શોધખોળ કરો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગાંધીનગરના ONGC પ્લાન્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.
  • પ્લાન્ટના હિટ ટ્રીટમેન્ટ બોઈલર ફાટવાથી આગ લાગી, કોઈ જાનહાની નથી.
  • ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, આગનું કારણ જાણવા તપાસ ચાલુ.

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મામલતદાર દ્વારા મળતી માહિતી મુજબ, પ્લાન્ટના 'હિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ'માં બોઈલર ફાટવાના કારણે આ ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. સુરક્ષાના પગલે પ્લાન્ટમાંથી તાત્કાલિક તમામ કર્મચારીઓ અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો...Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

વાહનવ્યવહાર પર અસર અને તપાસનો ધમધમાટ

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે માણસા-કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો પણ પ્લાન્ટની બહાર એકત્ર થઈ ગયા હતા. જો કે, રાહતની વાત એ છે કે, આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી.

ONGCના મોટા અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો

નોંધનિય છે કે, આ આગના બનાવની જાણ થતાં જ ONGCના મોટા અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આગ અંગે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, સાચુ કારણ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં ફાયર વિભાગ અને ONGCની ટેકનિકલ ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તથા મશીનરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાયર વિભાગની કલાકોની કામગીરી બાદ હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બોઈલર કયા કારણોસર ફાટ્યું અને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં ફાયર વિભાગ અને ONGCના અધિકારીઓએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી દીધી છે.                                                         

Frequently Asked Questions

ગાંધીનગરના ONGC પ્લાન્ટમાં કઈ ઘટના બની હતી?

કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બોઈલર ફાટવાના કારણે આ ઘટના બની હતી.

ONGC પ્લાન્ટમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શું હતું?

મામલતદાર દ્વારા મળતી માહિતી મુજબ, પ્લાન્ટના 'હિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ'માં બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજની પણ આશંકા છે.

ONGC પ્લાન્ટની આગમાં કોઈ જાનહાની થઈ હતી?

ના, આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આગને કારણે વાહનવ્યવહાર પર શું અસર થઈ હતી?

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે માણસા-કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ

Embed widget