શોધખોળ કરો

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

Gujarat Rain Forecast :ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં બનેલું લો પ્રેશર એરિયા 12 ઓગસ્ટની સવારે 8:30 વાગ્યા સુધી પણ યથાવત્ રહ્યું હતું. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસું સક્રિય, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી.
  • પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું.
  • સાબરકાંઠા સહિત સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર.
  • આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા.

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બુધવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આજે પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.

હવામાન વિભાગે આજે  સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 15 જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આ તમામ વિસ્તારોમાં હળવા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

અગાઉના દિવસે કેવો રહ્યો વરસાદ?

છેલ્લા દિવસે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડ્યો હતો. જ્યારે તાપી અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો.

મંગળવારે રાજ્યમાં સૌથી વધુ 47 મીમી વરસાદ ગાંધીનગરમાં નોંધાયો હતો. આ દરમિયાન સૌથી વધુ તાપમાન 33.8 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં અને સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં નોંધાયું હતું.

બુધવારે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગે 12 ઓગસ્ટ, બુધવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી હતી. જ્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ વિસ્તારોમાં હળવા  પવન સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 

ગુરુવારે આ જિલ્લાઓ માટે ચેતવણી

હવામાન વિભાગે ગુરુવારે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં  ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

શુક્રવાર, 14 ઓગસ્ટે ક્યાં પડશે વરસાદ?

IMDની આગાહી મુજબ શુક્રવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.

જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પણ સંભાવના છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?

ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.

આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે?

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી માટે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ ઉપરાંત હવામાન વિભાગે બીજી કઈ સંભાવનાઓ વ્યક્ત કરી છે?

હવામાન વિભાગે હળવા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

ગુરુવારે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે?

હવામાન વિભાગે ગુરુવારે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Teachers Day 2026: અમદાવાદના શિક્ષિકાની સ્લમથી સ્માર્ટ સ્કૂલ સુધીની પ્રેરણાદાયી સફર, શિક્ષણમાં કર્યા નવતર પ્રયોગો
Teachers Day 2026: અમદાવાદના શિક્ષિકાની સ્લમથી સ્માર્ટ સ્કૂલ સુધીની પ્રેરણાદાયી સફર, શિક્ષણમાં કર્યા નવતર પ્રયોગો
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી મેઘમહેરના યોગ
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી મેઘમહેરના યોગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

Embed widget