એવામાં સવાલ એ થાય છે કે, આ મર્જરથી આ બેન્કોના કર્મચારી પર શું અસર થશે. વિજયા અને દેના બેન્કના કર્મચારી બેન્ક ઓફ બરોડામાં સામેલ થઈ જશે. તેમની સર્વિસ પર કોઈ અસર નહી પડે. બેન્કોના વિલયથી તમારી લોન પર પણ કોઈ અસર નહી પડે.
2/4
આ રીતના મર્જર બાદ બેન્ક ગ્રાહકોનું થોડુ પેપર વર્ક વધી જાય છે. આની માટે કેવાયસીની પ્રોસેસ ફરીથી કરવી પડે છે. સાથે એટીએમ, પાસબુક ફરી અપડેટ કરાવવી પડશે.
3/4
નવી દિલ્હીઃ યૂનિયન કેબિનેટે બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ ભારીય બેન્કિંગના ઈતિહાસમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત થ્રી વે મર્જર હશે. કેબિનેટ મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એ પણ કહ્યું કે, આ મર્જર બાદ બનનારી બેંક વૈશ્વિક સ્તરે ટક્કર આપશે. આ મર્જર 1 એપ્રિલ 2019થી લાગુ થશે. આ કારણે હવે અગામી દિવસોમાં તમારા એટીએમ અને ચેકબુક પર બેન્કનું નામ બદલાઈ જશે, જ્યાં તમારૂ ખાતુ છે.
4/4
મર્જર બાદ બેન્ક ઓફ બરોડાનો કુલ બિઝનેસ 14.82 લાખ કરોડ રૂપિયા થઈ જશે, જેથી દેશની સૌથી મોટી ત્રીજા નંબરની બેન્ક બની જશે. આ પ્રક્રિયાથી તમારા બેન્ક ડિપોઝિટ પર કોઈ અસર નહી થાય અને તે સુરક્ષિત જ રહેશે. કારણ કે, આવા મર્જર પહેલા પણ થઈ ચુક્યા છે.