શોધખોળ કરો

JEE ADVANCE - 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય,  વાવનાં  7 તેજસ્વી વિદ્યાર્થીઓએ TOP 1000 માં સ્થાન મેળવી  ડંકો વગાડ્યો

વાવનાં  તેજસ્વી  વિદ્યાર્થીઓએ JEE ADVANCE - 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને   ડંકો વગાડ્યો હતો.

’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ?
જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ !

સુરત (ગુજરાત) [ભારત], 19 જૂન: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ  ભવિષ્યનાં દ્વાર  ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં  તેજસ્વી  વિદ્યાર્થીઓએ JEE ADVANCE - 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને   ડંકો વગાડ્યો હતો. તાજેતરમાં JEE ADVANCE નું પરિણામ જાહેર થયું.  જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી  રાઠોડ ક્રિશ દીપકકુમારે AIR. 44  પ્રાપ્ત થયો છે. 

ઉપરાંત   અણઘણ ઓમને AIR. 454,   કાછડીયા ઋત્વિકને AIR. 834,  મૈસૂરિયા મહેકને AIR. 851, ચૌધરી ક્રિષ્નાકુમારીને AIR. 946, વેકરીયા  પ્રીતને  AIR. 953   અને ચૌધરી મેશ્વાકુમારીને AIR. 1000  પ્રાપ્ત થયા છે. આમ શાળાનાં સાત વિદ્યાર્થીઓએ ટોપ 1000 માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જ્યારે 15 વિદ્યાર્થીઓ એ ટોપ 2000 માં સ્થાન મેળવ્યું છે. શાળામાં કુલ 46 વિદ્યાર્થીઓ JEE  ની તૈયારી કરતા હતા જેમાંથી 20 વિદ્યાર્થીઓએ ક્વોલિફાઇ થઈને  IIT  માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે જે શાળા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં વિદ્યાર્થીઓ હંમેશા   પોતાના ઉત્તમ  પરીણામ વડે સુરત શહેર અને જિલ્લાને ગૌરવ અપાવતાં રહ્યાં  છે. 

આ જ પરંપરા  સાંપ્રત વર્ષે પણ જળવાઈ રહી. તે બાબત ખૂબ જ સરાહનીય છે.  શાળાનું કાર્ય વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્કૂલે હોય ત્યાં સુધી સીમિત નથી હોતું. પરંતુ તે પોતાના ધારેલા લક્ષ્યને પામે ત્યાં સુધી તેની પડખે ઉભા રહીને જે તે વિદ્યાર્થીને સપોર્ટ આપવાનું, માર્ગદર્શન આપવાનું અને હૂંફ આપવાનું હોય છે. વસિષ્ઠ પોતાની આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેનું  સાક્ષી આ  ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. સામાન્ય પરીવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનત વડે સફળતા પ્રાપ્ત કરી  છે. તે બાબત ખૂબ જ સરાહનીય છે. દરેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાના દરેક સપના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન...આ ઉત્તમ પરીણામ પ્રાપ્ત  કરવા બદલ શાળાના ચેરમેનશ્રી રમણીકભાઈ ડાવરીયા, ડાયરેકટરશ્રી વિજયભાઇ ડાવરીયા, શ્રી રવિભાઈ ડાવરીયા, એજયુકેશનલ એડવાઇઝર ડૉ. પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્યશ્રી  મેહુલભાઇ વાડદોરીયાએ  વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Embed widget