શોધખોળ કરો

Budget 2024: આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે નાણામંત્રી, ખેડૂતો-સરકારી કર્મચારીઓને મળશે ભેટ

Budget 2024:નોકરિયાત વર્ગથી લઈને ખેડૂતો અને મહિલાઓ સુધી મોદી સરકારની નજર છે

Budget 2024: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર પાસે વચગાળાના બજેટ દ્વારા તમામ વર્ગોને ખુશ કરવાની છેલ્લી તક છે. આગામી થોડા કલાકોમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બજેટમાં કરદાતાઓ, ખેડૂતો, સરકારી કર્મચારીઓને આકર્ષવા તેમજ વિકાસની ગતિને વેગ આપવા માટે લોકપ્રિય જાહેરાતો કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારને મજબૂત કરવા માટે સરકાર મૂડી ખર્ચ માટે વધુ નાણાંની જોગવાઈ કરશે.

કરદાતાઓને મળશે રાહત!

નોકરિયાત વર્ગથી લઈને ખેડૂતો અને મહિલાઓ સુધી મોદી સરકારની નજર છે. નોકરિયાત વર્ગ અને મહિલાઓ છેલ્લા એક વર્ષથી મોંઘવારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિર્મલા સીતારમણ કરદાતાઓને મોંઘવારીથી રાહત આપવા માટે ટેક્સ મોરચે મોટી રાહત આપી શકે છે. વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વર્તમાન રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવામાં આવી શકે છે. ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ હાલમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો ચૂકવવો પડતો નથી. આ મર્યાદા વધારીને 7.50 લાખ રૂપિયા કરી શકાય છે. સારવાર અને તબીબી વીમો મોંઘા થતા ખર્ચમાં વધારો થતાં મેડિક્લેમ પ્રીમિયમની ચુકવણી પર કર મુક્તિનો દાવો કરવા માટેની કપાત મર્યાદા પણ વધારી શકાય છે.

બચતને પ્રોત્સાહિત કરવા માટે સરકાર પર 80C હેઠળ રોકાણની મર્યાદા વધારીને રૂ. 1.50 લાખ અને હોમ લોનના વ્યાજ પર કર મુક્તિની મર્યાદા 2 લાખથી વધુ કરવાનું દબાણ છે. જો મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઓછો થશે તો તે વપરાશ વધારવામાં મદદ કરશે જેનો અર્થતંત્રને ફાયદો થશે.

ખેડૂતો માટે તિજોરી ખુલશે, શહેરી મનરેગાની જાહેરાત શક્ય!

મોદી સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, જે હજુ અધૂરું છે. આવી સ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક આપવામાં આવતી રકમને 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે. મનરેગા યોજના કોરોનાના સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવા માટે સૌથી અસરકારક કાર્યક્રમ સાબિત થઇ હતી. માનવામાં આવે છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર અર્બન મનરેગા જેવી યોજના શરૂ કરી શકે છે.

NPSને આકર્ષક બનાવાશે!

NPSની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2023 માં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. દરમિયાન, કમિટીએ સરકારી કર્મચારીઓ સિવાય વિવિધ હિતધારકો સાથે NPS અંગે ચર્ચા કરી છે. જ્યારે નાણાપ્રધાન સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે ત્યારે એવી શક્યતાઓ છે કે તેઓ સંસદમાં નેશનલ પેન્શન સ્કીમ અંગે સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કરશે.

8મું પગાર પંચ બનાવવાની જાહેરાત

સરકારની નજર 1.17 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પર પણ છે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે મોદી સરકાર વચગાળાના બજેટમાં સંરક્ષણ દળો સહિત સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે. જેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના મત સુરક્ષિત થઈ શકે. 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે

વર્તમાન વર્ષ 2023-24માં, મોદી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે મૂડી ખર્ચ માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી જેથી કરીને દેશમાં વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ શકે. મૂડી ખર્ચ માટે વચગાળાના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની જોગવાઈ કરી શકાય છે. તેનાથી રોજગારીની નવી તકો ઉભી થશે. સરકાર રેલવેના આધુનિકીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. બજેટમાં લગભગ 400 નવી વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત શક્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget