શોધખોળ કરો

Monsoon Car Tips: મોનસૂનમાં વરસાદમાં કાર બગડી ન જાય, તે માટે અપનાવો આ જરૂરી ટિપ્સ

Monsoon Car Tips: વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં અને ચોમાસા દરમિયાન કેટલીક જરૂરી સાવચેતીઓ રાખવી ખૂબ જરૂરી છે. તેનાથી તમારી કાર સુરક્ષિત રહેશે અને મુસાફરી પણ વધુ આરામદાયક બનશે

Monsoon Car Tips: ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે, પરંતુ કાર માલિકો માટે અનેક પડકારો પણ લઈને આવે છે. ભારે વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અને રસ્તા પર જમા થયેલું પાણી વાહનો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણી વખત થોડી બેદરકારીના કારણે કારના એન્જિન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ઇન્ટિરિયરને ભારે નુકસાન થાય છે, જેના કારણે મરામત પાછળ મોટો ખર્ચ કરવો પડે છે. તેથી વરસાદી મોસમ પહેલાં અને દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જરૂરી છે.

વરસાદી મોસમમાં સૌથી મહત્વની વાત એ છે કે પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાનું ટાળવું જોઈએ. ઘણી વખત રસ્તા પર ભરાયેલા પાણીની ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. જો કાર વધુ ઊંડા પાણીમાં પ્રવેશે તો એન્જિનમાં પાણી જઈ શકે છે. આવી સ્થિતિમાં એન્જિનને ગંભીર નુકસાન થઈ શકે છે, જેને હાઇડ્રોલોક (Hydrolock) કહેવામાં આવે છે. તેથી જ્યાં રસ્તા પર વધુ પાણી ભરાયેલું દેખાય ત્યાંથી પસાર થવાને બદલે વૈકલ્પિક માર્ગ પસંદ કરવો વધુ યોગ્ય છે.

કાર ધીમી ગતિએ ચલાવો

જો કોઈ કારણસર પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવું જરૂરી હોય તો કારને ધીમી ગતિએ ચલાવવી જોઈએ. એક્સિલેટરનું સંતુલન જાળવવું જરૂરી છે જેથી પાણી સાઇલેન્સર અથવા એન્જિનમાં ન પહોંચે. અચાનક બ્રેક મારવાથી અથવા વધુ ઝડપે પાણીમાંથી પસાર થવાથી પાણી એન્જિન અને અન્ય મહત્વપૂર્ણ ભાગોમાં પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લો ગિયરમાં વાહન ચલાવવું અને રસ્તાની વચ્ચે કાર રોકવાનું ટાળવું જોઈએ.

ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ કરાવો

ચોમાસા પહેલાં કારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ કરાવવી પણ ખૂબ જરૂરી છે. બેટરી, વાયરિંગ, ફ્યૂઝ અને ઇલેક્ટ્રોનિક કનેક્શનમાં ભેજ પહોંચવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં સર્વિસ સેન્ટરમાં કારની ચકાસણી કરાવવી ફાયદાકારક રહે છે. સમયસર ખામી દૂર કરવાથી રસ્તામાં કાર બંધ પડી જવાની સમસ્યાથી બચી શકાય છે.

રબર સીલની પણ તપાસ કરો

કારના દરવાજા અને બારીઓની રબર સીલની સ્થિતિ તપાસવી જોઈએ. જૂની અથવા ખરાબ સીલના કારણે વરસાદનું પાણી ધીમે ધીમે કારની અંદર પ્રવેશી શકે છે. તેનાથી સીટ, કાર્પેટ અને ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન થઈ શકે છે. લાંબા સમય સુધી ભેજ રહેવાના કારણે કારની અંદર દુર્ગંધ અને ફૂગની સમસ્યા પણ સર્જાઈ શકે છે. તેથી રબર સીલ નબળી અથવા તૂટેલી જણાય તો તેને તરત બદલાવી દેવી જોઈએ.

આ પણ વાંચો: Car Engine Capacity: કારના એન્જિનની કેટલી હોય છે કેપેસિટી, કેટલા કિલોમીટર સુધી ચાલી શકે છે ?

ટાયરની સ્થિતિ પર ખાસ ધ્યાન આપો

વરસાદી મોસમમાં રસ્તાઓ લપસણા બની જાય છે અને ઘસાઈ ગયેલા ટાયર અકસ્માતનું જોખમ વધારી શકે છે. જો ટાયરની ગ્રિપ ઓછી થઈ ગઈ હોય અથવા ટ્રેડ વધુ ઘસાઈ ગયો હોય તો ટાયર બદલાવી દેવા જોઈએ. સારી ગ્રિપ ધરાવતા ટાયર વરસાદમાં વાહન પર વધુ નિયંત્રણ આપે છે અને બ્રેકિંગ અંતર પણ ઘટાડે છે. સાથે જ ટાયરમાં યોગ્ય હવાનું દબાણ જાળવવું પણ જરૂરી છે.

વાઇપર અને વોશર સિસ્ટમ ચેક કરો

ચોમાસા દરમિયાન વાઇપર અને વોશર સિસ્ટમનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો વાઇપર બ્લેડ જૂના થઈ ગયા હોય અથવા કાચને યોગ્ય રીતે સાફ ન કરતા હોય તો તેને બદલાવી દેવા જોઈએ. ભારે વરસાદ દરમિયાન Visibility  સુરક્ષિત ડ્રાઇવિંગ માટે અત્યંત જરૂરી છે. જો ઓછી વિઝિબિલિટી હોય તો ડ્રાઇવિંગ ટાળવું જોઇએ, વોશર ટાંકીમાં પૂરતું ફ્લુઇડ ભરેલું હોવું જોઈએ જેથી કાદવ અથવા ગંદકી લાગતાં જ વિન્ડશીલ્ડને તરત સાફ કરી શકાય.

ચોમાસા દરમિયાન થોડી સાવચેતી અને સમયસરની તપાસ તમારી કારને મોટા નુકસાનથી બચાવી શકે છે અને તમારી મુસાફરીને વધુ સુરક્ષિત બનાવી શકે છે.

ટોપ સ્ટોરી

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
BSF Recruitment 2026: BSFમાં સબ ઈન્સ્પેક્ટર બનવાની તક, 1167 પદો માટે આજથી કરી શકાશે અરજી
BSF Recruitment 2026: BSFમાં સબ ઈન્સ્પેક્ટર બનવાની તક, 1167 પદો માટે આજથી કરી શકાશે અરજી
સમાચારની જેમ જીવનમાં પણ ડેડલાઇન જરૂરી, ન્યુઝ રૂમમાં બધું જ શક્ય છે: PM મોદી
સમાચારની જેમ જીવનમાં પણ ડેડલાઇન જરૂરી, ન્યુઝ રૂમમાં બધું જ શક્ય છે: PM મોદી
Embed widget