઝંઝટમાંથી બચવા લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે. આ જ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સ તેની બહુચર્ચિત ઈલેક્ટ્રિક SUV, 'ટાટા સીએરા EV' (Tata Sierra EV) આવનારી 30 જૂને લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ આઇકોનિક કારને નવી ડિઝાઇન, લેટેસ્ટ ટેકનોલોજી અને પાવરફુલ બેટરી સાથે ફરીથી માર્કેટમાં ઉતારી રહી છે. આ કાર 600 કિલોમીટરની રેન્જ અને એડવાન્સ સેફ્ટી ફિચર્સ સાથે ગ્રાહકોને આકર્ષવા માટે બિલકુલ તૈયાર છે.

સિંગલ ચાર્જમાં 600 km ની જબરદસ્ત રેન્જ

નવી સીએરા EVની સૌથી મોટી ખાસિયત તેની શાનદાર ડ્રાઇવિંગ રેન્જ છે. આ SUV ફુલ ચાર્જ પર 600 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે. એટલે કે, એકવાર બેટરી ચાર્જ કર્યા પછી લાંબા અંતરની મુસાફરીમાં વારંવાર ચાર્જિંગ સ્ટેશન શોધવાની પળોજણમાંથી મુક્તિ મળશે. જે લોકો હાઈવે પર કે લાંબા અંતરે વધુ મુસાફરી કરે છે, તેમના માટે આ કાર એક બેસ્ટ અને ટેન્શન-ફ્રી ઓપ્શન સાબિત થઈ શકે છે.

આકર્ષક ડિઝાઇન અને આધુનિક ફિચર્સ

ડિઝાઇન અને ફિચર્સની વાત કરીએ તો, નવી સીએરા EV ટાટાના આધુનિક ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કંપનીએ તેને માત્ર શહેરના રસ્તાઓ માટે જ નહીં, પણ ઓફ-રોડિંગ માટે પણ ડિઝાઇન કરી છે. તેમાં QWD (ક્વાડ વ્હીલ ડ્રાઇવ) ટેકનોલોજી જોવા મળી શકે છે, જે ડુંગરાળ, ખાડા-ખૈયાવાળા રસ્તાઓ અને વરસાદમાં કારની પકડ વધુ મજબૂત બનાવશે. કારનો લુક એકદમ શાનદાર છે. તેમાં પહોળી LED લાઇટ બાર, સ્ટાઇલિશ હેડલેમ્પ્સ અને મજબૂત SUV જેવી ડિઝાઇન આપવામાં આવી છે. જોકે, જૂની સીએરાની યાદો તાજી રાખવા માટે કંપનીએ તેમાં જૂની ડિઝાઇનના કેટલાક એલિમેન્ટ્સ પણ જાળવી રાખ્યા છે.

આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ જરૂરી નથી? જાણો સરકારના આ નવા નિયમો

સેફ્ટીમાં પણ નંબર વન

ટાટાની કાર હોય એટલે સેફ્ટીમાં તો કોઈ બાંધછોડ હોય જ નહીં. સીએરા EV પણ સેફ્ટીના મામલે કોઈ કસર નહીં છોડે. તેમાં મલ્ટિપલ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી આધુનિક ટેકનોલોજી આપવામાં આવશે. ADAS એક એવી સ્માર્ટ ટેકનોલોજી છે, જે રસ્તા પર ડ્રાઇવરને જોખમો વિશે અગાઉથી એલર્ટ કરશે અને અકસ્માતોને રોકવામાં મોટી મદદ કરશે.

કિંમત અને કોની સાથે થશે મુકાબલો?

કિંમતની વાત કરીએ તો, ટાટા સીએરા EVની શરૂઆતી કિંમત લગભગ 25 લાખ રૂપિયા આસપાસ હોવાની શક્યતા છે. આ પ્રાઇસ રેન્જ અને ધાંસૂ ફિચર્સ સાથે સીએરા EV બજારમાં પહેલેથી હાજર અને આવનારી કાર્સ જેવી કે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક, મારુતિ ઇ-વિટારા, MG ZS EV અને મહિન્દ્રાની નવી ઇલેક્ટ્રિક SUV ને જોરદાર ટક્કર આપશે.

આ પણ વાંચોઃ 100% ઇથેનોલ ઇંધણથી ગાડીમાં કેટલી માઇલેજ મળશે? પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ કે ઓછી?

Frequently Asked Questions

ટાટા સીએરા EV ક્યારે લોન્ચ થશે?

ટાટા સીએરા EV આવનારી 30 જૂને લોન્ચ થવા જઈ રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને કંપની તેને બજારમાં ઉતારી રહી છે.

ટાટા સીએરા EV ની રેન્જ કેટલી હશે?

આ SUV સિંગલ ચાર્જ પર 600 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે. આનાથી લાંબા અંતરની મુસાફરીમાં વારંવાર ચાર્જિંગની પળોજણમાંથી મુક્તિ મળશે.

ટાટા સીએરા EV માં કયા સુરક્ષા ફિચર્સ હશે?

તેમાં મલ્ટિપલ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા અને ADAS જેવી આધુનિક સુરક્ષા ટેકનોલોજી આપવામાં આવશે.

ટાટા સીએરા EV ની અંદાજિત કિંમત કેટલી હશે?

ટાટા સીએરા EVની શરૂઆતી કિંમત લગભગ 25 લાખ રૂપિયા આસપાસ હોવાની શક્યતા છે. આ કિંમતમાં તે અન્ય EV ને જોરદાર ટક્કર આપશે.

ટોપ સ્ટોરી

₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget