બીએમડલબ્યૂના કહેવા મુજબ ડીઝલ કારમાં ગ્લાઇકોલ કૂલિંગ ફ્લૂડ લીક થતું હોવાની આશંકા છે. જેના કારણે આગ લાગવાનો ખતરો રહે છે. કંપની આ ખામી શોધીને તેને દૂર કરશે. જરૂર પડવા પર પાર્ટ્સ પણ બદલવામાં આવશે. કંપનીના કહેવા મુજબ તેનાથી ગ્રાહકો માટે કોઈ ખતરો નથી. પરંતુ સાવધાની રાખવા માટે ગાડીની તપાસ કરવામાં આવશે. ગ્રાહકોનો ભરોસો કાયમ માટે જળવાઈ રહે તેમ કંપની ઈચ્છતી હોવાથી કાર રિકોલનો નિર્ણય લેવાયો છે.
2/3
બીએમડબલ્યૂએ ઓગસ્ટમાં યુરોપ સહિત કેટલાક એશિયન દેશમાંથી 4.80 લાખ કાર રિકોલ કરી હતી. આ કારમાં ફાયર એક્ઝોસ્ટ સિસ્ટમની ખામી હતી. દક્ષિણ કોરિયામાં ચાલુ વર્ષે કારમાં આગ લાગવાની 30 ઘટના બની ચુકી છે. આ માટે કંપની ગ્રાહકોની માફી પણ માંગી ચુકી છે.
3/3
નવી દિલ્હીઃ જર્મન લકઝરી કાર નિર્માતા BMWએ વિશ્વભરમાંથી 10 લાખથી વધારે ડીઝલ કાર પરત ખેંચી છે. કંપનીએ મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ફાયર એક્ઝોસ્ટ સિસ્ટમમાં રહેલી ખામીને દૂર કરવા કાર પરત ખેંચી છે. આ ખામીના કારણે કારમાં ગમે ત્યારે આગ લાગવાનો ખતરો રહે છે. ઓગસ્ટ 2010થી ઓગસ્ટ 2017 દરમિયાન નિર્માણ પામેલી કાર રિકોલમાં સામેલ છે. વર્ષ 2016માં પ્રથમ વખત ફાયર એક્ઝોસ્ટ સિસ્ટમમાં ખામી હોવાની ખબર પડી હતી.