Union Budget 2023 India: મોદી સરકારની મોટી ભેટ, દેશમાં ખુલશે 50 નવા એરપોર્ટ
આ સિવાય નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે.
Union Budget 2023 India: મોદી સરકારે દેશને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દેશમાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં 50 વધારાના એરપોર્ટ, હેલીપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે સરકાર એડવાન્સ લેન્ડિંગને રિવાઇવ કરવા માટે કામ કરશે. સરકારે તેની UDAN યોજનાને વધુ પ્રોત્સાહન આપવાની આશામાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે.
આ સિવાય નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, "સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે." તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.
Budget 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે. વિશ્વના મોટા અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે અને સંભવિત મંદીમાં ધકેલાઈ રહ્યા છે તેવા સમયે ભારતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. આમ વિશ્વની તમામ નજર મોદી સરકારના બજેટ પર છે.
શું થશે સસ્તું
- મોબાઈલ ફોન અને ટીવી
- બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ
- ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તા
- સાયકલ
- કેમેરા લેન્સ
- એલઈડી ટીવી
- રમકડાં
- મોબાઇલ સ્પેર પાર્ટ્સ
શું થશે મોંઘું
- વિદેશી કિચન ચીમની
- સિગરેટ
- ચાંદીના વાસણો
- તમાકુની બનાવટો
- ગોલ્ડ અને પ્લેટિનમ
- ઈમ્પોર્ટડ દરવાજા
આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ
નાણામંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.