શોધખોળ કરો

ગ્રોથ સર્કલ સાથે આવકના વૈકલ્પિક અને મજબૂત સ્રોતોની રચના કરો

આર્થિક અનિશ્ચિતતાઓની સૌથી વધુ અસર મધ્યમવર્ગના લોકો ઉપર વર્તાઇ છે, વિશેષ કરીને એવાં લોકો કે જેમની આવકનો સ્રોત એક છે.

સુરતઃ આપણે ખૂબજ અનિશ્ચિત માહોલમાં જીવી રહ્યાં છીએ. માત્ર ત્રણ વર્ષ પહેલાં કોવિડ-19 મહામારીને પરિણામે અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો હતો. જોકે, હવે ધીમે-ધીમે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે કર્મચારીઓની છટણી સંભવિત મંદીનો સંકેત આપી રહ્યું છે. આર્થિક અનિશ્ચિતતાઓની સૌથી વધુ અસર મધ્યમવર્ગના લોકો ઉપર વર્તાઇ છે, વિશેષ કરીને એવાં લોકો કે જેમની આવકનો સ્રોત એક છે. હાલના સમયમાં આવકના સ્રોતોમાં વધારો કરવાની જરૂર છે ત્યારે ગ્રોથ સર્કલ તેના માટે ખૂબજ અનુરૂપ બન્યું છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્માના માર્ગદર્શન હેઠળ ગ્રોથ સર્કલ વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. આ અંતર્ગત 23 એપ્રિલના રોજ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સોનુ શર્માના એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારબાદ ગુજરાતના બીજા પાંચ શહેરોમાં પણ સમાન કાર્યક્રમો યોજવાનું આયોજન છે, જેથી ગ્રોથ સર્કલને વધુ લોકો સુધી પહોંચાડીને તેમને જોડી શકાય.

સુરતના જાણીતા ઉદ્યોગસાહસિક અનિલ જેતવાણીએ ગ્રોથ સર્કલની કલ્પના કરી હતી અને ગત વર્ષે જૂન મહિનામાં તેની સ્થાપના કરાઇ હતી, જેથી વિકાસ ઉપર કેન્દ્રિત અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓના પ્રભાવી સર્કલની રચના કરીને તેમને વ્યક્તિગત અને પ્રોફેશ્નલ રીતે વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બની શકાય. તે એક વિશિષ્ટ મોડલ ઉપર કામ કરે છે, જેનાથી લોકો આવકના વધુ સ્રોતોની રચના કરી શકે તથા તેમની મુખ્ય આવક કરતાં પણ વધુ આવકનો સ્રોત ઉભો કરી શકે. ગ્રોથ સર્કલ કમાણીની બહુવિધ તકો આપે છે, પરંતુ તેનો મુખ્ય લાભ વ્યક્તિની આવકના મુખ્ય સ્રોત સાથે કોઇપણ બાંધછોડ કર્યાં વગર આવકના વૈકલ્પિક સ્રોતની રચના કરવાનો છે. 

ગ્રોથ સર્કલના સ્થાપક અનિલ જેતવાણીએ જણાવ્યું હતું કે, આ એક અનોખો ખ્યાલ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો આવકનો એકમાત્ર સ્રોત ધરાવે છે અને મોટાભાગના કેસમાં તેઓ પોતાની દરેક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. તેમની આકાંક્ષાઓ અને સપનાને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત નાણા હોતા નથી. ગ્રોથ સર્કલ આવકના પરોક્ષ સ્રોતોની રચના કરવામાં મદદ કરે છે, જેનાથી નાણાકીય સ્થિરતા હાંસલ કરી શકાય છે તેમજ મૂશ્કેલ સમય માટે તેઓ યોગ્ય બેકઅપ તૈયાર કરી શકે છે.

મલ્ટિટાસ્કિંગ લાંબા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ સૌથી મોટો પડકાર કમાણીનો કાયમી સ્ત્રોતની અનુપલબ્ધતા છે. ગ્રોથ સર્કલ એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે, જ્યાં લોકો બીજા કોઇપણ વ્યવસાય પસંદ કરી શકે છે અને તેમાં જોડાઈ શકે છે. તેનાથી વધારાની આવકનું સર્જન કરી શકાય છે. ગ્રોથ સર્કલ નેટવર્કિંગ, ટેક્નિકલ સપોર્ટ અને વ્યક્તિઓ માટે યોગ્ય તકો શોધવામાં મદદરૂપ બને છે. તે યુવાનો, ગૃહિણીઓ, નાના વેપારીઓ, નાણાકીય સલાહકારો, પગારદાર વ્યક્તિઓ, નેટવર્ક માર્કેટર્સ વગેરે માટે આદર્શ છે.

ગ્રોથ સર્કલના સહ-સ્થાપક પ્રશાંત કાનડે એ જણાવ્યું હતું કે, અમે 12 વ્યવસાયિક તકોની ઓળખ કરી છે, જે વ્યક્તિઓને વધારાની આવકના સ્રોતની રચના કરવામાં મદદરૂપ બને છે. જોકે, દરેક વ્યક્તિ માટે આ તકો અનુરૂપ ન હોય તેવું બની શકે. અમે તેમના માટે વ્યવસાય અનુકૂળ છે કે નહીં તે સમજવામાં તથા મહત્તમ આવકનું સર્જન કરવામાં સહયોગ કરીએ છીએ. અમે વ્યક્તિના વર્તમાન પ્રોફેશન, લાયકાત, રૂચિ, કુશળતા અને બીજા પરિબળોને ધ્યાનમાં રાખીએ છીએ. સારી તકોની સાથે-સાથે વ્યક્તિની કુશળતા પણ મહત્વપૂર્ણ છે અને તેથી અમે તેમને તાલીમ આપીએ છીએ, જેથી તેઓ આર્થિક સ્વતંત્રતા હાંસલ કરી શકે.

ગ્રોથ સર્કલે આ ઉદ્દેશ્યને હાંસલ કરવા કુશળ પ્રોફેશ્નલની ટીમ તૈયાર કરી છે. તેમાં ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પ્રોફેશ્નલ પ્રશાંત કાનડે, ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ સુનિલ ચાપોરકર, ટેક્નોલોજી કન્સલ્ટન્ટ અર્પિત શાહ અને બિઝનેસ સ્ટ્રેટેજીસ્ટ શ્યામ સુંદર સહાની વગેરે સામેલ છે.

ગ્રોથ સર્કલનો ભાગ બનવા માટે વેબસાઇટ ઉપર જાઓ (https://grrowthcircle.com/ ) અને એક સરળ ફોર્મ ભરો. ગ્રોથ સર્કલમાં જોડાવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget