શોધખોળ કરો

સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ' સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું.

સુરત (ગુજરાત)[ભારત], 28 જુલાઈ: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ' સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું, જેમાં કૉલેજના એનએસએસના 100થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
કૉલેજના આચાર્ય ડૉ. વી.ડી નાયકના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિરલ દેસાઈએ ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષમાં આદરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે  'વિશ્વના મીડિયામાં એવું જ દર્શાવાય છે કે ભારત એટલે માત્ર પ્રદૂષણનો દેશ. અથવા તો કાર્બન ઉત્સર્જન માટે જાણે ભારત જ જવાબદાર હોય એમ મીડિયામાં આપણું ચિત્રણ થાય છે. પરંતુ ભારત જ એકમાત્ર એવો દેશ છે, જે હજુ પેરીસ કરારને વળગી રહ્યો છે.'

વિદ્યાર્થીઓ સમક્ષ આ વાતને વધુ વિસ્તારથી રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષોમાં અનેક એવા પર્યાવરણીય કાર્યો કરવામાં આવ્યા છે, જે કાર્યો આંતરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે છે. આ કાર્યોમાં આપણે મિશન લાઈફ, નમામિ ગંગે કે બિગ કેટ્સ અલાયન્સ જેવા અત્યંત મહત્ત્વના કાર્યોનો સમાવેશ કરી શકએ છીએ.' 

સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું

તેમના વક્તવ્ય દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ પર્યાવરણ સંરક્ષણને લગતા કેટલાક ફેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. તો એસપીબી કૉલેજ સાથેના પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો રજૂ કરીને કૉલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એનએસએસના કૉઑર્ડિનેટર ડૉ. સુનિલ રાજાણી તેમજ ડૉ. ફરિદાબેન માંડવીવાળા હાજર રહ્યા હતા.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget