શોધખોળ કરો

20 હજાર ડાઉન પેમેન્ટ પર Tiago CNG ખરીદો તો કેટલી આવશે EMI? જાણો ગણતરી

ટાટા ટિયાગો સીએનજીને હેચબેક તરીકે તૈયાર કરવામાં આવી છે. આ કારનું કદ એવું છે કે તેને શહેરના ભીડભાડવાળા રસ્તાઓ અને સાંકડી ગલીઓમાં ચલાવવી ખૂબ જ સરળ રહે છે. ચાલો જાણીએ તેના EMI પ્લાન વિશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Tata Tiago CNG શહેરમાં ચલાવવા ઉત્તમ, સુવિધાયુક્ત અને સલામત.
  • રૂ 20 હજાર ડાઉનપેમેન્ટથી EMI પર ઉપલબ્ધ, ઓન-રોડ રૂ 6.5 લાખ.
  • ગાડી 6 એરબેગ્સ, ટચસ્ક્રીન, અને આકર્ષક ડિઝાઇન ધરાવે છે.
  • 1.2L પેટ્રોલ/CNG એન્જિન 26-28 km/kg માઇલેજ આપે છે.

Tata Tiago CNG: જો તમે ઓછા બજેટમાં એવી કાર શોધી રહ્યા છો, જે શહેરમાં સરળતાથી ચલાવી શકાય અને સાથે ફિચર્સ તથા સેફ્ટીની બાબતમાં પણ સારી હોય, તો Tata Tiago એક શાનદાર વિકલ્પ બની શકે છે. આ કાર લાંબા સમયથી ઓટો માર્કેટમાં ઉપલબ્ધ છે અને તેની પોસાય તેવી કિંમત, કોમ્પેક્ટ સાઈઝ તથા સારા ફિચર્સ માટે જાણીતી છે.

તમારા માટે ખાસ વાત એ છે કે આ કાર ખરીદવા માટે પૂરેપૂરું પેમેન્ટ એકસાથે આપવું જરૂરી નથી. તેને એકસાથે રોકડ ચૂકવવાને બદલે લોન અને EMI દ્વારા પણ ખરીદી શકાય છે. એવામાં જો ગ્રાહક 20 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરે, તો દર મહિને કેટલો EMI આવશે તે જાણવું જરૂરી છે.

આ પણ વાંચો...Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV

કેટલી ઓન-રોડ કિંમત પર મળશે Tiago CNG?

Tata Tiago CNG ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 5.79 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. કારની ઓન-રોડ કિંમત શહેર, RTO, ઈન્સ્યોરન્સ અને અન્ય ચાર્જિસ મુજબ વધી જાય છે. આ ગાડીની ઓન-રોડ કિંમત આશરે 6.50 લાખ રૂપિયા થાય છે.

જો તમે આ CNG કાર ખરીદવા માટે માત્ર 20 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો 9.8 ટકા વ્યાજ દર લેખે તમને 4 વર્ષ માટે દર મહિને 16,168 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. આ સિવાય 5 વર્ષના પ્લાન પર 13,353 રૂપિયા અને 6 વર્ષ માટે દર મહિને 11,790 રૂપિયાનો EMI આવશે.

જો તમે સમયગાળો વધુ વધારવા માંગો છો, તો આ ગાડી 7 વર્ષ માટે પણ કાર લોન પર ખરીદી શકો છો. આ સ્થિતિમાં તમારે 9.8 ટકા વ્યાજ દર મુજબ દર મહિને 10,557 રૂપિયા મંથલી EMI તરીકે આપવાના રહેશે.

ધ્યાનમાં રાખવું જરૂરી છે કે EMIનો આ આંકડો એક ઉદાહરણ તરીકે આપવામાં આવ્યો છે. ગાડીનો વાસ્તવિક EMI બેંકના વ્યાજ દર, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ગ્રાહકના ક્રેડિટ પ્રોફાઈલ (સિબિલ સ્કોર) અને કારની ઓન-રોડ કિંમતના આધારે અલગ હોઈ શકે છે. તેથી કાર ખરીદતા પહેલા બેંક અને ડીલર પાસેથી ફાઈનલ લોન એમાઉન્ટ અને EMIની માહિતી ચોક્કસ મેળવી લેવી જોઈએ.

ગાડીના ફિચર્સ અને કેબિન

Tata Tiago ને કંપનીએ કોમ્પેક્ટ હેચબેક તરીકે ડિઝાઈન કરી છે. તેનું કદ એવું છે કે ટ્રાફિક અને સાંકડી ગલીઓમાં તેને ડ્રાઈવ કરવી સરળ બને છે. કારની ડિઝાઈનમાં સ્ટાઇલિશ ફ્રન્ટ ગ્રીલ, શાર્પ હેડલેમ્પ, સ્પોર્ટી બમ્પર અને આકર્ષક ટેલલેમ્પ જેવા એલિમેન્ટ્સ મળે છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે.

કેબિનની વાત કરીએ તો તેમાં મોર્ડન ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, Android Auto અને Apple CarPlay જેવા ફિચર્સ શામેલ છે. આ કારમાં પાંચ લોકો સરળતાથી બેસી શકે છે.

સેફ્ટી માટે ગાડીમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ અને રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા ફિચર્સ મળે છે. આ સિવાય 360-ડિગ્રી કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ અને ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ પણ આપેલા છે.

Tata Tiago માં 1.2 લીટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. આ સિવાય કંપની CNG વેરિઅન્ટ પણ ઓફર કરે છે. પેટ્રોલ મોડલની માઈલેજ આશરે 19-20 કિલોમીટર પ્રતિ લીટર અને CNG મોડલની માઈલેજ આશરે 26-28 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધી હોવાનો દાવો કરાયો છે.

Frequently Asked Questions

જો હું Tata Tiago CNG માટે ₹20,000 નું ડાઉન પેમેન્ટ કરું તો મારો EMI કેટલો આવી શકે?

₹20,000 ના ડાઉન પેમેન્ટ પર, 9.8% વ્યાજ દરે, 4 વર્ષ માટે માસિક EMI ₹16,168 આવી શકે છે. 5 વર્ષ માટે ₹13,353 અને 6 વર્ષ માટે ₹11,790 નો EMI ચૂકવવો પડશે.

Tata Tiago CNG ની અંદાજિત ઓન-રોડ કિંમત કેટલી છે?

Tata Tiago CNG ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 5.79 લાખ રૂપિયા છે. શહેર, RTO, ઈન્સ્યોરન્સ અને અન્ય ચાર્જિસ મુજબ તેની અંદાજિત ઓન-રોડ કિંમત આશરે 6.50 લાખ રૂપિયા થાય છે.

Tata Tiago માં કયા મુખ્ય સેફ્ટી ફિચર્સ શામેલ છે?

આ કારમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ટ્રેક્શન કંટ્રોલ જેવા ફિચર્સ મળે છે. તેમાં રિયર પાર્કિંગ સેન્સર્સ, 360-ડિગ્રી કેમેરા અને હિલ હોલ્ડ આસિસ્ટ પણ આપેલા છે.

Tata Tiago CNG મોડેલની માઈલેજ કેટલી છે?

Tata Tiago CNG મોડેલની માઈલેજ આશરે 26-28 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધી હોવાનો દાવો કરાયો છે. પેટ્રોલ મોડલની માઈલેજ આશરે 19-20 કિલોમીટર પ્રતિ લીટર છે.

Advertisement

ટોપ સ્ટોરી

5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget